સમગ્ર ગુજરાતમાંથી જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતિ 92 દીપ પ્રાગટ્યથી કરાયું ભવ્યાતી ભવ્ય સન્માન

પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ એવોર્ડ ભારત સરકાર દ્વારા તેમની વૈચારિકક્રાંતિ, સામાજિક ઉર્જા, સેવા શિક્ષણિકતાની ઉત્કૃષ્ટતા બદલ એનાયત કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે રાજકોટ રૈયા રોડ ખાતે આવેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સન્માન સમહરો કરવામાં આવ્યું હતું. ગુજરાતભરના 47 શહેરના શ્રીમાળી બ્રાહ્મણ સેવકો વિશાળ સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પરમ પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીજી 92 વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટ ની બહેનો ગુજરાત ભરના શ્રી માડી સેવકો દ્વારા 92 દિપ પ્રાગટ્ય કરી તેમજ મહાલક્ષ્મી માતાજીની સ્વામીજી સાથે આરતી કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજને પ્રેરણા મળે તેમજ આપણા ભાવિ ભવિષ્યનું ઘડતર થાય તે માટે પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીનું મનનીય પ્રવચન પણ રાખવામાં આવ્યું હતું.જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને સમાજે પણ લાભ લીધો હતો. ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટના અધ્યક્ષ ડો.રાજેશ ત્રિવેદી, ટ્રસ્ટી હરીશભાઈ ત્રિવેદી સહિતના સભ્યોએ તેમજ સમગ્ર ગુજરાતના સેવકોએ જહેમત ઉઠાવી હતી.

વિભાજન માંથી દુર્બળતા આવે છે સમાજ એક થવાનું છે: સ્વામી સચ્ચિદાનંદજી

પદ્મભૂષણ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પોતે શ્રીમાળી બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું. ત્યારે શ્રી માળી બ્રાહ્મણ સમાજ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે એ મારી માટે અહોભાગ્યની વાત છે.સમાજમાં એકતાની જરૂર છે બહુ જ ભાગલા પડી રહ્યા છે.વિભાજનથી દુર્બળતા આવે છે ત્યારે સમાજે એક થવાની જરૂર છે.

સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રીમાળી બ્રાહ્મણ સમાજ કરે છે: ડો.રાજેશ ત્રિવેદી

શ્રીમાળી બ્રાહ્મણ સમાજ અધ્યક્ષ ડો.રાજેશ ત્રિવેદીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી 47 શહેરના શ્રીમાળી બ્રાહ્મણ સમાજના સેવકો દ્વારા પદ્મભૂષણ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી નું સન્માન કરવામાં આવ્યું છે. છેલ્લા 70 વર્ષથી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ કાર્યરત છે વર્ષ દરમિયાન 16 જેટલા કાર્યક્રમો અમારા ફિક્સ હોય છે. રાજકોટ શ્રીમાળી સમાજની બહેનો અને સેવકો દ્વારા 92 દીપ પ્રાગટ્ય કરી પદ્મભૂષણ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી નું સન્માન કરાયું છે.

સ્વામી સચ્ચિદાનંદજીના વિચારો સમાજ માટે ખૂબ ઉપયોગી: હરીશભાઇ ત્રિવેદી

શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ના ટ્રસ્ટી હરીશભાઇ ત્રિવેદીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પદ્મભૂષણ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી ક્રાંતિકારી સંત છે. સન્માન સમારોહનું કાર્યક્રમ ગોઠવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજને સ્વામીજી નો બહોળો લાભ મળે. સ્વામીજીના વિચારો સમાજને મળે સમાજને ખૂબ ઉપયોગી થાય અને લાભ મળે સ્વામીજીએ 200 જેટલા પુસ્તકો લખ્યા છે તેનું પણ વિમોચન કરવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.