વિદેશી યુનિવર્સિટીઓમાં આંબેકડરની પ્રતિમા અને તેના ઇતિહાસને અભ્યાસક્રમનો ભાગ બનાવાયો
ભારતીય બંધારણના ઘડવૈયા અને દલીતોના મસિહા ડો. ભીમરાવ આંબેડકરનું નામ આજે પણ ઉજાગર છે. અને ભારતમાં તો ઠીક જયારે વિદેશોમાં આંબેડકરની સંસ્થાઓ બને ત્યારે ખરેખર ગર્વ મહેસુસ થાય છે. અમહસેટની મસાચુસેપ્સ યુનિવર્સિટીનું ઉદધાટન પમી મેના રોજ થયું હતું. જેમાં ડો. ભીમરાવ આંબેકડરની પ્રતિમા સ્થાપિત કરાઇ છે. અને તેના ઇતિહાસને અભ્યાસક્રમમાં પણ જોડવામાં આવ્યા છે. જેનો પ્રોગ્રામ બોસ્ટોનમાં રહેલા ભારતીય દલિતોથી શકય બન્યો છે.
કેનેડાની ત્રણ યુનિવર્સિટીમાં આંબેડકરના મેમોરિયલ લેકચર યોજવાની શરુઆત થઇ છે. તો યુએસ અને કેનેડામાં વાઇબ્રંટ દલીત દિયાસપોરા સંઘ પણ છે. તેમણે કેમ્પસમાં રજુઆત કરી હતી કે જયારે તમે ગાંધીજી, માર્ટીન બુથર કિંગ અને મન્ડેલાનો સમાવેશ અભ્યાસ ક્રમમાં કરો છો કે માનવ અધિકારના માર્ગદર્શક આંબેડકરને પણ સ્થાન આપો હવે નેશનલ કાઉન્સીલ કલ્ચરલ રિલેશન હવે ડો. ભીમરાવ આંબેડકરથી પ્રેરીત સેમસ્ટર પઘ્ધતિની શરુઆત પણ કરશે.
દલિત સમાજ વિશ્ર્વભરમાં નોર્થ અમેરીકાથી યુરોપ અને ઓસ્ટ્રેલીયા સુધી સમાજનું વર્ચસ્વ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે તેમનું માનવું છું કે આંબેડકર માત્ર જ્ઞાતિ નથી પણ સોશિયોલોજી છે અને તેની હાલ દેશભરમાં બોલબાલા છે.