શ્રાવણ માસમાં ભગવાન શિવના દરેક મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. પરંતુ શિવજીની પૂજા ભારતમાં જ નહી પરંતુ વિશ્ર્વભરમાં જ્યાં પણ શિવજીનું મંદિર છે ત્યાં શિવભક્તો તેમની પૂજા-અર્ચના કરે છે.

– હવે પાકિસ્તાનમાં પણ પ્રાચીન કટાસરાજ શિવમંદિર છે. જ્યાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો તેમની પૂજા-અર્ચના શ‚ કરી દે છે. અને માન્યતાઓ અનુસાર પાકિસ્તાનનું આ સ્થળ હિન્દુ સંસ્કૃતિમાં ઘણુ મહત્વ ધરાવે છે. તેમજ આ મંદિર લગભગ ૯૦૦ વર્ષ જુનુ છે.

– તે ઉપરાંત મંદિરની ખાસીયતોની વાત કરીએ તો આ મંદિરમાં એક સરોવર છે જેનું પાણી બે રંગનું છે જેમાં ઉંડાણવાળુ પાણીનો રંગ ભૂરો છે અને જ્યાં ઓછી ઉંડાઇ વાળુ પાણીનો રંગ લીલો છે.

– સ્થાનિક નિવાસીઓના કહેવા અનુસાર માનવામાં આવે છે. કે જ્યારે માતા પાર્વતી સતી થયા ત્યારે શિવજીના આંખમાંથી બે આંસુ નિકળયા જેમાંથી એક કટાસમાં પડ્યુ અને બીજુ પુષ્કરમાં પડ્યુ આ બંને સ્થળ હિન્દુ સંસ્કૃતિમાં ઘણુ મહત્વ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.