વૈશાખ વદ અમાસ એટલે શનેશ્વર જયંતિ ઈતિહાસમાં પ્રથમ વખત આજે શનિમહારાજની જયંતિના પાવન અવસરે ભકતો માટે મંદિરો બંધ રહ્યા છે. ખૂદ ન્યાયના દેવતા લોકડાઉનના પગલે બંદીવાન બન્યા હોય તેવું પ્રતીત થાય છે. શનિજયંતિના પાવન દિવસે જયાં લાખો ભકતોનાં ઘોડાપૂર, ઉમટે છે.
તેવા શનિ મંદિરો આજે સુના પડયા. મંદિરો ભલે ‘લોક’ હોય પરંતુ શ્રધ્ધાળુઓની આસ્થા ‘ડાઉન’ થઈ નથી. રાજકોટના જુબેલી ગાર્ડનમાં આવેલા નવગ્રહોના પૌરાણીક મંદિરે બંધ હોવા છતાં વહેલી સવારે ભકતોએ મંદિરની બહાર ઉભા રહી શનિદેવને કોરોનાની મહામારીમાંથી ઉગારવા પ્રાર્થના કરી હતી.