હેવાનિયતના કિસ્સાઓ તો આપણે સાંભળ્યા જ છે, દિવસેને દિવસે આ ઘટનાઓમાં વધારો જ થતો જાય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મુંબઈના અંધેરી વિસ્તારમાં થઈ બની છે જેને સાંભળતા જ તમારા રૂવાડા ઊભા થઈ જશે.
મુંબઈના અંધેરી વિસ્તારમાં કૂતરાઓ પર બળાત્કાર ગુજારવાના આરોપમાં 67 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ દુષ્કર્મ તેણે એક-બે વાર નહીં પરંતુ 30 વાર કર્યું છે. તેના 30 કુતરાઓ પર બળાત્કાર ગુજરવાનો ગુનોં નોંધાયો છે.
એક રિપોર્ટ અનુસાર,અહેમદ શાહ જુહુ ગલ્લીનો રહેવાસી જે શાકભાજી વેચે છે. એહમદ શાહને શેરીના કુતરા પર જાતિય શોષણ કરતાં એક મહિલાએ ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. વિજય મોહનાની દ્વારા એનજીઓ બોમ્બે એનિમલ રાઇટ્સ તરફથી આ ફરિયાદ નોંધાઈ હતી, આ મહિલાએ પોલીસ સમક્ષ એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં એહમદ કૂતરા પર બળાત્કાર કરતો જોવા મળ્યો હતો.
એનજીઓનાં સ્વયંસેવક દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં અહમદ શાહે એક રખડતાં કૂતરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સ્થાનિકો દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ તે આવા કૃત્યોનું પુનરાવર્તન કરતો રહ્યો.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર,એનજીઓએ શ્વાનને ખોરાક આપ્યા બાદ બળાત્કાર ગુજાર્યો હોવાના વીડિયો પુરાવા રજૂ કર્યા છે. પોલીસને શંકા છે કે,એહમદે લાંબા સમય સુધી લગભગ રાત્રે 3થી સાંજ 4 વાગ્યાની વચ્ચે 30થી વધુ કુતરાઓ પર બળાત્કાર ગુજાર્યો છે. તેના પર આરોપ લગાવ્યો છે કે, તે કુતરાઓનું માંસ આપે છે અને જ્યારે કુતરા આ માંસ ખાવા આવે છે, ત્યારે અહેમદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. આરોપીએ એવો દાવો કર્યો છે કે, તે કુતરાઓને ભોજન આપે છે અને કુતરાઓને કોઈ વાંધો ન હવાથી, આ ગુનો કહેવાઈ નહીં.
એનજીઓએ દરેકને પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાની અપીલ કરી છે. ડી.એન.નગર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જ્યાં ફરિયાદ નોંધી છે, કહ્યું કે આરોપી અહેમદ શાહ પાસે આવા ગુનાઓ કરવાનો ઇતિહાસ છે. ભૂતકાળમાં, રહેવાસીઓએ તેમને આવા હેવાનિયત ભરેલા ગુના કરવા સામે ચેતવણી આપી હતી. એક રહેવાસીએ તેને ગુનામાં સંડોવતા પકડ્યો અને એક એનજીઓને તેના વિશે માહિતી આપી.
આરોપી આ કૃત્ય કરતાં કેમેરામાં ઝડપાયો
https://twitter.com/YourRishbh/status/1371368974487748608
મોહનાનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે,“મને જુહુ ગલ્લીના રહેવાસીનો ફોન આવ્યો, એ વ્યક્તિએ મને કહ્યું કે, તેમના વિસ્તારમાં એક વ્યક્તિ છે જે શેરીઓના કુતરાઓ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. તેણે કહ્યું કે મે એહમદનો ડિસેમ્બર 2020માં એક વીડિયો પણ શુટ કર્યો હતો, જ્યાં આરોપી કૂતરા પર બળાત્કાર કરતો કેમેરામાં પકડાયો છે. મેં તેને પૂછ્યું કે તેણે અગાઉ પોલીસમાં કેમ ફરિયાદ ન કરી. આ માણસે કહ્યું કે તે આરોપીને જાણે છે અને તેણે કૃત્ય ન કરવાનું કહેવાની ચેતવણી આપી હતી, પરંતુ તેણે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પુનરાવર્તન કર્યું છે, અને તેથી તેણે મને આ વાત વિશે જાણ કરી હતી.”
પોલીસે હવે કે,એહમદ શાહ વિરુદ્ધ એનજીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાના આધારે કેસ નોંધ્યો છે. અમે તેને આઈપીસીના સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી, જેમાં કલમ 377 (અકુદરતી લૈંગિક) અને કલમ 429 ((પ્રાણીની હત્યા અથવા મેઇમિંગ) અને પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 11 (પ્રાણીઓની ક્રૂરતાથી વર્તન) વેગરે ગુનાઓ નોધવામાં આવ્યા છે.
સોમવારે ટ્વિટર પર # સોરીશેરૂ તરીકે હેશટેગ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. જેના દ્વારા યુઝર્સ કૂતરાઓને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે.