અબતક, અમદાવાદ
જાન્યુઆરી માસમાં ગુજરાતમાં 141 મેટ્રિક ટન ચાંદીની આયાત કરાઈ
સોનુ તો સોનુ છે પરંતુ ચાંદીની ચમક પણ સહેજ પણ ઉંચી થઇ નથી સામે ચાંદીની માગમાં પણ અનેક ગણો વધારો થયો છે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો જાન્યુઆરી માસમાં 141 મેટ્રિક ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી જેના ઉપરથી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે કે રોકાણકારો માટે ચાંદીમાં રોકાણ કરવું ખૂબ જ લાભદાયી નીવડી રહ્યું છે. ચાંદીનો પ્રતિ કિલો નો ભાવ 61 હજારથી નીચે જોવા મળ્યો છે. તે તરફ ડિસેમ્બર ૨૦૦૧માં ગુજરાતમાં 20 મેટ્રિક ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી.
હિન્દી માત્ર રોકાણ માટે જ નહીં પરંતુ ઔદ્યોગિક ચીજ વસ્તુઓ ના ઉપયોગમાં પણ લેવામાં આવતું હોય છે અને મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશ માં વધુ ને વધુ ચાંદી ની માંગમાં વધારો થતાં બુલિયન માર્કેટમાં પણ ચાંદી નું મહત્વ વધ્યું છે. ના રોજ ચાંદીનો પ્રતિ કિલો નો ભાવ બાદશાહ 62,500 રૂપિયા જોવા મળ્યો હતો. ત્યારે રોકાણકારોનુ માનવું છે કે હાલ જે રીતે ચાંદીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે તેને લઇ આગામી દિવસોમાં ચાંદીનો પ્રતિ કિલો નો ભાવ ૭૦ હજાર રૂપિયા અને પાંચ છે તો નવાઈ નહીં. તરફ સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ ને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેને જોતા ચાંદીની માગમાં પણ હવે વધારો જોવા મળશે કારણ કે ઔદ્યોગિક વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવવા માટે અથવા તો અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટે ચાંદીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી ચાંદીની માંગ આવનારા દિવસોમાં વધુ ને વધુ જોવા મળશે.
તો બીજી તરફ આજના યુવાધનમાં ચાંદી નું મહત્વ પણ વધ્યું છે તેઓ ચાંદી પ્રત્યેનો તેમનો લગાવ વધવાનું મુખ્ય કારણ એ છે કે ચાંદીમાં વિવિધ પ્રકારની ડિઝાઇનો મળતી હોય છે અને તે સરળતાથી મળી જતાં તેનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી અને સરળ થયો છે. રોકાણકારોનુ માનવું છે કે ચાંદીમાં ૨૫ ટકા જેટલો શેર ઉદ્યોગિક વિસ્તાર માટેનો છે. હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ચાંદીની ચમક સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે.