કલાકારે જીવનમાં સતત શિખતું જ રહેવું પડે છે. કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં એકેડેમીક સેશનમાં રંગભૂમિના વિવિધ કલાકારો દરરોજ સાંજે લાઈવ આવીને યુવા કલાકારોને માર્ગદર્શન સાથે પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. આ શ્રેણી સોશિયલ મીડિયાના સથવારે દુનિયાના ખૂણેખૂણેથી કલારસિકો જોઈરહ્યા છે. દરેક યુવા કલાકારોએ આ શ્રેણી જોવી જરૂરી છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી
તમારો જન્મ જે કર્મ માટે થયો હોય, તમારૂ ભાગ્ય તમને એ કર્મ તરફ લઈ જાય છે, અને બ્રહ્માંડ આ કાર્યમાં સાથ આપે છે
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
ગઈકાલના મહેમાન ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત અભિનેત્રી મીનલ પટેલ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં પધાર્યા જેમનો વિષય હતો ’રંગભૂમિની રંગત, મારી અનુભવ સૃષ્ટિ’ ખરેખર રંગભૂમિની ખૂબ રંગત મણી છે મીનલબેને. જેમની ત્રણ પેઢી રંગભૂમિ સાથે જોડાઈ હોય એ રંગભૂમિ પર જ કાર્યરત હોય એ સ્વાભાવિક છે. ભૂતકાળની વાતો યાદ કરતા દાદા દામોદર મજુમદાર અને પિતા દિનું મજુમદારની રંગભૂમિ અને એમની ફિલ્મોની સફર વિશે વાત કરી. મીનલબેને જણાવ્યું કે હું પણ આ ક્ષેત્રમાં અકસ્માતે,અનાયાસે જ આવી છું. મારુ દ્રઢ માનવું છે કે તમારો જન્મ જે કર્મ માટે થયો હોય, તમારું ભાગ્ય તમને એ કર્મ તરફ લઈ જ જાય છે. અને સમગ્ર બ્રહ્માડ આ કાર્યમાં સાથ આપે છે.
એક્ટીંગ વિશેની કોઈ જ સમજ ન હોવા છતાં લાગતું કે રંગભૂમિ જ મારું જીવન છે. એ વખતે રંગભૂમિ પર ક્ધયા પાત્ર નહોતા મળતા પણ ઘરમાંથી આવા નાટયકાર્ય માટે કોઈ બાધ નહોતો, કોઈ બંદી નહોતી.દસમાં ધોરણમાં પ્રથમ વાર એકાંકી કરવાનો અવસર મળ્યો, યાદશક્તિ પર સારી પકડ હોવાથી બંગાળી નાટકમાં પણ કામ કર્યું. અને કાંતિ. મડિયા સાથે કામ કરવાનો અવસર મળ્યો.દીનું ત્રિવેદી,નામદેવ લહુટે જેવા કલાકારોને જોઈ ઘણું શીખવા મળ્યું. એક્સપિરિયન્સ, ઓબ્ઝર્વેશન, ઇમેજીનેશન આ ત્રણ વાતોથી જીવનમાં હમેશા કંઈક નવું શીખવા મળે છે.
મીનલબેને આજે કાંતિ મડિયા,ઉપેન્દ્રભાઈ, કિશોર ભટ્ટ, તારક મહેતા દરેકને અંતરથી નમન કર્યા જેમની પાસે ઘણું શીખવા મળ્યું. અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી અને પ્રાયોગિક રંગભૂમિના નખશિખ અભિનેત્રી મીનલ પટેલે આજે ઘણી એવી માહિતીઓ આપી જે તખ્તાનાં રંગકર્મી એ જરૂર જાણવી જોઈએ. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. તો આજે જ કોકોનટ થિયેટર અને અબતકનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીને રોજ જાણિતા કલાકારોને મળી શકો છો.
આજે જાણિતા અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર
‘જુની રંગભૂમિ’ વિષયક ચર્ચા-અનુભવો યુવા કલાકારો-કલારસિકો સાથે શેર કરવા આજે સાંજે 6 વાગે છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી તખ્તા સાથે જોડાયેલા અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર લાઈવ આવશે. કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં તેઓ જૂની રંગભૂમિથી લઈને આધુનિક રંગભૂમિ સુધીના સાક્ષી છે, અનુભવી છે. ઉત્કર્ષ મઝુમદાર યુવા પેઢીના માર્ગદર્શક છે. તેમના નાટકો આજે પણ લોકો યાદ કરે છે.
અભિનયના તમામ પાસા સાથે સ્ટેજની દુનિયાના વિવિધ પહલુથી તેઓ વાકેફ હોવાથી હોવાથી તેમનું માર્ગદર્શન યુવા કલાકારો માટે શિક્ષણના શ્રેષ્ઠ પાઠો ગણાય છે. તેઓ જાણિતા કલાકારની સાથે રંગભૂમિના છાત્રો માટે એક આદર્શ શિક્ષકની ભૂમિકા ભજવે છે.