- નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને. નમો સિધ્ધાણ નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને.
- 108 થી વધુ દેશમાં લાખો જૈનોનું એકસાથે નવકાર મંત્રનું કર્યું પઠન
- જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્ર્વ નવકાર મહામંત્ર’ દિવસની ઉજવણી
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે વિશ્વના 108થી વધુ દેશમાં ’વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ભારત સહિત વિશ્વભરમાં સામૂહિક નવકાર મહામંત્રના જાપ થશે. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી જોડાયા નવી દિલ્હી થી વડાપ્રધાન ના હસ્તે કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે પીએમ મોદી ત્યાં હાજર લોકોને પણ સંબોધિત કર્યું હતું.
નવી દિલ્હીથી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા અને નવકાર મહામંત્રમાં ઉલ્લેખિત ભગવાનના જ્ઞાનનું વર્ણન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને જૈન મુનિઓનું નાનપણથી સાનિધ્ય મળ્યું છે.
નવકાર મહામંત્રનો પ્રત્યેક અક્ષર એક મંત્ર છે.નવકારા મહામંત્ર 108 ગુણોને નમસ્કાર કરવા જેવું છે. પોતાને જીતવાથી અરિહંત બનાય. દુશ્મન બહાર નહીં અંદર છે. જીવનમાં જ્ઞાન અને કર્મનું મહત્વ છે. નવકાર મહામંત્ર આત્મસુધ્ધિનો મંત્ર છે. ઐતિહાસિક રીતે નવકાર મંત્ર શીલાલેખોથી આગળ વધ્યો. જૈન ધર્મના સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની વાત નવ પૂર્ણતાનો નંબર.
પ્રાચીન મૂર્તિઓ વિદેશથી પરત આવે તેમાં તિર્થંકરોની મૂર્તિઓ પરત આવે છે. પાછલા વર્ષોમાં 20થી વધુ તિર્થકરોની મૂર્તિઓ વિદેશથી પરત આવી છે. ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અણમોલ છે. નવી સંસદમાં જૈન ધર્મનો પ્રભાવ સાફ છે.હું નથી જાણતો તમારામાંથી કેટલાંક લોકો નવું સંસદ ભવન જોવા માટે ગયા હશો. પણ ત્યાં તમે જોયું હશે કે, લોક તંત્રનું મંદિર નવી સંસદ ભવન બની ત્યાં પણ જૈન ધર્મનો પ્રભાવ સાફ દેખાય છે. અહીં સ્થાપત્ય ગેલેરીમાં સમેત શિખર દેખાય છે. લોકસભાના પ્રવેશ દ્વારા પર તિર્થંકરની મૂર્તિ જે ઓસ્ટ્રેલિયાથી આવી છે. સંવિધાનની ગેલેરીની છત પર મહાવીરની અદ્દભુત પેઇન્ટિંગ લાગેલી છે. સાઉથ બિલ્ડિંગની દિવાલો પર 24 તિર્થંકર એકસાથે છે. આટલું સાંભણીને જીએમડીસી ગ્રાઉન્ડમાં હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યાં હતાં. વધુમાં મોદીએ ઉમેર્યું કે, ધર્મદર્શન લોકશાહીને દિશા આપે છે. જૈન ધર્મ સાહિત્ય બૌધિક વૈભવનું કરોડરજ્જુ છે. પ્રાકૃત અને પાલીને કલાસિકલ ભાષાનો દરજ્જો અપાયો છે. નોલેજનો ખોટો ઉપયોગ કરનારા નષ્ટ થાય છે, કામ અને કસાયોને જીતનાર સાચો મુનિ. જ્ઞાનભારત મિશન શરૂ થઈ રહ્યું છે. કરોડો પાંડુ લીપીઓને ડિજિટલ કરવાની તૈયારી છે. બજેટમાં તેની ઘોષણા થઈ હતી, પણ બધાનું ધ્યાન 12 લાખ આવક ઉપર કરમુક્તિમાં ગયું હશે. જૈન ધર્મ સાહિત્યિક અને સંવેદનશીલ છે. આજના વૈશ્વિક પ્રશ્નોનું સમાધાન જૈન ધર્મના મૂળ મૂલ્યોમાં છે. જગતના બધા જીવ એક બીજા
વિશ્વભરના 108થી વધુ દેશોના લોકો વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિની ભાવના સાથે સામૂહિક રીતે સવારે 8:01 થી 9:36 સુધી નવકાર મહામંત્રનો જાપ કર્યા અને વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના કરી હતી
નવલખી મેદાન નવકારમંત્રથી ભક્તિમય વાતાવરણમાં તરબોળ
વડોદરાના નવલખી મેદાન ખાતે આચાર્ય રત્નાચલસુરી મહારાજ, પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ, ગોંડલ સંપ્રદાયના પ્રબોધિકાબાઈ મહાસતીજી, અનન્યાજી, શુભમજી, વિશુધ્ધિજી મહાસતીજી સહિતના સાધુ-સાધ્વી-ભગવંતોની નિશ્રામાં નવકારમહામંત્રનું અનુષ્ઠાન 12000 ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શરૂ થયું છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, આજે જૈન સંગીતકાર ભાવિક મહેતા, દીપ શાહ, રીષભ દોશી તથા જયેશ ચુડગરે ભક્તિમય નવકારમંત્ર ગાનથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર નવલખી મેદાન ભક્તિણય વાતાવરણમાં તરબતર થઇ ગયું છે.જૈન વિધિકાર હિતેશભાઈ શાહે આત્મરક્ષા મંત્ર વિધાન કરાવ્યું હતું. આ કાર્યક્રમના કનવીનર પ્રશાંતભાઈ શાહ. જીતોના ચેરમેન પોખરાજ દોશીએ નવકાર મંત્રની શરૂઆત કરાવી હતી.કાર્યક્રમની શરૂઆત આચાર્ય રત્નાચલસુરી તથા પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું. તથા દિલેશ મહેતાએ ગુરુવંદના કરાવી હતી. બિંદિયા શાહે નવકારમંત્રના ગગનભેદી નારા બોલાવી બધામાં ભક્તિનો સંચાર કરાવ્યો હતો. કાર્યક્રમમાં વડોદરાના ડીસીપીપન્નાબેન મોમાયા પણ ખાસ જોડાયા હતાં.
અમદાવાદમાં મુખ્ય મંત્રીની હાજરીમાં 25000 જૈનનો નવકાર મંત્ર જાપ
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ઐતિહાસિક આયોજન કરાયું છે, જેમાં 25 હજાર જેટલાં લોકો હાજર રહ્યાં છે. ગુજરાતભરમાં નવકાર મંત્રનું પઠન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે, જે અદ્ભુત ક્ષણ સાબિત થઈ હતી. આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે.આજે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વિશ્વ કલ્યાણના હેતુથી 100થી વધુ દેશોના શહેરોમાંથી ત્રણ લાખથી વધુ લોકો એક સાથે નવકાર મંત્રનો દોઢ કલાક જાપ કર્યા હતા. આ કાર્યક્રમમાં જૈન સાધુ-સાધ્વી ભગવંત સહિત સંતો-મહંતો પણ હાજર હાજર રહ્યા હતા. જીએમડીસી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યા હતા.
વિશ્ર્વના 108 દેશમાં સામૂહિક નવકાર મંત્રના જાપથી નવી ઉર્જા સંચાર થશે : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
અબતક સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિશ્વના 108 દેશમાં નવકાર મહામંત્રના જાપનો કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ નવકાર મંત્રના જાપ કર્યા છે. નવકાર મંત્ર સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અને લોકોની ચેતના ઉર્ધગામી બને, સર્વ જીવોનું કલ્યાણ થાય તેઓ નવકાર મંત્રનો ભાવ છે. તીર્થનકરો થી માંડીને તમામ સાધુ સંતો દ્વારા નવકાર મંત્રની વંદના કરવામાં આવે છે. વિશ્વ 108 દેશમાં સામૂહિક નવકાર મંત્રના જાપથી નવી ઉર્જા ઉત્પન્ન થઈ છે.
નવકાર મહામંત્રના જાપથી તમામ આત્માઓનું કલ્યાણ થાય તેવો મુખ્ય ઉદ્દેશ : ધારાસભ્ય ડો. દર્શિતા શાહ
અબતક સાથેની વાતચીતમાં ધારાસભ્ય ડો, દર્શિતા શાહએ જણાવ્યું હતું કે, 9 એપ્રિલ એટલે વિશ્વ નવકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નવકાર મહામંત્રના જાપના માધ્યમથી તમામ આત્માઓનું કલ્યાણ થાય મુખ્ય ઉદ્દેશ છે. વિશ્વના 108 દેશોમાં એક સાથે લોકોએ નવકાર મહામંત્રના જાપ કરીને પાપનો નાશ થાય, અહંકારનો નાશ થાય, આત્માનું કલ્યાણ થાય, મોક્ષ માર્ગે પ્રાપ્તિ થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 108 દેશોમાં નવકાર મહામંત્રનો મહિમા સમજાવ્યો. રાજકોટમાં જીતુ સંસ્થા દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વાસુદેવ કુટુંબકમના માધ્યમથી સમગ્ર લોકો સાથે જોડાઈને આત્માનું કલ્યાણ કરી શકીએ મુખ્ય ઉદ્દેશ નવકાર મહામંત્ર જાપનો છે.