એવું કહેવાય છે કે ભુખ લાગે ત્યારે અને ભુખ ન હોય તેના કરતાં થોડું ઓછું જમવું.
આ વાતને મોડર્ન સાયન્સે પણ સમર્થન આપ્યું છે. ભાવતી વસ્તુઓ સામે પડી હોય ત્યારે પેટમાં પધરાવી દેવાની આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
અમેરિકાના સિગાકોમાં આવેલી યુનિવર્સિટી ઓફ ઈલિનોઈના રિસર્ચરોનું કહેવું છે કે આજકાલ ભુખ ન હોવા છતાં સ્વાદિષ્ટ ચીજો જોઈને ખાવાનું મનાય તેનું પ્રમાણ વધ્યું છે. જે લોકો ભુખને કારણે નહીં પરંતુ સ્વાદને કારણે ખાય છે. તેની બોડીની ઓલઓવર સિસ્ટમ બગડે છે.અને માંદગીને આમંત્રણ આપે છે.