હિટલર પર બનેલી નવલકથાને ટોપ બુક એવોર્ડ એનાયત

જયારે પણ રામ ભગવાનને યાદ કરવામાં આવે છે ત્યારે રાવળને પણ સ્મૃતિમાં લેવામાં આવે છે. તેવા જ એક શકિતશાળી નેતા હિટલરનો તાનાશાહી તેમજ જર્મન રાજનીતીમાં ભારે દબદબો રહ્યો હતો. ભારતના ચિહન સ્વાસ્થીકને પોતાનો લોગો બનાવીને તેણે જર્મનમાં રાજ કર્યુ, બીજા વિશ્ર્વયુઘ્ધનુ મૂળભૂત કારણ રહી ચૂકેલા હિટલરના નેતૃત્વથી સૌ કોઇ વાકેફ છે ત્યારે આજે પણ હિટલર ઘૂમ મચાવી રહ્યો છે. વુઇલાર્ડ નામના લેખકે રાઇઝ ઓફ હિટલર નામની નવલ કથામાં તેના ખોફનાક તાનાશાહી વિશેનું વર્ણન કર્યુ છે. ૧૬૦ પાનાંની આ પુસ્તક ર્જમન ઉઘોગ તેમજ અર્થતંત્ર સાથેના હિટલરના સંબંધોની ઝાંખી છે. આ બુકને પેરિસમાં ફ્રાન્સની ટોપ બુક યાદી અંતર્ગત એવોર્ડ એનાયત  કરવામાં આવ્યો હતો. લેખકે જણાવ્યું હતું કે તે દર્શાવવા માગતા હતા કે હિટલરના શાશનમાં પરિસ્થિતિએ ઉઘોગપતિઓને કઇ રીતે મજબુર કર્યા હતા. અને તેઓ તે દ્રશ્યોને જીવંત કરવા માંગતા હતા. આ સહીત તેમણે કિસઅપિયર ઓફ જોસેફ મેન્ગેલ જેવી પુસ્તકો પણ લખી છે. અન્ય એક લેખક એસ.એસ.ડોકટરે એન્જલ ઓફ ડેથ નામની નવલકથા લખી હતી જેમાં તેમણે ૧૯૫૦ અર્જન્ટીનામાં કેદીઓ પર થયેલા અત્યાચાર વિશે લખ્યું છે. જયારે વુઇલાર્ડએ ૧૦ યુરોનું ઇનામ વિજેતા બની મેળવ્યું છે. આ પુસ્તકની ૪,૫૦,૦૦૦ થી પણ વધુ કોપીઓ વેચાઇ છે. તેમજ વર્ષની બેસ્ટસેલર બુકાં પણ નામ મેળવ્યું છે. આ સાથે જ તેઓ પ્રથમ મહીલા સેન્ચ્યુરી ઓલ્ડ વિજેતા બની હતી.

તેઓ સ્ત્રી, પુરૂષ તેમજ પબ્બિશરને જોઇને આ નિર્ણય લીધો નથી પરંતુ તેમનું પુસ્તક જ તમને વધુ જણાવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.