એક વર્ષમાં બેંકના ડિપોઝીટરમાં 0.37 લાખનો વધારો: નેટ એનપીએ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કએ કોરોના મહામારી દરમિયાન પણ હરણફાળ ભરી છે. વર્ષ 2020 21માં બેન્કનો નફો રૂ 129 કરોડ નો રહ્યો છે. બેંકની વૃદ્ધિ અંગે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક રાજકોટ ના જનરલ મેનેજર વીએમ સખીયાએ જણાવ્યું છે કે, બેંકના પૂર્વ ચેરમેન સ્વ. વલ્લભભાઈ પટેલ તથા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાએ બનાવેલી વટવૃક્ષ સમાન બેંકના સુકાની- ચેરમેન અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની રાહબરી હેઠળ બેંકે પ્રગતિની હરણફાળ યથાવત રાખી છે.
મળતી વિગતો મુજબ ગત વર્ષે બેંકમાં 7.69 લાખ ડિપોઝિટર હતા. વર્ષો દરમિયાન 0.37 લાખનો વધારો થતાં વર્ષના અંતે 8.06 લાખ થયા હતા. છેલ્લા 27 વર્ષથી બેન્કિંગ ક્ષેત્રે નામના વધારવાની સાથે વસુલાત ક્ષેત્રે પણ બેંકે રાજ્યમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. બેંકનો સીડી રેશિયો 62.80 ટકા છે. જ્યારે વસુલાત 99 ટકા ઉપર થઇ છે. બેંકનું નેટ એનપીએ 0 ટકા છે.
બેંકની નવી યોજનાઓ અને રાહતો
ખેડૂતો માટે રૂ.2.00 લાખની નવી રોકાડશાખ યોજના
ખેત ઓજાર જાળવણી હેઠળની લોનની મર્યાદા રૂ.2.00 લાખમાં વધારો કરી 3 લાખ
મ.મુ ખેતી ધીરણમાં રેગ્યુલર ખેડૂતોને 1 ટકા વ્યાજ સહાય
ખે. વી મંડળીઓના કર્મચારીઓને રૂ.1 લાખની રો.શા લોન
કે.સી.સી ધીરાણમાં મંડળીઓને 1 ટકા માર્જિનમાં વધારો કરી 1.25 માર્જિન
મંડળીના ખેડૂત સભાસદોને વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના હેઠળ રૂ.12,000ની મેડિકલ સહાય
બેંકની અસરકારક કામગીરી
બેંક તરફથી ખેડૂતોને 0 ટકા વ્યાજના દરે રૂ. 2523 કરોડ જેટલું કેસીસી ધિરાણ અપાયું મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોને બેંક તરફથી રૂ. 10 લાખનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. અને તમામ પ્રિમિયમમાં બેંકે કર્યું છે.
ટેકનોલોજી તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર
આ બેંકની તમામ 199 શાખાઓ સીબીએસ નેટવર્કથી જોડાઈ છે. જેથી દરેક શાખામાં ઇન્ટર બ્રાન્ચ નાણાકીય વ્યવહાર કરી શકાય છે. બેંક મારફતે રૂપે ડેબિટ કાર્ડ, રૂપે કિસાન કાર્ડ, મોબાઇલ બેન્કિંગ, એટીએમ, માઈક્રો એટીએમ, એસએમએસ એલર્ટ સુવિધા, આધાર લીંક ખાતાઓની સુવિધા શરૂ કરાઇ છે. તેમજ આ બેંકની મુખ્ય કચેરીના આધુનિક બિલ્ડિંગમાં 24 કલાક 365 દિવસ લોકર ઓપરેટિંગની સુવિધા તથા દાગીના ધીરણની સુવિધા આપવામાં આવે છે.
બેંકની ઉપરોક્ત કામગીરી બદલ નાબાર્ડ, નાફસ્કોબ, બેંકો- મુંબઈ, બેન્કિંગ ફ્રન્ટયર તરફથી અનેક એવોર્ડ આપવામાં આવ્યા છે. બેંકની નમૂનેદાર કામગીરીનો અભ્યાસ કરવા માટે દેશની અન્ય જિલ્લા સહકારી બેંકો આ બેંકની મુલાકાત લઇ રહી છે. તે બદલ બેંકના ચેરમેન, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેન્કના તમામ સ્ટાફ અભિનંદનને પાત્ર છે.