પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીની છ માસિક પુણ્ય સ્મૃતિ નિમિતે વંદનાજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો

ગોંડલ સંપ્રદાયના આદર્શયોગિની પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીની છ માસિક પુણ્યસ્મૃતિ નિમિતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે વંદનાંજલિ અર્પણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટના રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ – સી.એમ. શેઠ પૌષધશાળાના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ, તપસ્વીની પૂજ્ય વનિતાબાઈ મહાસતીજીના સાંનિધ્યે આયોજિત આ અવસરે પૂજ્ય શ્રી હસ્મિતાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી આદિ અનેક-અનેક મહાસતીજીઓ તેમજ ચતુર્વિધ સંઘની પ્રત્યક્ષ ઉપસ્થિતિ સાથે સમગ્ર ભારત તેમજ પરદેશના અનેક-અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના ભાવ સાથે જોડાય ગયા હતાં. પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીનેપ્રભુજી તરીકે ઓળખાવીને આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ભાવાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, શરીરમાં વેદના હોવા છતાં નિર્દોષ, નિર્દંભ અને સહજ સંયમ જીવન જીવી જનારા પૂજ્ય મહાસતીજીનું જીવન અને એમનીવિદાય એક પ્રેરણા આપી રહી છે કે, જીવન જેમનું સહજ દશામાં વ્યતીત થયું હોય એમનું મૃત્યુ પણ સુસહજ બની જતું હોય છે. પરિસ્થિતિ ચાહે કોઈપણ હોય, સંયોગો ચાહે કેવા પણ હોય પરંતુ દરેક પરિસ્થિતિને સહજ બનાવવાની કળા પૂજ્ય મહાસતીજીની જેમ આપણે ખીલવવાની છે. વ્યતીત થતો દરેક સમય એક સંદેશ આપી રહ્યો છે કે, કોઈ સમય કદી કાયમ નથી રહેવાનો. આપણે દરેક સમયે અંતરના દ્રઢ સંકલ્પ સાથે આપણી સાધનાને પૂર્ણવિરામ તરફ લઈ જવાની છે. સંકલ્પ જો દ્રઢ હોય તો કોઈપણ સાધના સહજ બની જતી હોય છે.

sawde

રોયલપાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે આ અવસરે સ્વાગત વક્તવ્ય આપીને ધર્મને વિશ્વવ્યાપી બનાવી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવને ચાતુર્માસની વિનંતી કરી હતી.

આ અવસરે વિશેષભાવો સાથે ઉપસ્થિત રહેલાં મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, કોર્પોરેટરડો. રાજેશ્વરીબેન, જ્યોત્સનાબેન, ચેતનભાઈ સુરેજા,ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી, જીતુભાઈ બેલાણી આદિ મહાનુભાવોના કરકમલથી પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીના જીવન આધારિત પ્રભુ સ્મરણ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો.મેયર ડો. પ્રદીપભાઈ ડવ એ આ અવસરે કોરોના મહામારી સામે રક્ષણ આપતી વેક્સીન લેવાનો વિનમ્ર અનુરોધ કર્યો હતો.  પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીના પુણ્યસ્મૃતિ અવસરે, વર્ષ પેહલા તેઓના શ્રીમુખેથી વર્ષીતપ આરાધનાના પ્રત્યાખાન ગ્રહણ કરીને અનુક્રમે ઉપવાસ, મૌન ઉપવાસ અને એકાસણા તપની 16-16 મહિનાની ઉગ્ર આરાધના કરનારા શેઠ પરિવારના કેતનભાઇ શેઠ, વીણાબેન શેઠ તેમજ કુમારી હિલોનીબેન  શેઠના તપની અનુમોદના કરવામાં આવતા આ અવસર ન માત્ર શેઠ પરિવાર પરંતુ અનેક અનેક ભાવિકો માટે સંસ્મરણીય બની ગયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.