કોઇપણ કારણોસર ડિવોર્સ લીધેલી તેમજ પતિથી અલગ રહેતી સ્ત્રીઓ માટે વિચારવાની અને સમાજમાં આ અંગે બદલાવ લાવવાની જરૂર છે: શાળા નં.૯૩ના આચાર્યનો વિચાર પ્રસ્તાવ
‘સમાજમાં વિધવાઓ અને ત્યકતાઓ પણ ખુલીને જીવી શકે છે’-શાળા નં.૯૩ના આચાર્ય વનિતાબેન રાઠોડે આ અંગે પોતાની સહાનુભૂતિ અને વિચારો દર્શાવ્યા હતા. તેમજ કોઇપણ કોરણોસર ડિવોર્સ લીધેલી તેમજ પતિથી અલગ રહેતી સ્ત્રીઓ માટે વિચારવાની અને સમાજમાં બદલાવ લાવવાની જરૂર છે. તે અંગે સમર્થન આપ્યું છે.
વધુ તેમણે આ અંગે સમથન આપતા જણાવ્યુ હતું કે, આપણા સમાજમાં આ બાબતે એક મોટા સુધારાની જરૂર છે. સમાજનાં જવાબદાર લોકોએ એ ચિંતા ચેવવી જોઇએ કે, આવી મહીલાઓનાં જીવન ફરી હર્યાભર્યા બને. તેનાં જીવનમાં ફરી વસંત ખીલે શકય હોય તો બીજા લગ્ન કરાવવા જોઇએ. આવા પરિવારનાં વડિલો, સમાજ આગેવાનો કે અગ્રણીઓએ આમાં આગળ આવી. સમજણથી સમાજમાં વિધવા સ્ત્રીને ફરી જીવનમાં ઉમંગ લાવવા પ્રયાસો કરવા જોઇએ યોગ્ય પાત્ર સમાજમાં શોધી આપવા જોઇએ. જો કે, ઘણા લોકો એવુ માને છે કે, વિધવા સ્ત્રી સાથે લગ્ન કરવા યોગ્ય નથી હોતા. અને આવી સ્ત્રીનાં ઘરમાં આવવાથી અશુભ ઘર બનશે. પરંતુ હવે આજનાં આધુનિક યુગમાં આવી અંદાશ્રધ્ધાને પ્રોત્સાહન ન આપવું જોઇએ. અંધવિશ્ર્વાસમાં વિશ્ર્વાસ ન રાખવો જોઇએ. અને હકારાત્મકતાથી આ કાર્ય પુણ્યનું કાર્ય માની વેગ આપવો જોઇએ.
આ મુદ્દો ખુબ મોટો મુદ્દો છે. પત્નિ મરી જાય તો પતિ તુરંત જ પરણી જાય છે. ને એના માટે કોઇ ખોટી માન્યતાનાં બંધન નથી તો સ્ત્રીઓ માટે શા માટે? હિનદુરતાનમાં વિધવા બિચારી ન થાય તે માટે દિયર વટુની પ્રથા છે. વિચારો એક સ્ત્રી ઘર છોડી નવા સંસારમાં આવે છે. વર મારી જાય તો સંપતિ અને બાળકોનો પ્રશ્ર્ન થાય છે. દિયર સાથે દિયર વટું કરવાથી બાળકો ઘરમાં જ રહે છે. નોધારા થતો નથી અને મિલ્કત પણ સરાવાઇ છે.
આ ઉપરાંત ડિવોર્સ કે પતિથી અલગ રહેતી સ્ત્રી બાબતે પણ હાલમાં ખુબ વિચારવાની અને એમના માટે પણ બદલાવ લાવવાની તાતી જરૂર છે. ડિવોર્સ છુટાછેડા લેનાર સ્ત્રી તેની જિંદગી હારી ગઇ છે. તેમ ન સમજવું જોઇએ. સારા પાત્ર પડ્યા જ છે. અને આવી સ્ત્રીઓએ બીજા લગ્ન ન કરવા હોય તો તે પગભર થઇ કોઇનો બોજ બન્યા વગર નવી ઇનીંગ શરૂ કરી શકે. તેવું જ પતિથી અલગ રહે તેનું. આવી સ્ત્રીઓને માટે પણ ખુલ્લુ આકાશ છે.