સરહદે એક બાજુ પાકિસ્તાનની નાપાક હરકતો તો બીજી બાજુ ચીનની અવળચંડાઈ…. જો મોદી સરકાર દ્વારા આ અંગે કોઈ મોટા પગલાં નહિ ભરાય તો સરહદી સીમા વિવાદ અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો સંઘર્ષનો મુદ્દો કોરોના કરતાં પણ એક મોટો પ્રશ્ન બનશે. જો કે સરકાર દ્વારા આ અંગે કડક પગલાંઓ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગરૂપે બોર્ડર પર બંકરો મોટી સંખ્યામાં ઉભા કરી દેવાયા છે. હરામી લોકોને પીવા નવા 8000 બંકરો સરહદે ઉભા કરી દેવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ લાઈન એટલે કે એલઓસી અને આંતરરાષ્ટ્રીય બોર્ડર (આંતરરાષ્ટ્રીય સરહદ)ની આસપાસના વિસ્તારોમાં નવા 8 હજાર જેટલા બંકરો બનાવાયા છે. જો કોઈ ઘર્ષણ કે ગોળીબાર જેવી સ્થિતિ ઉભી થશે તો સ્થાનિક લોકો આવી સ્થિતિમાં બંકરોમાં રહી પોતાની સલામતી સુનિશ્ચિત કરી શકશે. આહેવાલ મુજબ નવા 8 હજાર બંકર બનાવવાનું કામ પૂર્ણ થયું છે. નેમ્મુ, કટુઆ અને સાંબામાં આંતરરાષ્ટ્રીય સીમા અને પૂંછ અને રાજૌરીમાં આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં રહેતા લોકો માટે 14,460 બંકરનું નિર્માણ કરાયું છે.
ત્યારબાદ સલામતી માટે વધુ 4,000 બંકર બનાવવા પણ કામ શરૂ કર્યુ છે. હજુ 9905 બંકરના કામ પ્રગતિમાં છે અને તે નિર્માણની વિવિધ સ્થિતિમાં છે. સાંબામાં 1592 બંકર, જમ્મુમાં 1228, કટુઆમાં 1521, રાજૌરીમાં 2656 અને પુંચીમાં 926 બંકર બનાવટની કામગીરી ચાલી રહી છે.