આ વર્ષે મોડે મોડે પણ આંબા પર મબલખ મોર ઝુંલી રહીયા છે તે જોતાં સોરઠમાં કેસર કેરી નું મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાની શક્યતા દેખાતી જણાઈ છે.
દર વર્ષે જાન્યુઆરીમાં આંબા પર મોર દેખાવા લાગે છે પરંતુ આ વર્ષે એકાદ દોઢ માસ આંબા પર મોર મોડા આવ્યા છે પરંતુ મોડે મોડે પણ આંબા પર મબલખ મોર ઝુલતાં જોઈ આપણો હરખ બમણો થઈ જાય છે કારણ કે કહેવાય છે કે સોરઠ ની કેસર કેરી એટલે સાકર નો ગાંગળો ત્યારે કેરી આંબા પર તૈયાર થઈ ને બજારમાં આવશે ત્યારે આપણ ને ચોક્કસ સસ્તી મળશે પણ હાલમાં કેશોદ ની બજારમાં જે ખાખડી મળી રહી છે ને તેના ભાવ સાંભળો તો મોઢા માંથી મોંધવારી નો હાશકારો નિકળી જાય. તેમ હાલમાં એક કિલો ખાખડી રૂ. 500 ભાવે બજારમાં વેચાઈ રહી છે ત્યારે સોરઠમાં અને સોરાસ્ટ માં માકેટમાં કેસર કેરી નું પહેલા તાલાલા મેંગો માકેટ થી વેંચાણ અને હરાજી થતી હોય છે અને ત્યાર બાદ અન્ય જગ્યાએ કેસર કેરી નું આગમન થતું જોવા મળતું હોય છે.