કન્ટેન્ટ ક્રિએટરને હવે સિલિકેન વેલી શોધી રહી છે!!
શુ તમે ક્ધટેન્ટ ક્રિએટર છો? તો સિલોકોન વેલી તમને શોધી રહ્યું છે. જી હા, તમારા માટે ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. જો તમે ક્વોલિટી વર્ક આપશો તો સિલોકોન વેલી તમને માલામાલ પણ કરી દેશે.
આજના આધુનિક યુગમાં હવે જ્યારે બધું જ ઓનલાઇન થઇ ગયું છે તેવા સંજોગોમાં ભલે આર્ટિફિશિલ ઇન્ટેલીજન્સનો દબદબો અને માણસના બદલે બધુ કોમ્પ્યૂટર કરવા લાગ્યું હોય પણ હજુ સર્જન શક્તિની કિંમત છે. માણસના વિચારો અને મગજશક્તિ પર જ હજુ ડીઝીટલ દુનિયા ચાલે છે.
ગયા ઉનાળામાં એક વિડિયો ક્રિયટરે ઉભા કરેલાં કોમ્બો ટાર્ટઅપના 28 વર્ષના સ્થાપકને સમગ્ર દુનિયામાંથી જે રીતે રિસ્પોન્સ મળ્યો તે જોતાં ડીઝીટીલ યુગમાં ભલે બધું જ કામ કોમ્પ્યૂટર કરીને આપી દેતું હોય પરંતુ હજુ પણ મગજશક્તિની કિંમત છે.
ક્ધટેન્ટ રાઇટર, સારા વિચારો અને બિઝનેસ આઇડીયા હોય તો રોકાણકારો તો ઘણા મળે છે. સાયબર યુગ અને સોશિયલ મીડીયામાં ફેસબુક, સ્નેપ, ગૂગલ અને ઓનલાઇન ડીઝીટલ વિશ્ર્વમાં ક્ધટેન્ટ રાઇટર અને વિચારો માટે મૂડી રોકાણ કરવાવાળા ઓછા નથી.
સીલીકોન વેલીના રોકાણકારો ઇન્ટરનેટ પર હાવી થઇ જવા માટે ઇન્ટેલેચ્યૂવ પ્રોપર્ટીને મોં માંગ્યા દામે બિઝનેસ પાર્ટનર બનાવે છે. અર્થતંત્ર હોય કે કોઇપણ બિઝનેશ ટીકટોક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને તમામ પ્લેટફોર્મમાં હવે રસ પ્રચુર ક્ધટેન્ટનો દુકાળ સર્જાયો છે. સારું લખવા વાળા હોય સારા વિચાર હોય તેની કિંમત હંમેશા હોય જ છે.