ખંભાળીયામાં રેલવે દ્વારા જડેશ્ર્વર ફાટક દુર કરી અન્ડરબ્રીજ બનાવવાનું જે કામ હાથ ધરવામાં આવ્યું છે જે તદ્દન ગોકળ ગતિથી ચાલી રહ્યું છે. આ સ્થળે ખોદકામના ખાડા-ટેકરાઓ જેમ તેમ સ્થિતિમાં છોડી દેવામાં આવ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી સંગ્રહ થાય તો જીવલેણ બનાવની દહેશત નકારી શકાય નહીં, આ હકિકતની રેલવે દ્વારા ગંભીર નોંધ લઇ સંભવિત ભાવિ જોખમ ટાળવા બાંધકામને સંપન્ન કરવા સમયની માંગ છે. આ બાબતે ભૂતપૂર્વ આર્મીમેન વજુભાઇ વોરિયાએ રજુઆત કરી છે.
અધુરા થોડી દેવામાં આવેલ આ કામની વિગત એવી જ છે કે આરોગ્ય વિભાગ દ્વારા રેલવે ફાટક આગળ જનરલ હોસ્પિટલ બનાવવામાં આવી હતી.પરંતુ ઇમરજન્સી કેસના દર્દીઓને હોસ્પિટલમાં પહોચડવામાં બને ફાટકનું બંધ રહેવું એ મોટી મુંઝવણ હતી. જેથી રેલવે દ્વારા જડેશ્ર્વર ફાટક દુર કરી ત્યાં અંડર બ્રીજ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું જે કામ બે વર્ષથી વધુ દિવસોથી શરુ કરવામાં આવ્યું હતું. જે અવિરત કે સળગપણે કામ કરવામાં આવતું ન હોય થોડા થોડા દિવસે ક્રમશ ક્રમશ કામ કરવામાં આવતું હોવાથી અત્યાર સુધીના સમયમાં પણ આ પ્લાન પૂર્ણ થયો નથી. આયોજકો દ્વારા આવકાર દાયક સાહસ કરી રેલવે ટ્રેક નીચે આઠ થી દસફુટ હેઠળ બોગદુ બનાવી સીમેન્ટના ક્રોકીટ સ્થંભો બનાવી અંડર બ્રીજ બનાવવામાં આવ્યો છે. પરંતુ બ્રીજ વચ્ચે પસાર કરવાના માર્ગ માટે જે ખોદકામ કરવામાં આવ્યું છે જેમાં થયેલા ખાડા તથા નીકળેલ પથ્થર, ધુળ, કાકરા માટી ના ઢગલા ખડકવામાં આવ્યા છે.
વાસ્તવિકતા એ છે કે આવડા મોટા ખાડાઓ તથા ઢગલાઓ જે તે સ્થિતિમાં જ રાખી કામ અધરુ છોડી દેવામાં આવ્યું છે. આવા સમયે ચોમાસુ નજીકમાં આવી રહ્યું છે. વરસાદના કારણે આ ખાડાઓમાં ભરાય જાય.ફાટકનો આગળના વિસ્તારમાં સ્કુલ , શાળા, સોસાયટીઓ અને ગ્રામ પંચાયતનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારના મોટાભાગના રાહદારીઓ આ ખુલ્લા ફાટક ને ઓળંગી નેજ પસાર થાય છે.સ્થિતિ એવી જોખમકારક સર્જાય છે કે ઉપર સપાટી પર રેલવે પાટા અને નીચે તળિયામાં ખાડા ચોમાસામાં ખાડામાં પાણી ભરાઇ જવું આવી તમામ હાલતથી ભવિષ્યમાં પશુઓ કે નાના મોટા વિદ્યાર્થીઓના અકસ્માતની દહેશત નકારી શકાતી નથી.ચોમાસુ નજીક આવી રહ્યું છે. છતાં પણ અધુરા છોડવામાં આવેલ કામને હાથ ધરવામાં આવતું નથી. રેલવે તંત્ર દ્વારા હોસ્5િટલના નેજા હેઠળ સ્ટેશન નજીક કોઇ વાહન ચાલક ભૂલથી પણ વાહન પાર્ક કરે તો દંડ કરે છે. કે કેસ કરે છે. પણ માનવહિત જયારે જોખમમાં મુકાય છે તે મુજબ અધર છોડવામાં આવેલ કામ બાબતે કોઇ કાર્યવાહી થતી નથી.
કદાચ કોઇ એવી મુંઝવણ હોય કે કામમાં વિલંબ થતો હોય તો ખુલ્લા જયારે ફાટક તોડી પાડવામાં આવ્યું છે. અને વર્ટમાર્ગઓ માત્ર પાટા ઓળંગે છે. ત્યારે તેઓને રોકવા સિકયુરીટી રાખવી જોઇએ. આગળ આવેલ શાળા હાઇસ્કુલના વિઘાર્થીઓ સાયકલ સાથે પાટા ટપે છે કયારે? કોઇ અકસ્માત સર્જાય તોજવાબદારી કોની?