ગુજરાતના ૭૯૯ પૈકીના ૪૭૩ કુવા તળીયા ઝાટક
તામિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજયોની સ્થિતિ પણ દયનીય
ગુજરાતના ૬૦ ટકા કુવામાં પાણી ન હોવાનું કેન્દ્રીય જળ સંશાધન મંત્રાલયે તાજેતરમાં જાહેર કરેલા આંકડામાંથી ફલીત યું છે. દેશના ૧૫ રાજયો એવા છે જયાં ૨૦૦૭ થી ૨૦૧૬ દરમિયાન ભુતળમાં પાણીની ભયંકર ઘટ જોવા મળી છે.
લોકસભામાં કેન્દ્રીય મંત્રીએ આપેલા આંકડા મુજબ રાજયના ૭૯૯ કુવામાંથી ૪૪૭ કુવામાં પાણીનું પ્રમાણ નહીંવત છે. એટલે કે રાજયના ૫૯ ટકા કુવામાં પાણીની ઘટ જોવા મળી છે. ર્નો ગુજરાતની હાલત ખૂબજ ખરાબ છે. જયાં તમામ કુવામાં પાણી તળીયા ઝાટક ઈ ગયું છે. રાજયના કુવાઓમાંથી મોટાભાગનું પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે.
ભુતળમાં પાણીના ઘટાડા મુદ્દે સૌી વધુ હાલત તામિલનાડુની ખરાબ છે. જયાં ૫૩૬ કુવા પૈકીના ૪૬૫ એટલે કે ૮૭ ટકા કુવામાં પાણીની ઘટ જોવા મળી છે. ત્યારબાદ પંજાબમાં પણ ભુજળનું પ્રમાણ ભયંકર રીતે ઘટી રહ્યું છે. પંજાબમાં ૨૪૩ પૈકીના ૧૯૮ એટલે કે, ૮૫ ટકા કુવા પાણી વિહોણા છે. આંધ્રપ્રદેશમાં ૭૫૧ પૈકીના ૫૬૩, ઉત્તરપ્રદેશમાં ૬૩૭ પૈકીના ૪૫૦, કેરળમાં ૧૩૬૬ પૈકીના ૯૫૭, કર્ણાટકમાં ૧૪૨૧ પૈકીના ૯૮૫, હરીયાણામાં ૩૦૨ પૈકીના ૨૦૭, ઓરીસ્સામાં ૧૨૮૩ પૈકીના ૭૭૩ અને મહારાષ્ટ્રમાં ૧૫૬૨ પૈકીના ૮૮૭ કુવામાં પાણી ની.
દેશમાં ગુજરાત સહિતના કેટલાક રાજયો પર જળ સંકટ છે. નર્મદા નીરનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા અપીલ ઈ છે. સરકારે સિંચાઈ અને ઉદ્યોગ માટે પાણી ઉપર કાપ મુકયો છે. માત્ર નર્મદાના પાણી નહીં પરંતુ સનિક જળસ્ત્રોતનો ઉપયોગ કરવા માટે તૈયારી ચાલી રહી છે. કલ્પસર સહિતની મેગા યોજનાઓને ઝડપી સાકાર કરવાનો વિચાર પણ સરકારનો છે.
જળ સંકટ ઘેરૂ બનવા પાછળ નર્મદા ડેમના કેચમેન્ટ એરીયામાં વરસાદ ઓછો યો હોવાનું કારણ આપવામાં આવે છે. જો કે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતા પણ વધુ પ્રમાણમાં વરસાદ યો હતો. તો તે પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકયો હોત પરંતુ યોગ્ય આયોજનના અભાવે સનિક જળ ોતની જગ્યાએ એક માત્ર નર્મદા ઉપર આધાર રાખવામાં આવી રહ્યો છે. હવે કુવાના પાણી પણ તળીયા ઝાટક ઈ ગયા છે. પરિણામે જળ સંકટ વધુ ઘેરૂ બનશે તેવી ભીતિ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,