ઉત્તર અને મઘ્ય ગુજરાતની 93 બેઠકો માટે 1515 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 93 બેઠકો માટે આગામી પાંચ ડિસેમ્બરે યોજાનારા બીજા તબકકાના મતદાન માટે આજે સાંજે ચુંટણી ચિત્ર સ્ણષ્ટ થઇ જશે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે કાલથી પ્રચારનો માહોલ બરાબર જામશે.પ્રથમ તબકકામાં જે 89 બેઠકો માટે આગામી 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેના માટે 788 ઉમેદવારો મેદાનમાં છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મોટાભાગની બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. જયારે બીજા તબકકમાં જે પાંચ ડિસેમ્બરે મતદાન થવાનું છે તે 93 બેઠકો માટે 1515 ઉમેદવારો હાલ મેદાનમાં છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સાંજ ચુંટણી ચિત્ર કિલયર થઇ જશે કંઇ બેઠક કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે સ્પષ્ટ થઇ જશ. આવતીકાલથી પ્રચાર-પ્રસારનો માહોલ બરાબર જામશે. 182 બેઠકો માટે બે તબકકામાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ બેઠકો માટે 8મી ડીસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.