મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલ મતદાન જાગૃતિ અભિયાનમા સામે આવ્યું કે રાજકોટના ઝુપડપટ્ટી અને સ્લમ એરિયામાં 70થી 72% લોકોમાં મતદાન વિશેની જાગૃતિ છે જ્યારે પોશ અને મધ્યમ વિસ્તારમાં મતદાન વિશે ઉદાસિનતા દેખાય છે

  1. 27% બહેનોનું એવું માનવું છે કે મત તો ઘરના વ્યક્તિઓ કહે છે એટલે આપીએ છીએ પણ મત દીધે કોનું સારું થવાનું છે?
  2. 71% પૂરૂષોનું માનવું છે કે મત આપવો એ આપણી ફરજ અને હક બંને છે
  3. પ્રૌઢ અને વૃધ્ધોની સરખામણીમા યુવાનોમાં મતદાન વિશે ઉદાસિનતા વધુ
  4. 45% યુવાનો ઓનલાઈન વોટીંગ પધ્ધતિ હોવી જોઈએ એવું માને છે.
  5. 54% નોકરીયાત અને વ્યવસાયી પ્રૌઢનું માનવું છે કે ઓનલાઇન વોટીંગ અત્યારના સમયની તાતી જરૂરીયાત છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો  આગામી 20-11-22ના રોજ 34માં સ્થાપના દિવસ હતો.આ સ્થાપના દિવસ  નિમિત્તે  ભવન અધ્યક્ષ અને અધ્યાપકોના માર્ગદર્શન માં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં મનોવિજ્ઞાન ભવનના એમ.એ. સેમ-2/4 અને પીજીડીસીસી ડિપ્લોમા અને પીએચ.ડી.ના 72 જેટલા વિદ્યાર્થીઓ રાજકોટના અલગ અલગ સ્થળો પ્રદ્યુમન પાર્ક, રેસકોર્સ, બહુમાળી ભવન, વિમલનગર ચોક, પુષ્કરધામ, ક્રિસ્ટલ મોલ, રૈયા ગામ, રેલવે જંકશન, આજીડેમ, લોહાણા મહિલા કોલેજ, રિલાયન્સ મોલ, ધરમનગર, ગંગોત્રી પાર્ક, રૈયાધાર, સરિતા વિહાર, ઉમા સદન રોડ, સમરસ હોસ્ટેલની સામેની સાઈડ વિસ્તાર, કીડની હોસ્પીટલ, ભગવતીપરા, સ્વામિનારાયણ મંદિર, નવું મુંજકા, નાનામૌવા, ભક્તિનગર રેલવે સ્ટેશન, મવડી ચોક, પ્રેમ મંદીર જેવા અનેક સ્થળોએ જઈ લોકોને મતદાન કરવા બાબતે જાગૃત કર્યા હતા.

આ અભિયાનમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની ઓળખાણ આપવામાં આવી અને પછી લોકોને મતદાન કરે છે કે નહિ તે વિશેની પ્રાથમિક પુછતાછ કરવા આવી. જો કોઈ વિસ્તારના લોકો મતદાન ન કરતા હોય તો વિદ્યાર્થીઓ દ્વારા તેમને મતદાન કરવા અંગે સમજાવવામાં આવ્યા.

મનોવિજ્ઞાન ભવનના 72 વિદ્યાર્થીઓની ટીમે 4000થી 4600 જેટલા લોકોને મળીને મતદાન અંગે વાતચીત કરીને લોકોને જાગૃત કરેલ હતા.

  • અલગ અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને સામે આવેલા પ્રશ્નો 

  • અશક્ત વૃદ્ધ લોકોનું માનવું છે કે મતદાન મથકે જવા કરતા અમારી પાસે આવી મતદાન કેમ ન કરાવી શકાય?

જ્યારે મતદાન જાગૃતિ અંગે જણાવતા હતા ત્યારે સ્ત્રીઓ કરતા પુરુષો એ બાબતમાં વધારે સહમત હતા. જ્યારે સ્ત્રીઓમાં સાંભળવા અને જવાબ આપવામાં નીરસતા જોવા મળી. બધા લોકોનો મત એ જ હતો કે એક દેશના નાગરિક તરીકે આપણે સાચા વ્યક્તિને મત આપવો જોઈએ જેથી આપણા દેશનો સાચો વિકાસ થાય.વિદ્યાર્થીઓએ તેમની ઉંમર, ઘરમાં કેટલા સભ્યો રહે છે, તેમની માહિતી પૂછી. ત્યારબાદ પૂછ્યું કે તમે લોકો મતદાન કરો છો? તેમાંથી ઘણા લોકો મતદાન કરે છે, તેમાંથી ઘણાએ એમ પૂછ્યું કે અમારે શા માટે મત આપવો જોઈએ? તો વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ભારતના નાગરિક તરીકે મત આપવો જરૂરી છે. જે લોકો મતદાન કરતા નથી તેમને સમજાવ્યા કે મત આપશો તો તમારી પરિસ્થિતિ સુધરી શકશે. પછી તે લોકોએ કહ્યું કે અમે હવેથી મત દેવા જશું.

ઘણા લોકો એવા હતા જે તેમના વતનથી દુર હતા ને ફક્ત મતદાન માટે જઈ શકતા નહોતા તેમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા અને કહ્યું કે આપનો એક મત પણ ખૂબ કિંમતી હોય છે. ઘણા એવા ઉદાહરણો જોવા મળે છે કે એક નેતા ફક્ત 1 કે 2 વોટથી હારી જાય છે તો તમે મતદાન કરવા અચૂક જજો.

જે વ્યક્તિઓ પાસે ચૂંટણી કાર્ડ ન હતા. તો તેમને ચૂંટણી કાર્ડ કઢાવી પોતાના અધિકાર વિશે જાગૃત થવા કહ્યું. અને તેમણે કહ્યું કે હવે હું ચૂંટણી કાર્ડ જરૂરથી કઢાવીશ.

વૃદ્ધોમાં જોવા મળ્યું કે તેઓ જીવન પ્રત્યે આશા છોડીને હવે મતદાન દેવા શુ જવું એવુ વિચારે છે તેમને ત્યા વૃધ્ધો માટે રહેલી સુવિધાનો ખ્યાલ આપ્યો અને  સમયે મતદાન આપવા જવાની અપીલ કરી.

ઘણા ગુજરાત રાજ્યની બહારના લોકોને મળ્યા હતા તેણે જણાવ્યું હતુ કે તે મત આપવા જતા નથી ત્યારબાદ તેમને મતદાન કરવાં ભલામણ કરવામા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.