યોગ્ય રીતથી પીઝાનું સેવન કરવામાં આવે તો તે નુકસાન કરતા નથી : મેંદાના બદલે બાજરો સહિતનો બેઈઝથી પીઝા બનાવવામાં આવે તો તે સ્વાસ્થ્યવર્ધક નિવડે છે.
વૈશ્વિક સ્તર પર લોકોની સરેરાશ ઉંમર સમય સાથે ઘટતી જાય છે. આ માટ ઘણા પ્રકારની બીમારીઓનાં વધવાને પ્રમુખ કારણ માનવામાં આવે છે. બીજી તરફ લોકોની જે જીવન શૈલીમાં બદલાવ થયો છે તેના કારણે અનેક રોગ વિકરાાળ બન્યા છે અને તે જોખમી પણ સાબિત થયા છે. એક તારણ મુજબ અઠવાડિયામાં એકવાર પીઝાનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું જોખમ ઊભું કરે છે.
ઝંક ફૂડમાં પીઝા સૌથી પ્રચલિત છે અને લોકો તેનું સેવન સમયાંતરે કરતાં જ હોય છે. પીઝાનો સારો ટેસ્ટ મેળવવા માટે ચીઝ સહિતના ટોપિંગ નો ભરપૂર ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે પરંતુ આ સાવચેત થવાનો સમય છે કારણકે સપ્તાહમાં એકવાર પણ પીઝાનું સેવન કરવામાં આવ્યું હોય તો તે માનવ શરીર માટે ખૂબ મોટું જોખમ ઊભું કરે છે.
બીજી તરફ ફ્રોઝન પીઝાનો ટ્રેન્ડ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે જે પીઝા માત્ર ઓવનમાં 10 મિનિટ ગરમ કર્યા બાદ તેનું સેવન કરવામાં આવે છે પરંતુ લોકોને તેની ગંભીરતાનો સહેજ પણ અંદાજો નથી. જો આ રીતે લોકો પીઝાનું સેવન કરતા હોય તો તે અનેકવિધ તકલીફો થી ઘેરાય જતા હોય છે અને ગંભીર બીમારીનો પણ ભોગ બનવું પડે છે. પરંતુ ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહી યોગ્ય રીતે પીઝાનું જો સેવન કરવામાં આવે તો તમે પીઝાનો આનંદ પણ મળી શકો છો અને શરીરને સ્વાસ્થ્ય પણ રાખી શકો છો. ત્યાં સુધી મેંદાનું બેઝ બનાવી પીઝા બનાવવામાં આવતા હોય છે પરંતુ જો તે બેઇઝ રાગી અથવા બાજરાનો બનાવવામાં આવે તો તે અત્યંત લાભદાયી નિવડે છે.
સપ્તાહમાં એકવાર પીઝાનું સેવન કરવાથી હૃદય રોગ ની તકલીફ ઊભી થાય છે
જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં એ વાતની સ્પષ્ટતા કરાઈ છે કે સપ્તાહમાં એકવાર પીઝાનું સેવન કરવાથી હૃદય રોગની તકલીફો વ્યાપક પ્રમાણમાં વધી શકે છે કારણકે પીઝામાં પ્રોસેસ ચીઝ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને હૃદય રોગની બીમારીઓને નોતરે છે. સામે લોકો ત્રણથી ચાર પીઝાની સ્લાઈસ આરોગતા હોય છે જે શરીરમાં ફેટને એકત્રિત કરે છે અને હૃદય રોગની બીમારીને નોતરે છે.
સપ્તાહમાં એકવાર પીઝાનું સેવન કરવાથી વજન વધે છે
એ વાત સાચી છે કે પીઝાનું સેવન કરવાથી વજન વધે છે કારણ કે પ્લેન ચીઝ પિઝાની એક સ્લાઈસમાં 400 કેલેરી રહે છે અને લોકો તે સ્લાઈસ બેથી ત્રણ થાય તો 800 થી 1200 કેલેરી તમારા ખોરાકમાં વધી જતી હોય છે જે સીધું જ તમારા વજનને અસર કરે છે અને વજન વધારે છે. જે સર્વે હાથ ધરવામાં આવ્યું તેમાં એ વાતની સ્પષ્ટતા કરાય છે કે સરેરાશ પ્રતિ દિવસ એક વ્યક્તિએ 2000 જેટલી કેલરીનું સેવન કરવું જોઈએ પરંતુ જો પીઝા ની ત્રણ સ્લાઈસ વ્યક્તિ દ્વારા આરોગવામાં આવે તો તે ગેલેરી સીધી ૪૦ થી ૬૦ ટકા વધી જાય છે અને પરિણામે તમારા વજનમાં વધારો કરે છે.
સપ્તાહમાં એકવાર પીઝાનું સેવન કરવાથી કેન્સર જેવી ભયાનક બીમારી થઇ શકે છે
સપ્તાહમાં એકવાર પીઝા નું સેવન કરવાથી કેન્સર જેવી ભયાનક બીમારી પણ થઈ શકે છે કારણકે પીઝા ઉપર મુખ્યત્વે પેપરોની, બેકોન અને સોસનું ટોપિંગ હોવાથી પેટ અને આંતરડાના કેન્સર થવાની શક્યતા વધી જતી હોય છે જેથી લોકોએ સાવધ રહેવું ખૂબ જરૂરી છે.
કેવી રીતે પીઝા ખાવા જોઈએ.
પીઝા ખાવા ખરાબ નથી પરંતુ જો તેને યોગ્ય રીતે આરોગવામાં આવે તો તે માનવ શરીરને સહેજ પણ નુકસાન પહોંચાડતું નથી. કારણકે પીઝાનો જે બેઝ હોય તે મેંદાનો હોય છે પરિણામે તેને પાચન કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે ત્યારે જો બેઇઝમાં મીલેટનો ઉપયોગ કરવામાં આવે એટલે કે ધાનનો ઉપયોગ કરાય તો પીઝા અત્યંત સ્વાદિષ્ટ પણ બને છે અને સ્વાસ્થ્યવર્ધક પણ નિવડે છે હાલ સરકારે મિલેટને વધુ પ્રાધાન્ય આપ્યું છે ત્યારે પીઝા જેવી યમી વાનગીમાં પણ હવે આ તમામને બેઇઝ માં રાખવામાં આવે તો લોકોના આરોગ્યને કોઈ પણ પ્રકારે તકલીફ ન પહોંચે.