દેશ-વિદેશના રંગબેરંગી કાંટાળા છોડ, ૧૫૦૦ જેટલી જાતના પ્રાણીઓ, લક્ઝીરીયસ
હોટલ અને હસ્તકલા માટેના મોલ સહિતના અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન લોકાર્પણોની હારમાળા સર્જી છે. એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક અને આરોગ્ય વનનું લોકાર્પણ બપોરે કર્યું હતું. વડાપ્રધાન મોદીના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સી-પ્લેન અને જંગલ સફારી સહિતના ૧૭ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈ કેવડીયા પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂકયું છે. આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે કેવડીયા ખાતે ગુજરાત પોલીસ, એનએસજી, સીઆઈએસએફ, એનડીઆરએફ અને સીઆરપીએફ તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસ સહિતના જવાનો એકતા પરેડ કરશે. આ સાથે વડાપ્રદાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વિવિધ યોજનાના ખાતમુહૂર્ત આયોજનમાં ડેમ લાઈટીંગની શરૂઆત કેવડીયા મોબાઈલ એપ અને યુનિટીની વેબસાઈટ પણ લોન્ચ સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું.
૧૮૨ મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓકટોબરે અનાવરણ કર્યું હતું. વિશ્ર્વની સૌથી આ વિરાટ પ્રતિમા બનાવવા માટે રૂ.૩ હજાર કરોડનો ખર્ચ થયો છે. પ્રતિમામાં એક લિફટ પણ છે જે ઉપર ગેલેરી સુધી જાય છે અને ત્યાંથી બંધને નિહાળી શકાય છે.
પર્યટકોને આકર્ષવા માટે હવે દેશમાં પ્રથમ વખત સી-પ્લેન સેવા શરૂ થઈ રહી છે. વડાપ્રધાન મોદી આ સેવાનો પ્રારંભથી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદના રીવરફ્રન્ટ સુધી સી-પ્લેનની સફર કરી શકાશે.
૩૭૫ એક્ટરમાં ફેલાયેલા જંગલ સફરીમાં ૧૫૦૦ દેશી અને વિદેશી પ્રાણી છે. વ્યક્તિદીઠ રૂા. ૨૦૦ની ટિકિટ છે. પેટ્સ ઝોનનો પણ આ ટિકિટમાં સમાવેશ છે. ફેરી બોટ(ક્રૂઝ) પ્રોજેક્ટ ૧૦૦ ટકા પૂર્ણ છે અને લોકાર્પણ માટે તૈયાર છે. બોટમાં ૨૦૨ પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસીદીઠ ક્રૂઝનું ભાડું રૂા. ૪૩૦ રાખ્યું છે.
ગ્લો ગાર્ડન ૧૦૦ ટકા પૂર્ણ છે, કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડનની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઈટિંગ કરાયું છે. ટિકિટનો ચાર્જ ૨૦૦ રૂા છે. શ્રેષ્ઠ ભારત ભવનમાં થ્રી સ્ટાર હોટલ બનાવાઇ છે. ૫૨ એસી લક્ઝુરિયસ રૂમો, સ્વિમિંગ પૂલ સહિત મોટું ગાર્ડન છે. એનું રૂ. ૬ હજાર ભાડું છે.
એકતા મોલ એ વિવિધ રાજ્યોની હસ્તકલાઓ અને સ્પેશિયલ કારીગરો, મહિલા સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા બનાવેલી વસ્તુઓ અને રાજ્યની ઓળખ ગણાતી વસ્તુનો શોપિંગ મોલ છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. ચિલ્ડ્રન પાર્કની વિઝિટ કરનાર બાળક પૌષ્ટિક વસ્તુ જાણતો થશે. ટિકિટનો દર રૂા. ૩૦૦ છે.
દેશનું પ્રથમ એવું ગાર્ડન છે, જેમાં દેશ-વિદેશના કાંટાળા રંગબેરંગી છોડ છે. એકતા નર્સરીમાં ૧૦ હજાર કરતાં વધુ પ્લાન્ટ તૈયાર કરાયા છે, જે પ્રવાસીઓ માટે વેચાણમાં મૂક્યા છે.
ફેરી બોટ (ક્રૂઝ) પ્રોજેક્ટ
સરદાર સરોવર ડેમની ઝાકમઝાળ
કેક્ટસ ગાર્ડન અને એકતા નર્સરી
જંગલ સફારીને માણતા વડાપ્રધાન