લોકસભાના શિયાળુ સત્રમાં કાયદા મંત્રાલયે દેશભરની અદાલતોમાં આશરે 5 કરોડથી વધુ કેસો પેન્ડિંગ હોવાનું જણાવ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં છેલ્લા પાંચ માસમાં 10 હજાર કેસોનો વધારો થયો છે. જયારે દેશભરની 25 હાઇકોર્ટમાં 61.7 લાખ કેસોનો ભરાવો છે અને નીચલી અદાલતોમાં 4.4 કરોડ કેસો પેન્ડિંગ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

દેશની 25 હાઇકોર્ટમાં 61 લાખ કેસો જયારે જિલ્લા ન્યાયાલયોમાં 4.4 કરોડથી વધુ કેસો પેન્ડિંગ

સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર વખતે દેશની કોર્ટમાં પેન્ડિંગ કેસની જાણકારી આપવામાં આવી છે લોકસભામાં જાહેર આંકડા ચોંકાવનારા છે. કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું છે કે એક ડિસેમ્બર સુધી દેશની વિવિધ કોર્ટમાં 5,08,85,856 કેસ પેન્ડિંગ હતા. તેની સાથે જ કાયદામંત્રીએ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં પણ પેન્ડિંગ કેસના આંકડા વિશે જણાવ્યું છે.

શુક્રવારે લોકસભામાં જાણકારી આપતા કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ 5 કરોડથી વધારે કેસમાં બધા 25 હાઈકોર્ટમાં પેન્ડિંગ 61 લાખથી વધારે કેસ છે. તેમાં સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ કુલ 80,000 કેસ છે. કાયદામંત્રી મેઘવાલે જણાવ્યું કે દેશના જિલ્લા અને ગૌણ કોર્ટમાં 4.46 કરોડથી વધારે કેસ પેન્ડિંગ છે.

કાયદામંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં જણાવ્યું કે ભારતીય કોર્ટમાં જજની કુલ મંજૂરી 26,568 છે. તેમણે કહ્યું કે હાઈ કોર્ટમાં જજની મંજૂરીની સંખ્યા 34 છે. ત્યાં જ હાઈકોર્ટમાં આ આંકડો 1,114 કોર્ટનો છે. જિલ્લા અને મોટાભાગે ગૌણ કોર્ટમાં જજોની સ્વીકૃત સંખ્યા 25,420 છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.