ઝેરી ઈન્જેકશન, ઈલેકટ્રીક ચેર અને ગોળી મારવી સહિતના મૃત્યુદંડની જગ્યાએ ફાંસીના માચડે ચડાવવા વધુ અનુકુળ: કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ

વિશ્ર્વના ઘણા દેશોમાં મૃત્યુદંડ માટે ઝેરી ઈન્જેકશન, ઈલેકટ્રીક ચેર તેમજ ગોળી ધરબી દેવામાં આવે છે. આ તમામ પ્રકારની સજાઓમાં ગુનેગારને અસહ્ય દુ:ખાવાનો અનુભવ થાય છે. માટે આ પ્રકારની મૃત્યુદંડની સજાઓને ક્રુર ગણવામાં આવે છે. અલબત ફાંસી આપવાી ગુનેગારને દુ:ખાવો ઓછો થાય છે. જેથી મૃત્યુદંડમાં ફાંસીને ઉત્તમ માનવામાં આવે છે.

કેન્દ્ર સરકારે વડી અદાલતમાં ફાંસીએ લટકાવવાની સજાને મૃત્યુદંડ તરીકે શ્રેષ્ઠ ગણાવી છે. તાજેતરમાં મૃત્યુદંડમાં ઓછી દર્દનાક હોય તેવી પધ્ધતિ માટે પીઆઈએલ કરવામાં આવી હતી. સરકારે આ મામલે કેન્દ્રમાં એફીડેવીટ કર્યું છે અને અન્ય પધ્ધતિનું પૃકરણ કર્યા બાદ ફાંસીની સજાને મૃત્યુદંડમાં ઉત્તમ ગણાવી છે.

હાલ ફાંસીના માચડે લટકાવવા સીવાયની જે સજા આપવામાં આવે છે તેમાં જરાક પણ ભૂલચુક થઈ જાય તો ગુનેગારને અસહ્ય યાતનામાંથી પસાર થવું પડતું હોય છે જે માનવીય અભિગમમાં ક્રુર માનવામાં આવે છે. પરિણામે અન્ય કોઈ પ્રકારની જગ્યાએ ફાંસીના માચડે લટકાવવામાં આવે તેવી દલીલ કરવામાં આવી છે. વિવિધ દેશોમાં અગાઉ આ મામલે સંશોધનો થઈ ચૂકયા છે. ઘણા દેશોએ ફાંસીની સજાને મૃત્યુદંડ તરીકે યોગ્ય ગણાવી છે જો કે કેટલાક દેશો એવા પણ છે જયાં લીલ ઈન્જેકશન, ઈલેકટ્રીક ચેર અને ગોળી મારી વ્યક્તિને મૃત્યુદંડ આપવામાં આવતો હોય છે જેને ખુબજ ઘાતકી ગણવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.