* લગ્નમાં મને દહેજરૂપે ચરખો મળ્યો હતો
* મને યાદ છે વિશ્વનાથ પ્રતાપસિંહે તેમનો અંગુઠો કાપી શાસ્ત્રીજીના માથે તિલક કર્યુ હતું. શાસ્ત્રીજીએ મારા તરફ ફરીને કહ્યું હતું ‘’આજથી તમે ચાર નહીં પાંચ પુત્રોની માતા છો
* તેમના જીવન દરમ્યાન તેમણે ભોગવેલી પીડાઓ જો મને મળી હોત તો હું તેમને વધુ સારી રીતે સમજી શકી હોત !
લોકસભાની ચુંટણી સંપન્ન થઇ ગઇ નવી સરકાર અસ્તિત્વમાં આવી રહી છે. એને શુભેચ્છા આપતી વખતે એક બહુ મહત્વની જે વાત ઉપસે છે તે આ દેશમાં ઉમદા નેતાઓના કારમા દુકાળની છે. આ તકે હમણાં સુધીમાં જે ઉમદા નેતાઓ આ દેશને મળ્યા અને તે દાખલારૂપ તથા અસ્મરણીય બન્યા છે તેમાનો એક શ્રી લાલબહાદુર શાસ્ત્રી છે.આજના રાજકીય અવસર એમને નજર સમક્ષે રાખીએ તો તે દેશને માટે લાભકર્તા અને શુભ શુકન સમા બની શકે !
એ સમય અકળ હતો. અલ્હાબાદની પેટા ચુંટણી આવી અને ગઇ ચુંટણીનું પરિણામ પણ અપેક્ષા પ્રમાજે જ આવ્યું. આખા દેશમાં અફવાઓ, અટકળો અને શંકાઓની ગરમી ફેલાવનાર આ પેટા ચુંટણીનું દેશની તવારીખમાં શું સ્થાન છુે. એ તો પરંતુ પેટા ચુંટણીમાં શ્રી સુનીલ શાસ્ત્રીને કોંગ્રેસના ઉમેદવાર બનાવીને દેશના શાસન પક્ષે પોતાનો સ્વાર્થ સાધવાની સાથે સાથે આજની યુવાન પેઢી ઉપર જાણ્યે અજાણ્યે પણ એક મોટો ઉપકાર કર્યો છે.
શ્રી જવાહરલાલ નહેરુ જેવા પ્રખર રાજેનેતાના મૃત્યુ બાદ ભારતના વડાપ્રધાન બની માત્ર ત્રણ જ વર્ષના શાસનકાળમાં ભારતના એક ઉત્કૃષ્ટ વડાપ્રધાન તરીકે જાણીતા બનનાર સ્વ. શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં મૃત્યુ થયા બાદ બાવીસ વર્ષ પછી પ્રથમ વાર જ રાષ્ટ્રીય સ્તરે તેમનું નામ સાંભળવા મળ્યું.
શાસ્ત્રીજીના પુત્ર શ્રી સુનિલ શાસ્ત્રીને ઉમેદવાર બનાવી શાસ્ત્રી કુટુંબની પ્રતિષ્ઠાનો લાભ મેળવવાનો મરણીયો પ્રયાસ થયો હોવા છતાંય કોંગ્રેસ ઉમેદવાર તરીકે શ્રી સુનીલશાસ્ત્રી હારી ગયા. પરંતુ આ પરાજય પછી પણ શાસ્ત્રીજીના કુટુંબને કોઇ ઝાંખપ લાગી ના કારણે ચૂટણી જીતનાર શ્રી વિશ્વપ્રતાપસિંહ પણ શાસ્ત્રીજીના જ શિષ્ય છે. એટલું જ નહીં શાસ્ત્રીજી તથા તેમના પત્ની લલીતા શાસ્ત્રી વિ.પ્ર. સિંહને તેમના પાંચમા પુત્ર માનતા હતા. અને લલિતા શાસ્ત્રીએ ચુંટણીના સમયે માત્ર સુનિલ શાસ્ત્રીને જ નહિં. વિ.પ્ર. સિંહ ને પણ આશીર્વાદ પાઠવ્યા હતા. રાજકારણના ગંદકીભર્યા અખાડામાં સુનિલ શાસ્ત્રી તથા વિ.પ્ર. સિંહ બન્નેને એકબીજા ની અદબ જાળવી ચુંટણી પ્રચાર દરમ્યાન પરસ્પર કોઇ ટીકા ટીપ્પણ કર્યા નહોતા.
શાસ્ત્રીજીના મૃત્યુ બાદ મુકપણે શાસ્ત્રીજીનું સમાજ સેવાનું કામ આગળ ધપાવી રહેલા લલિતા શાસ્ત્રી જ હવે સુનિલ શાસ્ત્રી અને વિ.પ્ર.સિંહ વચ્ચે અકબંધ રહેલો એક માત્ર પુલ છે. અલ્હાબાદની પેટા ચુંટણી દરમ્યાન શાસ્ત્રી પરિવારની અનેક વાતો અખબારો, અને સામાયિકોમાં પ્રગટ થતી રહી છે. આઝાદીના ચાળીસ વર્ષોમાંથી ૩૪ વર્ષ સુધી માત્ર એક જ પરિવારના સભ્યોને દેશના વડા તરીકે નીહાળતી આવેલી ભારતની જનતાને માત્ર ત્રણ જ વર્ષના શાસનકાળ દરમ્યાન દેશને નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પુરું પાડનાર લાલ બહાદુર શાસ્ત્રી જેવા અદના આદમીની મહાનતાનો પૂરતો પરિચય આપવામાં આપણા પ્રચાર અને પ્રસાર માઘ્યમો નિષ્ફળ ગયા છે. અલ્હાબાદની પેટા ચુંટણીએ શાસ્ત્રસજી અને લલીતા શાસ્ત્રીના જીવનમાં ડોકિંયું કરવાની અનેરી તક પૂરી પાડી છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન અખબારો અને સામાયિકોમાં પ્રગટ થયેલી શ્રીમતિ લલીતા શાસ્ત્રીની મુલાકાતોનું સંકલન અત્રે લલિતાજી ના પોતાના શબ્દોમાં અત્રે રજુ કરીએ છીએ.
અમે લોકો મીર્ઝાપુર જીલ્લામાં શેતગંજ નામના મહોલ્લામાં રહેતા હતા. જયારે મેં શાસ્ત્રીજીને પ્રથમવાર જોયા ત્યારે હું દસ વર્ષની હતી તેમની માતાના કાકીના ભાભી ગુજરી ગયા હોવાથી અનેક સગા સંબંધીઓ સાથે શાસ્ત્રીજી પણ આવ્યા હતા. જયારે બીજા બધાં ખાણીપીણી અને ગપ્પા મારવામાં મશગુલ હતા ત્યારે તેઓ એક ખુણામાં ચૂપચાપ ઉભા હતા તેમની ઉંમર સોળ-સતર વર્ષથી વધારે નહીં હોય, પરંતુ તેમની શાંત અને મુદૃ પ્રતિભાને કારણે તેઓ બધામાં અલગ તરી આવતા હતા. હું તેમનાથી અત્યંત પ્રભાવિત થઇ ગઇ હતી. પરંતુ મેં કોઇને એ અંગે કશું કહ્યું નહીં. એ જમાનામાં ખાસ કરીને છોકરીઓ તેમના મનની લાગણીઓ કોઇને જણાવતી નહોતી.
મારી મા મારા મનનો ભાવ જાણી ગઇ હતી. અમારા ત્રણ બહેનોમાંથી કોઇના પણ લગ્ન શાસ્ત્રીજી સાથે કરીને તે સરા જ ખુશ થાત. પરંતુ ખાનગીમાં હું માત્ર શાસ્ત્રીજીનું જ સ્વપ્નું સેવતી હતી અને મનોમન પ્રાર્થના કરતી હતી કે મારા જ લગ્ન તેમની સાથે થાય, એક દિવસ મને સ્વપ્નું આવ્યું કે એક શિવ મંદીરમાંથી શાસ્ત્રીજી વરમાળા લઇને મારા તરફ આવી રહ્યા છે. તે દિવસે મને ખાતરી થઇ ગઇ કે મારું ભાગ્ય તેમની સાથે જ જોડાયેલું છે. છતાંય મારા કુટુંબના સભ્યો રોજ કોઇનું ને કોઇનું નામ લગ્ન માટે મારી સમક્ષ લઇને આવતા.
એક દિવસ કંટાળીને મેં પૂજાના ઓરડામાં જઇને ભગવાનને ધમકી આપી કે જો તે મારી પ્રાર્થના નહીં સાંભળે તો હું તેમને ભજવાનું છોડી દઇશ. પૂજાનું શિવલીંગ ઉપાડી મેં એક પાણી ભરેલા વાસણમાં ડૂબાડી દીધુ. હું ભગવાનને બિવડાવવા માંગતી હતી જેથી તે શાસ્ત્રીજી સિવાય બીજા કોઇ સાથે મને પરણાવવાનો વિચાર ન કરે. મારી યુકિત સફળ થઇ મારા માટે આવેલા બધા માંગાઓ પાછા ગયા. આખરે એક દિવસ મારી માએ તેમની માતા પાસે જઇને અમારા લગ્નનો પ્રસ્તાવ મૂકયો. અમે ૯ મે ૧૯૨૮ ના દિવસે પ્રભુતામાં પગલા માંડયા. લગ્નમાં દહેજ રુપે મને ચરખો મળ્યો હતો.
અમારું કુટુંબ ઘણું મોટું હતું અને ઘણી બાબતોમાં ‚ઢિચુસ્ત હતું. શાસ્ત્રીજીએ મારી પાસે એક જ માંગણી કરી હતી કે મારે તેમની માતાનું ખાસ ઘ્યાન રાખવું. તેમની માતાએ જીવનમાં ઘણાં દુ:ખો વેઠયા હતા. લગ્ન પછી અમે અલ્હાબાદ રહેવા આવ્યા. થોડા વર્ષો પછી જયારે અમારો પરિવાર વિસ્તર્યો અને તેમની વિધવા બહેન પણ તેના બાળકો સાથે અમારે ઘેર રહેવા આવી ઘરનું કામ કરવું મારા માટે ઘણું પરિશ્રમજનક બની ગયું. શાસ્ત્રીજી આનાથી વાકેફ હતા. તેઓ કોઇ ન જોતું હોય ત્યારે મને ઘરકામમાં મદદ કરતા. અમારી જરુરીયાતો ખુબ ઓછી હતી. પરંતુ તેમને મળવા દૂરદૂરથી આવતા મુલાકાતીઓનો પ્રવાહ અવિરત ચાલુ રહેતો અને ઘર ચલાવવું મારા માટે ઘણું મુશ્કેલ બની જતું.
પાછળથી અમે વધુ મોકળાશવાળ જગ્યાએ રહેવા ગયાં. પરંતુ અમારી જીવનશૈલીમાં કોઇ ફેર ન પડયો. ઘરની બહાર પણ અમે મુલાકાતીઓથી ધેરાયેલા રહેતા. હું શાસ્ત્રીજીની રાજકીય પ્રવૃતિ સાથે સંકળાયેલી નહોતી. તેમનું ઘર સંભાળવાનું કામ મારા માટે વધુ મહત્વનું હતું. શાસ્ત્રીજી પણ મારી કદર કરતા, તેઓ કશું કહેતા નહીં પરંતુ જે રીતે તેઓ મારી સામે જોતા, મારા કામમાં મદદ કરતાં તેનાથી હું સમજી જતી કે તેઓ મારી ચિંતાઓને જાણે છે. અમારા ચાર પૂત્રો હતા. જો કે હવે ત્રણ છે અને બે પૂત્રીઓ મોટી પુત્રી પણ હવે નથી. અત્યારે હરિ, અનિલ અને સુનિલ ત્રણ પૂત્રો અને સુમન એક પુત્રી જ છે, આ ઉપરાંત બે પુત્રીઓ બાળપણમાં જ મૃત્યુ પામી હતી.
વર્ષો વિતતા ગયા તેમ શાસ્ત્રીજીની પ્રતિષ્ઠા પણ વધતી ગઇ, પરંતુ મારી ભૂમિકામાં કોઇ પરિવર્તન ન આવ્યું. હું તેમની પત્ની તરીકે તેમની એક એક જરુરીયાતોનો ખ્યાલ રાખીને જીવવા માંગતી હતી. તે માટે મેં શકય હોય એટલો બધો બધો જ પ્રયત્ન કર્યો, ત્યારે પણ તેમાં કોઇ પરિવર્તન ન આવ્યું. ઘણાં માને છે કે મેં એક કંટાળાજનક જીવન વ્યતિત કર્યુ છે પરંતુ શાસ્ત્રીજી સીધું સાદું જીવન જ જીવવા માંગતા હતા.
કે હું , પણ એ જે કહે એ જ મારા માટે, મહત્વનું હોવાથી હું પણ એ જ રીતે જીવતી, હું ઘણી ખુશ હતી કારણ કે હું જાણતી હતી કારણ કે હું જાણતી હતી કે શાસ્ત્રીજી જેવું જીવન જીવવાની ઇચ્છા ધરાવે છે તેને શકય બનાવવામાં મેં પણ મારી રીતે ફાળો આપ્યો છે.
વિશ્ર્વનાથ પ્રતાપસિંહ અમારા કુટુંબની ઘણા નિકટ હતા. મને પણ તેઓ ગમે છે કારણ કે તેમણે અમારા માટે શાસ્ત્રીજીના ટ્રસ્ટ માટે અને શાસ્ત્રીજીના ટ્રસ્ટ માટે અને શાસ્ત્રીજીના નામ માટે ઘણું કર્યુ છે. લાલબહાદુર શાસ્ત્રી સેવા નિકેતને સૌથી વધુ કામ માંડામાં કર્યુ છે કારણ કે રી સિંહ ત્યાંના રાજા છે અને તેમની સહાયથી જ એ કાર્યો શકય બન્યા છે. ર૭મી ડીસેમ્બર ૧૯૬૫ના દિવસે તેમણે રજવાડી ઠાઠથી માંડામાં અમારું સ્વાગત કર્યુ હતું. મને હજુ યાદ છે વિ.પ્ર. સિંહે તેમનો અંગુઠો કાપી શાસ્ત્રીજીના માથે લોહીનું તિલક કર્યુ હતું. શાસ્ત્રીજીએ મારા તરફ ફરીને કહ્યું હતું કે હવે તમે ચાર નહીં પાંચ પૂત્રોની માતા છો. વિશ્ર્વનાથ તમારા પાંચમાં પુત્ર છે. શાસ્ત્રીજી ખરેખર તેમને ખુબ ચાહતા હતા.
શાસ્ત્રીજી જયારે વડાપ્રધાન હતા ત્યારે મેં બે વાર વિદેશ પ્રવાસ કર્યો હતો. જયારે તેઓ તાશ્કંદ ગયા ત્યારે હું તેમને સાથે નહોતી જઇ શકી કારણ કે આખા પ્રવાસ દરમ્યાન ઘણું કામ રહેવાની શકયતાઓ હતી. વળી તેમને ડર હતો કે તાશ્કંદની ઠંડી હું કદાચ સહન ન કરી શકું તેથી તેમણે મને તેમની સાથે અમેરિકા લઇ જવાનો પ્રસ્તાવ મૂકી એકલા જ તાશ્કંદ જવાનું નકકી કર્યુ હતું.
દસમી જાન્યુઆરીએ મોડી સાંજે તેમણે મને ફોન કર્યો હતો. તેમણે તાશ્કંદ કરાર ઉપર સહી કરી લીધી હતી. કુસુમે ફોન લેવા મને બોલાવી. પરંતુ હું તેમનો એક શબ્દ સાંભળી નહોતી શકતી. ફોનની લાઇન બરાબર નહોતી.ફોન કુસુમના હાથમાં પકડાવી હું રસોઇ બનાવવા ચાલી ગઇ, પાછળથી સુમને આવીને મને કહ્યું કે તેઓ સવારે આઠ વાગે મને ફરી ફોન કરશે. પણ ન જાણે કેમ મારું મન અસ્વસ્થ હતું. મને કોઇ અમંગળ ભણકારા વાગતા હતા. મોડી રાત્રે એક વાગે ફોન આવ્યો કે તેઓ માંદા છે મને લાગ્યું કે તેમને હાલત ખરેખર ગંભીર હશે. થોડીવાર પછી જયારે ફોન આવ્યો ત્યારે અમે ભાંગી પડયા હતા.
આ કરૂણાતિકાનો સાર એટલે કે, લાલબહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન હતા ત્યારે જ ધર્માત્મા સમા હતા. આમ આદમી સમા સીધા સાદા હતા. એમનો એક સરખો પહેરવેશ ગાંધયુગના પહેરવેશ જેવો હતો. બધી વાતે તેઓ સાદગીભર્યુ જીવન જીવ્યા હતા. પાકિસ્તાનની સામે યુઘ્ધ વખતે તેમણે દેશને ‘જય જવાન, જય કિશાન’નું સૂત્ર આપ્યું હતું. અને ‘મિસ અમીલ અ ડે’ એક દિવસ ભોજન છોડો નો મંત્ર પણ આપ્યો હતો. તેમની રાજકીય અને રાજદ્વારી ચાતુરી અદભુત હતી. તેમના જેવા નેતા અને વડાપ્રધાની અત્યારે રાષ્ટ્રને ખોટ છે. એમને નજર સામે રાખીને સરકાર ચલાવાય, એ રાષ્ટ્રના હિતમાં ગણાશે!