- કેસર કેરીના ઓછા ફાલને લઈ આ વર્ષે ઉંચા ભાવ રહેવાની સંભાવના: કેસરની વિમાન માર્ગે દુનિયાભરમાં નિકાસ થાય છે: પ્રથમ લોટ કેનેડા રવાના
ઉનાળાના આગમન સાથે જ સ્વાદ શોખીનો ફળોની મહારાણી અને ખાસ કરીને કેસર કેરી ના આગમનની કાગના ડોળે ડોલે રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે આ વર્ષે આગોતરી કેરી ની એન્ટ્રી તો એપ્રિલ મહિનામાં જ થઈ ગઈ હતી અને પોરબંદર અને જૂનાગઢમાં પ્રથમ કેરી ની આવક ને પગલે કેરીના બોક્સ વિક્રમ જનક રીતે ખૂબ ઊંચા દામે વેચાયા હતા, અલબત્ત આ વર્ષે સરેરાશ કેરીનું ઉત્પાદન 20 ટકા જેટલું થાય તેવી શક્યતા ના પગલે ભાવ ઊંચા રહેવાનો અંદાજ લગાવાય રહ્યો છે.
કેસર કેરી ધીરે ધીરે જુનાગઢ વિસાવદર મેંદરડા પોરબંદર પંથકના આગોતરા બગીચાઓની કેરીનું છૂટક આગમન શરૂ થયું છે પરંતુ તાલાલા યાર્ડમાં પેલી મેથી વિધિવત રીતે કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવશે.
તાલાલા પંથકના કેસર કેરીના હોલસેલ જથ્થાબંધ વેપારીઓ કમિશન એજન્ટો ની તાજેતરમાં જ બેઠક મળી હતી અને કેસર કેરીની આગામી સિજન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા, તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે 18મી એપ્રિલથી કેસર કરી ની હરાજી શરૂ થઈ હતી આ વખતે 13 દિવસ મોડી શરૂ થશે માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે કે ગયા વર્ષે કેસર કેરીની સીઝન 63 દિવસ ચાલી હતી દરમિયાન 10 કિલો ના 11,13,540 બોક્સ નું વેચાણ થયું હતું આ વર્ષે ઠંડી ઓછી પડવાના કારણે બગીચાઓમાં કેરીના પાકમાં ભારે ઔટ આવી છે અને ઉત્પાદન માંડ 20 થી 25 ટકા જેટલું થાય તેવી શક્યતા ના પગલે ભાવ ઊંચા રહેવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે .
તાલાલા યાર્ડમાં ગયા વર્ષે 10 કિલો કેરીના બોક્સ નો સરેરાશ ભાવ 425 રહ્યો હતો તાલાલા યાર્ડ માંથી કેસર કેરીના ઉત્પાદકને 47 કરોડ રૂપિયાની આવક થઈ હતી, આ વર્ષે કેરીનો ભાવ ઊંચો રહેવાની છે કેસર કેરીના બાગાયતદાર કિસાનોને હવે ઘર આંગણેજ કેરીનું વેચાણ કરવા માટેની સવલત મળશે તેના વેપારી મંડળે યાર્ડનો આ નિર્ણય વધાવી દીધો છે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં શરૂ થનારી કેસર કેરીની હરાજીમાં આ વખતે ખેડૂતો ને વેપારીઓ કમિશન એજન્ટોને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે સવલતો ઉભી કરવાનું નિર્ણય લેવાય છે ,યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા, સેક્રેટરી રમેશભાઈ એ જણાવ્યું હતું કે તાલાલા યાર્ડમાં કેસર કેરીના પોષણ અને સારા ભાવો મળી રહે તે માટે સારી ગુણવત્તાવાળી કેસર કેરી લાવવા કેસર કેરીના બાગાયતદારોને અપીલ કરવામાં આવી છે.
તાલાળાની કેસર કેરી અમેરિકા બ્રિટન અને કેનેડામાં પણ લોકપ્રિય
ફળોની મહારાણી કેસર કેરી નો રુવાબ આઝાદીકાળથી અકબંધ રહ્યો છે અંગ્રેજ શાસનમાં પણ તાલાલા ની કેસર કેરી બ્રિટનની મહારાણીના ડાઇનિંગ ટેબલ પર બરમીંગ હામ પેલેસ સુધી પહોંચતી હતી ..દેશના પ્રથમ વડાપ્રધાન જવાલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી ખાસ તાલાલા ની કેરી મંગાવતા હતા અત્યારે પણ તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પીડી માન્ય પેક હાઉસમાં પ્રોસેસ થયા બાદ 12 નંગની ભરતીવાળા ત્રણ કિલો વજનના આકર્ષક બોક્સ પેકિંગમાં તૈયાર થયેલ 400 બોક્સ કેનેડા 800 બોક્સ ઈંગ્લેન્ડ મોકલવા માટે અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે અને અમદાવાદથી આવતીકાલે એર કાર્ગો મારફત દેશના સીમાડા વટાવી કેસર કેરી કેનેડા યુકે જશે, કેસર કેરીના પેક હાઉસના સંચાલક દીપકભાઈ કાન્દેગરાએ જણાવ્યું હતું કે તાલાલા યાર સંચાલિત બેકહાઉસમાં ખુશ્બુદાર કેસર કેરીનું ગ્રેટીંગ વોશિંગ હોટ વોટર ટ્રીટમેન્ટ રાઇટીંગ પેકિંગ સ્ટફિંગ કરીને વિદેશમાં મોકલવામાં આવે છે ત્રણ કિલો નું એક બોક્સ નો આ વર્ષે 17 પાઉન્ડ એટલે કે 1700 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
ગોંડલયાર્ડ 30 હજાર કેરીના બોક્સથી ઉભરાયું
10 કિલો બોક્સનો ભાવ 700થી 2100 રૂપિયા રહ્યો
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધીમે ધીમે કેસર કેરીની આવક વધી રહી છે. ગઈકાલે 10 હજાર બોક્સ કેરીની આવક હતી. જ્યારે આજે કેસર કેરીના 11 હજાર બોક્સની આવક થઈ છે. આજનો 10 કિલો બોક્સનો ભાવ 700થી 2100 રૂપિયા રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીના ફળની વાત કરીએ તો ફળ પણ મોટું અને સારું જોવા મળી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ- ચાર દિવસમાં 65 હજાર બોક્સ કેસર કેરીની આવક થશે. સાથે કેસર કેરીના આજના ભાવ 10 કિલોના 2100 રૂપિયા સૌથી વધારે બોલાયા હતા. તાલાળાના કેરીના બગીચાના માલિક જગદીશભાઈએ જણાવ્યું કે તાલાળાની કેરી માર્કેટમાં અને અમદાવાદમાં ક્યારે આવશે? ત્યારે તેઓએ જણાવ્યુ હતું કે, અમદાવાદમાં તાલાળાની કેસર કેરી એક સપ્તાહમાં આવી જશે. સ્વાભાવિક છે કે તાલાળાની સ્થાનિક બજાર કરતા અમદાવાદમાં ભાવ થોડો વધારે રહેશે.