મન હોય તો માળવે જવાય !!!
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચુંટણી યોજાઈ હતી જેમાં મહારાષ્ટ્રનાં સતારા જિલ્લાનાં કમ્બલેશ્વર ગામ કે જે મુંબઈથી ૨૩૨ કિલોમીટર દુર આવેલું છે તે ભારે વરસાદનાં કારણે કાદવ-કિચડથી લથપથ થઈ ગયું છે ત્યારે ચુંટણી હોવાથી ગામવાસીઓએ એક નવતર પ્રયોગ કરી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જો વિગતવાર વાત કરવામાં આવે તો કમ્બલેશ્વર ગામનાં રહેવાસીઓએ ટ્રેકટર ટ્રોલી પાથરી મતદાન કર્યું હતું. ફલટન તાલુકાનાં કમ્બલેશ્વર ગામ ભારે વરસાદનાં કારણે કાદવ-કિચડથી લથપથ થતા અને વાતાવરણમાં ફેરબદલ થતા આખા ગામમાં કાદવ-કિચડ થઈ ગયું હતું ત્યારે મતદાન કેવી રીતે કરવું તે સૌથી મોટો પ્રશ્ન કમ્બલેશ્વર ગામ સમક્ષ હતો પરંતુ ૨૮૮ બેઠકો માટે જે ચુંટણી લડાઈ રહી હતી તેમાં પોતાના મતાધિકારનો ઉપયોગ યોગ્ય રીતે થાય તે માટે ગામનાં લોકોએ ટ્રેકટર ટ્રોલીનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું એટલે કહી શકાય કે મન હોય તો માળવે જવાય. ઈલેકશન કમિટી દ્વારા ૩૫૧ નંબર અને ૩૫૨ નંબરનાં બુથો મતદારો માટે સ્કુલમાં ઉભા કરવામાં આવ્યા હતા. કમ્બલેશ્વર ગામનાં લોકો દ્વારા જે નવતર પ્રયોગ કરી મતદાન કરવામાં આવ્યું હતું તેનાથી ઈલેકશન કમિશન અને સ્થાનિક તંત્રની પણ નજરે આવ્યું હતું. ભારે કાદવ-કિચડનાં કારણે ઈવીએમ મશીનને પણ ટ્રેકટર મારફતે પોલીંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.