ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. અહીં કુલ 52 સીટ પર મતગણતરી ચાલી રહી છે જેમાં અન્ય મહાનગરપાલિકાના પરિણામ જેમ જ ભાવનગરમાં પણ કેસરિયો લહેરાયો છે. ભાવનગરમાં માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી હતી. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે. ભાવનગર મનપામાં ભાજપ ફરી સત્તારૂઢ થશે તેવા સ્પષ્ટ સમીકરણો દેખાઇ રહ્યાં છે. 36 બેઠક ભાજપ અને 8 પર કોંગ્રેસ આગળ છે.
ચાર વોર્ડ પૂર્ણ થતા હવે વોર્ડ નં. 2,5,8,12ની ગણતરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર ચૂંટણી લડનારા 211 ઉમેદવારોના ભાવિનો આજે બપોરે બે વાગ્યા સુધીમાં પરિણામ થઇ જશે.
મતગણતરીના લેટેસ્ટ આંકડા જાણવા માટે જોડાયેલા રહો www.abtakmedia.com સાથે.