- શિક્ષણ લીધું છે તે નોકરીની રાહ જુએ છે, બાકી તો બધા કામે લાગી જાય છે: શિક્ષિત બેરોજગારી પાછળ આપણી શિક્ષણ પ્રણાલી પણ ઘણા અંશે જવાબદાર
- ભણતરથી બેકારી વધી કે ઘટી?
- શિક્ષણ લીધું છે તે નોકરીની રાહ જુએ છે, બાકી તો બધા કામે લાગી જાય છે: શિક્ષિત બેરોજગારી પાછળ આપણી શિક્ષણ પ્રણાલી પણ ઘણા અંશે જવાબદાર
નેશનલ ન્યૂઝ : શિક્ષણથી બેરોજગારી વધી કે ઘટી ? આ પ્રશ્નનો જવાબ થોડો કઠિન છે કારણકે આંકડા દર્શાવે છે કે જે રાજ્યના શિક્ષણનો વ્યાપ વધુ છે ત્યાં જ બેરોજગારીનું પ્રમાણ પણ સૌથી વધુ છે. હાલની વાસ્તવિકતા એ છે કે આજે પણ ભારતમાં 80 ટકા વધુ લોકો ’જાત મહેનત’ ઉપર નિર્ભર છે એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ જ છે. જ્યારે બાકીના જે બેરોજગારો છે તે મોટાભાગના નોકરીની રાહમાં બેરોજગાર રહ્યા છે. બાકી વ્યવસાયમાં તો અનેક તકો ઉપલબ્ધ જ છે.
’અમ્મી જાન કહેતી થી કોઈ ધંધો છોટા નહિ હોતા’ અને ’અમ્મી જાન કહતી થી’ ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા’ રઇશ મુવીનો આ ડાયલોગ જીવનમાં ઘણું શીખવી જાય છે. જો આ ડાયલોગને યુવાનો વળગી રહે તો બેરોજગારીના પ્રમાણમાં ઘણો સુધારો આવી શકે તેમ છે. એક અહેવાલ પ્રમાણે હજુ પણ ભારતમાં 80 ટકા લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે. એટલે કે પોતાનો વ્યવસાય કરે છે. આમાં નાના ફેરિયાથી માંડીને મોટા બિઝનેસમેન પણ આવી જાય છે. ભારતમાં વ્યવસાયનું પ્રમાણ ખૂબ વધુ છે એટલે જ બેરોજગારીનું પ્રમાણ થોડું નીચું છે.
બીજો એક અહેવાલ એવો છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ દેશમાં સૌથી ઉંચુ છે તેવા કેરળ રાજ્યમાં જ બેરોજગારીનો દર સૌથી ઊંચો છે. આની પાછળનું કારણ એ છે કે ત્યાંના લોકો સેલ્ફ એમ્પ્લોયડ માટે ઈચ્છા ધરાવતા નથી અથવા તો તેની પાસે સેલ્ફ એમ્પ્લોયડ થવાની પૂરતી તકો ઉપલબ્ધ નથી.
આ બન્ને અહેવાલો ઉપરથી એક જ તારણ નીકળે છે કે શિક્ષણ લીધું છે તે નોકરીની રાહ જુએ છે, બાકી તો બધા કામે લાગી જાય છે. દેશમાં જે શિક્ષિત બેરોજગારી છે તેની પાછળ આપણી શિક્ષણ પ્રણાલી પણ ઘણા અંશે જવાબદાર માનવામાં આવે છે. કારણકે અત્યારે મોટાભાગના કોર્ષ એવા છે જે પ્રેક્ટિકલ નથી. ઉપરાંત ડીગ્રી મેળવ્યા બાદ કોઈ નાનો વ્યવસાય કરવામાં ક્ષોભની અનુભૂતિ પણ બેરોજગારી વધારી રહી છે.
બીજી બાજુ પહેલાના સમયમાં નાના બાળકો પોતાના પિતાના વ્યવસાયમાં જોડાતા હતા. જેથી બાળકો અભ્યાસની સાથે બાળપણથી જ વ્યવસાયમાં કુશળતા હાંસલ કરી લેતા હતા. પણ ચાઈલ્ડ લેબર એક્ટ લાગુ પડ્યો છે ત્યારથી બાળકોને કામ કરવા ઉપર પ્રતિબંધ આવી ગયો છે. સરકારે આ મામલે પણ વિચારવાની જરૂર છે.
ડીગ્રી મેળવ્યા બાદ કોઈ નાનો વ્યવસાય કરવામાં ક્ષોભની અનુભૂતિ પણ બેરોજગારી વધારી રહી છે: ભારતની મોટાભાગની વસ્તી હાલની તકે સેલ્ફ એમ્પ્લોયડ જ છે: ભણતર પ્રમાણેની નોકરી મેળવવાના પ્રયાસમાં પણ યુવાનો બેરોજગારી વેઠી રહ્યાં છે