રાજકોટ જિલ્લાની 65 શાળાઓને રૂપિયા 3014 લાખની ગ્રાન્ટ ફાળવતી રાજયની ભાજપ સરકાર
રાજકોટ જીલ્લા માં સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત 65 શાળાઓ પસંદ કરવામાં આવેલ હોય આ શાળાઓ ને સરકારશ્રી દ્વારા કુલ 3014 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે જે અંતર્ગત ગઢકા તાલુકા શાળા ખાતે રૂપિયા 94 લાખ ના ખર્ચે સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતરગત મંજૂર થયેલ આઠ રૂમનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરએ જણાવેલ કે કોઇપણ દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે એક શિક્ષિત સમાજ ખૂબ જ આવશ્યક છે અને એવા સમાજની રચના કરવા માટે છેવાડાના લોકો સુધી શિક્ષણના લાભ પહોંચે તે અત્યંત જરૂરી છે. એક સશક્ત સમાજ અને દેશના સશક્ત ભવિષ્ય માટે તમામ બાળકોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે ખૂબ આવશ્યક છે.
ત્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માં સર્વ ક્ષેત્રે સર્વગ્રાહી વિકાસ થયો છે અને અને દેશના નાગરિકોનું જીવન સુવિધાસભર અને સહજ બન્યું છે અને નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે પ્રાથમિક ઉચ્ચ અને તબીબી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી ઝડપથી શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં આગે કદમ માંડ્યા છે ત્યારે ગુજરાત રાજ્યનાં તમામ વર્ગનાં બાળકો સુધી ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પહોંચે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ સરકાર સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.
છેલ્લાં 20 વર્ષોમાં ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ ખૂબ વિસ્તર્યો છે. આ બે દાયકાઓમાં ગુજરાતની સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થામાં આવેલા હકારાત્મક ફેરફારો થયા છે. શહેરી વિસ્તારની સાથે-સાથે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત બને અને રાજ્યમાં સાક્ષરતાનો દર વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ, વિદ્યાદીપ યોજના વગેરે જેવી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તમામ બાળકોને શિક્ષણ મળે તે માટે અનેક પહેલ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જીલ્લા માં સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત 65 શાળાઓ પસંદ કરવામાં આવેલ હોય આ શાળાઓ ને સરકાર દ્વારા કુલ 3014 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે જે અંતર્ગત ગઢકા તાલુકા શાળા ખાતે રૂપિયા 94 લાખ ના ખર્ચે સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત મંજૂર થયેલ આઠ રૂમનું ખાતમુહૂર્ત રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ના વરદહસ્તે તેમજ તાલુકા પંચાયત સદસ્ય ગંગાબેન બથવાર, ગઢકા સરપંચ કીર્તિબેન બથવાર, કેયુરભાઈ ઢોલરીયા શૈલેષભાઈ ગઢીયા રસિકભાઈ ખૂટ સંદીપભાઈ રામાણી, અશોકભાઇ કલોલા, રમેશભાઈ વશરામભાઇ કલોલા, પ્રવિણભાઇ મોહનભાઈ કલોલા, ગીરધર ભાઇ કલોલા,બાબુભાઈ મોલિયા,છગનભાઈ સખીયા, સ્થાનિક આગેવાનો તથા સવસાણીદિનેશભાઈ ધનજીભાઈ,સંતોકી ગીતાબેન નરસીભાઈ,ખીરા મૃગેશભાઈ જી.,કાથરોટિયા મનીષાબેન ટી.,ડોબરિયા સોનલબેન એમ.,રંગાણી શિલ્પાબેન એસ. શાળાસ્ટાફ ગણ ની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું.