સૌર્ય ઉર્જામાં ‘આત્મનિર્ભરતા’ કયારે

મહામારીના કારણે આગામી બે વર્ષ સુધી ઉત્પાદકોને કોઈ નવા ઓર્ડર નહીં મળે

ભારતનાં સૂર્ય ઉર્જાના ઉત્પાદકોને જો ચીનમાંથી આયાત કરવામાં આવતા ઉપકરણોમાં કસ્ટમડયુટી માફ કરવામાં આવે તો ભારતને લગભગ ૫૦ હજાર કરોડના વિદેશી હુંડીયામણની ખોટ જાય તેમ ઓલ ઈન્ડીયા સોલાર ઈન્ડસ્ટ્રીઝ એસો. એ જણાવ્યું હતુ.

પહેલી જુલાઈ ઉર્જા અને નવી પૂન: પ્રાપ્ય ઉર્જામંત્રી આરકેસીંગે જણાવ્યું હતુ કે આ વર્ષે પહેલી ઓગષ્ટથક્ષ જો ડયુટી નાઠખતા પૂર્વે ખરીદીના હસ્તાક્ષર થાય તો લોકોનાં ઉપયોગ માટે સોલાર પ્રોજેકટનું ચીનની આયાત પર કર રાહત આપવાની દરખાસ્ત પર વિચારણા થઈ રહી છે.

અમને એ વાતનો આનંદ છે કે સરકાર ઘરેલુ ઉત્પાદનને વધારવા માટે અસરકારક પગલા ભરી રહી છે. પરંતુ સાથેસાથે નીતિ વિષયક પડકારો અને આ ક્ષેત્રમાં વિવિધકરની જોગવાઈઓનાં અમલ અને તેના વિલંબ અંગે બહુવિધ પડકારો પણ સામે આવી રહ્યા છે. ચેરમેન હિતેષ દોશીએ વધુમાં ઉમેર્યું હતુ કે દેશમાં ૨૫ગીગાવોટ જેટલી ઉર્જા ઉત્પાદન કરવા માટેની પરિયોજનાઓનાં અમલને પ્રોત્સાહીત કરવા માટે સરકારની અનેક વિધ સહાયકારી યોજનાઓ અને આર્થિક સહાયના ભાગરૂપે ચીનમાંથી કરવામાં આવતી આયાત પર ખાસ કર રાહતની જોગવાઈનો અમલ કરવામાં આવશે.

ઘરેલુ ઉર્જા ઉત્પાદનને વધુ પ્રોત્સાહિત બનાવવા અને આ ક્ષેત્રનો વિકાસ કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. અત્યારે કોવિડ કટોકટીનાં પગલે આગામી બે વર્ષ સુધી ઉત્પાદકોને કોઈનવા ઓર્ડર નહી મળે ત્યારે આ ક્ષેત્રનાં પ્રોત્સાહન માટે સરકારેઅત્યારના મંદીનાં દોરમાં દુ:ખદાઈ પરિસ્થિતિ અને ભવિષ્ય સુરક્ષીત કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

૩૧મી જુલાઈ સુધીમાં આ ક્ષેત્રના વિકાસ માટે સોલાર મોડયુલની આયાત પર પ્રાથમિક તબકકાની કસ્ટમડયુટી માં ૨૦ થી ૨૫% અને સેલ્સની આયાત પર ૧૫ % જેટલી ડયુટી મળીને કુલ બંને ચીજો ઉપર ૪૦% જેટલુ ટકાવારી થાય છે.

સરકારે આ ક્ષેત્રનાં પ્રોત્સાહન માટે આયાત ડયુટીમાં રાહત આપવાની જાહેરાતથી કોરોનાગ્રસ્ત કટોકટીના આ સમયગાળામાં ઉત્પાદ્કો માટે ચાલી રહેલા કપરાકાળમાં ઉદ્યોગોને પ્રોત્સાહિત આપવાની જરૂર છે.

ભારતમાં સૂર્યઉર્જાના પ્રોજેકટો માટે વિવિધ ઉપકરણોથી ચીનમાંથી ૮૫ થી ૯૦% મોડયુલ્સની આયાત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.