અત્યાર સુધી આપણને એવી જાણ હતી કે વધુ મીઠું ખાવાથી બીપીના રોગો થાય છે અને હાર્ટએટેક કે સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે.
જો કે વૈજ્ઞાનિકોએ હવે જણાવ્યું છે કે પુરતી માત્રામાં મીઠું લેવું જરૂરી છે.
શરીરની જરૂરિયાત પુરી ન થાય એટલું ઓછું સોલ્ટ લેવામાં આવે તો તમને તે પ્રાણઘાતક રોગોનો શિકાર બનાવી શકે છે.વ્યક્તિને રોજ પાંચી છ ગ્રામ જેટલું મીઠું ખાવું જોઈએ.
રોજનું બે કે ત્રણ ગ્રામ કરતાં પણ ઓછું મીઠું ખાવામાં આવે તો હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.