પેરિસની લક્ઝરી ફેશન હાઉસ બેલેન્સિયાગા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દિગ્ગજ સેલિબ્રિટિ આ બ્રાન્ડના કપડાં પહેરવાનું પસંદ કરે છે. સ્ટાઈલ સ્ટેટમેન્ટને વધારવા માટે, લોકો બેલેન્સિયાગાથી કપડાં, પગરખાં અને બેગની નવી ડિઝાઇનની આતુરતાથી રાહ જોતાં હોય છે. હાલમાં બેલેન્સિયાગા પોતાની લેટેસ્ટ ઓફરને કારણે, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ.

બેલેન્સિયાગાએ એક ગૂંથેલા હૂડી જેકેટ બનાવી છે જેમાં ઘણા છિદ્રો છે. આ હૂડી જેકેટની કિંમત 1350 પાઉન્ડ એટલે કે રૂ. 1,39,163) છે. સોશિયલ મીડિયા પર આ હુડી જેકેટને ટ્રોલ કરવામાં આવી રહી છે. 100% પોલિસ્ટરથી બનેલા, આ વાદળી અને લાલ જેકેટમાં છાતી, હાથ, પાછળ અને નીચે છિદ્રો છે. આ જેકેટનો ફોટો શેર કરતી વખતે એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘માત્ર 1 લાખ 39 હજાર રૂપિયામાં તમે જોઈ શકો છો કે આ કપડાને કૂતરાએ ફાડી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે. તે જ સમયે, અન્ય વપરાશકર્તાએ આ કાપડની સરખામણી બિન બેગ સાથે કરી.

Screenshot 4 10

કંપનીએ આ જેકેટ સાથેના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે, ‘જ્યાં સુધી ડિઝાઇનની વાત છે ત્યાં સુધી બાલેન્સિયાગા કપડાં સાથે પ્રયોગ કરવાથી ડરતી નથી. આ જેકેટમાં બનાવેલા છિદ્ર દ્વારા અંદર પહેરેલા કપડા સ્પષ્ટ જોઈ શકાય છે. જીન્સમાં મોટા-મોટા હોલ, હેમ શર્ટ અને ફેડેડ કેપમાં મોટા છિદ્રો આ બ્રાન્ડની ઓળખ છે. બાલેન્સિયાગાની સ્થાપના સ્પેનમાં ક્રિસ્ટોબલ બેલેન્સિયાગા દ્વારા કરવામાં આવી હતી. ક્રિસ્ટોબલને ‘ધ કિંગ ઓફ ફેશન’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રખ્યાત ફ્રેન્ચ ફેશન ડિઝાઇનર ક્રિશ્ચિયન ડાયોરે તેમને વિશ્વના ફેશન માસ્ટર તરીકે વ્યાખ્યાયિત કર્યા. આ બ્રાન્ડ પહેલા પણ તેની વિચિત્ર ફેશનને લઈને ચર્ચામાં છે.

Screenshot 5 6

ગયા વર્ષે, બ્રાન્ડે આ અનન્ય ઇન્સ્ટાગ્રામ પોસ્ટની પણ ખૂબ મજા કરી હતી જેમાં કૂતરાએ મોટી હૂડી પહેર્યા પછી મોડેલિંગ કર્યું હતું. બીજી બાજુ, જમ્પર પહેરેલી એક મોડેલે તેના ચહેરા પર વિચિત્ર આકારના ફિલ્ટર્સ લગાવીને બ્રાન્ડનો પ્રચાર કર્યો. અન્ય પોસ્ટમાં, બ્રાન્ડે ઈયરિંગને પ્રોત્સાહન આપવા માટે લીંબુને પસંદ કર્યું હતું. આ લીંબુને આંખો, નાક અને મોં લગાવીને મોડેલનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એ જ રીતે, વેસ્ટકોસ્ટ પહેરેલી એક મોડેલે તેના ખિસ્સામાં શાકભાજી અને ફળો સાથે તેનો પ્રચાર કર્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.