જળ એ જ જીવન: કાલે વિશ્વ જળ દિવસ
પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ સાથે પુન: વપરાશ પણ થવો જોઇએ: નવરંગ નેચર કલબ
જળ એજ જીવન આપણા રોજીંદા જીવનમાં જળએ અમૃત સમાન છે. ખાસ તો ધરતીનું અમૃત પાણી છે પરંતુ શું ખરેખર આપણે અમૃતની જેમ પાણીનો ઉપયોગ કરીએ છીએ? ખાસ તો વરસાદ એ કુદરતી પ્રક્રિયા છે. પરંતુ વધતા પ્રદુષણને કારણે કે કયાંક વરસાદની પ્રક્રિયાને પણ નુકશાન પહોંચે છે તો વધતા પ્રદુષણને રોકી પાણીનો પુન:વપરાશ થવો જોઇએ કહેવાય છે કે પાણીને વાણી વિચારીને વાપરવા જોઇએ.
આમ, પાણીના સમજણપૂર્વક ઉપયોગ કરવાથી ધરતીના અમૃતને બચાવી શકાય પાણી બચાવવા કાલે સમગ્ર વિશ્ર્વમાં જળ દિવસની ઉજવણી થશે.
આ અંગે નવરંગ નેચર કલબના પ્રમુખ વિ.ડી. બાલા જણાવે છે કે પાણી એ પૃથ્વી પરનું અમૃત છે તો પાણીનો અમૃતની જેમ ઉપયોગ કરવો જોઇએ. આપણે ત્યાં ધાર્મિક કથાઓ થાય છે જે સારી બાબત છે પરંતુ હવે જળ, પક્ષી, ઝાડ બચાવા જોઇએ. ખાસ તો પાણીનો ઉપયોગ કરકસર પૂર્વક કરવો જોઇએ સાથો સાથ પાણીનો બે વખત ઉપયોગ થવો જોઇએ. જેમ કે વાસણ સાફ કર્યા બાદ પાણી વધે તો તેને ફેકવાને બદલે ઝાડને પાવું જોઇએ.
હોસ્ટેલ, ફેકટરી જેવી અનેક જગ્યાએ પાણીનો પુન:વપરાશ થાય તો પાણી બચાવી શકાય.
જંગલવાળી જમીનમાં વરસાદનું ૩૦ ટકા પાણી જમીનમાં ઉતરી જાય છે. તાલુકા લેવલે ૧પ ટકા અને મહાનગરોમાં ૩ ટકા પાણી જમીનમાં ઉતરી છે જેનું કારણ શહેરોમાં પાકા રોડ, પાકા મકાનો થયા છે. પાણી ને ઉતરવા માટે જગ્યા મળતી જ નથી. ખાસ તો વરસાદ નિયમિત બને તે માટે વધુને વધુ વૃક્ષો વાવવા જોઇએ.
અને આપણી મુળી સમા હયાત વૃક્ષોને આપણે સાચવી લેવા જોઇએ. સોસ ખાડા, બોર દ્વારા વરસાદના પાણીને જમીનમાં ઉતારવું જોઇએ. હાલમાં ગ્લોબલ વોમીંગ મોટી સમસ્યા બન્યું છે. ત્યારે લોકોએ એજ વિચારવું જોઇએ કે પર્યાવરણ ને કઇ રીતે બચાવી શકાય.
હાલમાં વરસાદ પણ અનિયમીત જોવા મળે છે તે બધી જ ભૂલો માનવીની છે.કુદરતી પ્રક્રિયાને તોડવાને બદલે તેને સપોર્ટ કરવો જોઇએ. આપણે ત્યાં અમુક તહેવારો ઉજવવાને બદલે પાણી બગાડવાની હરિફાઇ લાગે છે. તો આવી હરિફાઇમાં ભાગીદાર બનવું જોઇએ નહિં ખાસ તો આપણે નદિન ને ‘માં’ કહીએ છીએ તો આપણી સંસ્કૃતિ અનુસાર નદીને કે કોઇપણ પાણીના સ્ત્રોત ને ગંદુ ન કરવું જોઇએ. હાલમાં વૈજ્ઞાનિક સિસ્ટમ પણ ઉપલબ્ધ છે તો તેના દ્વારા પાણીનો ન વારંવાર ઉપયોગ કરવો જોઇએ.
વિશ્ર્વ જળ દિવસ નિમિતે સંદેશો આપતા જણાવ્યું હતું કે પાણીનો સૌએ કસકસર પૂર્વક ઉપયોગ કરવો જોઇએ. એક એક વ્યકિત રોજે એક ડોલ બચાવે તો પણ પુષ્કળ પાણી બચાવી શકાય.