ઝારખંડ હાઇકોર્ટના ચુકાદા સાથે સુપ્રીમ કોર્ટ સહમત: બીપીસીએલના કર્મચારીની અરજી ફગાવી
ભ્રષ્ટાચાર અધિનિમય હેઠળ કાર્યવાહી દરમિયાન થયેલા ફોજદારી કેસ અંગેના વિવાદમાં ઝારખંડ હાઇકોર્ટ દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો સાબીત ન થયા ત્યારે ફોજદારી કેસને પડતો ન મુકી શકાય અને તે અંગે ટ્રાયલ ચલાવવી જરૂરી બનતી હોવા અંગેના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા પણ ઝારખંડ હાઇકોર્ટના ચુકાદા સાથે સહમત થઇ ભ્રષ્ટાચાર અને ફોજદારી કાર્યવાહી અલગ છે. લાંચનો કેસ સાબીત ન થાય ત્યારે તેની સામે નોંધાયેલો ફોજદારી કેસ પડતો મુકી શકાય નહી તેવું ઠરાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ અંગે અવલોકન કર્યુ છે કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ શિત્રા પાત્ર ગુનાના સંદર્ભમાં મંજુરી માન્ય રાખવી કે હકિકત ધ્યાનમાં લીધા વિના ભારતીય દંડ સહિતા હેઠળ ગુના બદલ સજા પાત્ર આરોપી સામેનો ચાર્જ આવનારા દિવસોમાં આવી શકે તેમ નથી. જસ્ટીશ એ.એમ.ખાનવીલકર, દિનેશ મહેશ્ર્વરી અને સંજીવ ખંન્નાની ડિવિઝન બેન્ચ દ્વારા ઝારખંડ હાઇકોર્ટના ચુકાદા સાથે સહમતી દાખવી અને બીપીસીએલના કર્મચારીની અરજીને ફગાવી દીધી હતી.
આ કેસમાં ટ્રાયલ કોર્ટમાં ડીસચાર્જ અરજીને ફગાવી દેતા નિરિક્ષણ કર્યુ હતુ કે, આરોપી જાહેર ક્ષેત્રની કંપનીના કર્મચારી હોવાના કારણે ૧૯૭૫ની સીઆરપીસીને મંજુરી આપીને રક્ષણ મેળવવાનો હક્કદર નથી અને તેથી તેના ઉપર ભ્રષ્ટચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટ સમક્ષ આ આદેશ આપતા અરજદારે દલીલ કરી હતી કે, જ્યા સુધી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાયો તેમજ ભારતીય દંડ સહિતાની વાત છે તે એકદમ સમાન છે. અને તેથી કાર્યવાહીની મંજુરીની ગેરહાજરીમાં ૧૯૮૮ના ઉપરોકત અધિનિયમની જોગવાય હેઠળ ભારતીય દંડ સહિતા ફોજદારી કાર્યવાહી પણ ટકી શકતી નથી આ દરખાસ્તના સમર્થમાં અલ્લાબાદ હાઇકોર્ટના ચુકાદો રજુ કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત પેટ્રોલિમ કોર્પોરેશન લિમીટેડના કર્મચારીની આ દલિલ ધ્યાને લીધી ન હતી અને ઝારખંડ હાઇકોર્ટના ચુકાદાને પ્રાધાન્ય આપી ભ્રષ્ટાચાર અને ફોજદારી ગુના અલગ હોવાનું ઠરાવ્યું છે.
કર્મચારી સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધાય અને તેમાં તે નિર્દોષ ઠરે એટલે તે સમયે બનેલો ફોજદારી ગુનો તેની સામે મટી શકતો નથી. તેની સામે ફોજદારી ટ્રાયલ પુરી કરી જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બનેલી ડિવિઝન બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે.