સેંજળધામમાં મોરારીબાપુની ઓનલાઇન કથાનું આયોજન: ર૩મીએ પુર્ણાહૂતિ થશે
સેંજળધામમાં મોરારીબાપુની ઓનલાઇન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની ર૩મીએ રવિવારે પુર્ણાહુતિ થશે.
મોરારીબાપુ દ્વારા ધ્યાનસ્વામી બાપા સમાધિ સ્થળ પર સેંજળધામમાં ગવાઈ રહેલી ચોથી ઓનલાઇન અને કુલ કથા ક્રમની ૮૪૭ ની કથા “માનસ સમાધિ”ને સંબોધિત કરતા પૂ.બાપુએ કહ્યું કે “આપ સર્વ શ્રોતાઓ સ્થૂલ રૂપે ભલે સામે નથી પણ આપની સૂક્ષ્મતા આ કથામા હાજર છે.
હરીને ભજતા હરીમાં સમાઈ જવાની સ્થિતિ ખૂબ સ્વભાવિક છે. આવી ત્રણ ઘટનાઓ આપણી સામે છે. પહેલી ભગવાન દ્વારકાધીશમાં મીરા સદેહે સમાઈ ગયાં હતાં. તેને સમજવાં માટે દિમાગ નહીં પરંતુ દિલનો ઉપયોગ કરવો પડે. દિલ અને દિમાગની વચ્ચે જે અંતર છે. તેમાં ઉપર છે દિલ નીચે છે તેથી દિમાગમાંને દિલ સુધી આવવું જોઈએ ,તો આ વાત સ્વભાવિક રીતે સમજાઈ જાય. બીજી ઘટના છે વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા તુકારામજી પંઢરપુરમાં વિઠોબામાં સમાય ગયાં. ત્રીજી ઘટનામાં ધ્યાન સ્વામીબાપાની ચેતના પણ ઈશ્વરમાં સમાહિત છે. પરંતુ તેના દર્શન કરવાં માટે જાતને ભૂલી શકે અને આપણી વચ્ચે કામ ક્રોધ લોભના જે ચેકડેમ છે એ તૂટી જાય તો આપણે તેની પરખ કરી શકીએ. કૃષ્ણની આંખો આજે પણ ૫૦૦૦ વર્ષ પછી નેહથી સૌને વેડે છે, મારે છે. દીનતાને લોકો બિચારા માને છે .ભોજલરામ નું ભજન કીડી કોણ ને જાન કોની?એ સુજાણ જ જાણી શકે. સંસારમાં ક્યારે કોઈ અકારણ વિરોધ માની લે છે. શિવને દક્ષ સાથે કોઈ વિરોધ નહોતો પરંતુ તેણે માની લીધું હતું સંસારમાં પણ જો વિવેક ન દાખવે તો આવો વિરોધ ઘણા લોકો માની લેતા હોય છે. નરસિંહે કહેવું પડ્યું એવા રે અમે એવા તમે કહો તેવા. રવિવારે ૨૩મીએ આ કથાની પૂર્ણાહુતિ થશે