સુરેન્દ્રનગર 42.પ ડિગ્રી, રાજકોટ 41.પ ડિગ્રી, અમરેલી 41.2 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.8 ડિગ્રી
બિપોરજોય વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકશે. તેવી ભીતી વચ્ચે સુર્યનારાયણ આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ત્રણ સહિત રાજ્યના ચાર શહેરોના તાપમાન બુધવારે 40 ડિગ્રીથી વધુ નોંધાયા હતા. બફારાનું જોર પણ યથાવત છે. ગઇકાલે બુધવારે સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર 42.પ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટનું તાપમાન 41.પ ડિગ્રી, અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી રહેવા પામ્યુ હતું.
જ્યારે ભાવનગરનું તાપમાન 37.6 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 34.પ ડિગ્રી, પોરબંદરનું તાપમાન 3પ ડિગ્રી, મહુવાનું તાપમાન 3પ.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 36.4 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી, ડિસાનું તાપમાન 38.3 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.8 ડિગ્રી, વડોદરાનું તાપમાન 38.8 ડિગ્રી, ભૂજનું તાપમાન 38.6 ડિગ્રી તથા કંડલા એરપોર્ટ પરનું તાપમાન 39.3 ડિગ્રી નોંધાયુ હતું.