ગુજરાતનું વૈભવ અને આતિથ્ય ભાવ સમગ્ર વિશ્વની એક રોચક દંતકથી સદીઓથી ચર્ચાતી રહી છે ગુજરાત તરફનું આકર્ષણ અને એક વખત ગુજરાત જોવાનું સાહસ કરવાનું વિશ્વના પ્રત્યેક સમજદાર સાહસિક અને હોશિયાર વ્યક્તિના મનમાં હોય છે ગુજરાત કોઈ ઓળખનું મહોતાજ નથી પરંતુ ઓલમ્પિક યજમાન પદની તકથી ગુજરાત વધુ એકવાર વિશ્વમાં ડંકો વગાડવા જઈ રહ્યું છે.

વિશ્વને ગુજરાતની મહેમાનગતિનો લાભ આપવાનો અવસર આવી રહ્યો છે. 2036 ના ઓલમ્પિક યજમાન માટે ગુજરાતના મહાનગર અમદાવાદના નસીબ ચમકવા લાગ્યા છે. જગતમાં દરેક રમતવીરનું સપનું હોય છે કે તેને ઓલમ્પિકમાં રમવાની તક મળે 1896થી યુનાનની રાજધાની એથેન્સ થી શરૂ થયેલા ઓલિમ્પિકને વિશ્વ યુદ્ધ વખતે બ્રેક લાગી હતી ત્યાર પછી ફરીથી આ સફર શરૂ થઈ અને હવે તેના યજમાન માટે ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે ગુજરાતની આર્થિક સામાજિક અને વૈશ્વિક મંચની ઓળખને એક નવી જ ઉંચાઈ આપશે ઓલમ્પિક માટે અમદાવાદને દુલ્હનની જેમ સજાવવામાં આવશે. અબજો રૂપિયાના ખર્ચે શહેરને વૈશ્વિક રમતોત્સવ માટે સજ્જ કરાશે. ઓલમ્પિક યજમાન પદ થી ગુજરાતની આવક, આર્થિક ધરોહર અને ઓળખ નવા રૂપરંગ સાથ એવી બનશેે.

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત પાસે ત્રીજા નંબરનું સૌથી સફળ સૈનિક દળ છે પરંતુ ખેલ મેદાનમાં ખાલીપો રહેતું આવ્યું છે. રણમેદાનમાં  કોઈ પાછી પાની કરે એમ નથી પરંતુ રમતના મેદાનમાં જાણે કોઈ ઉતરવા માંગતું જતા હોય તેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. આથી જ વૈશ્વિક સ્પર્ધા ઓલમ્પિકમાં ટચૂકડા દેશો પર સુવર્ણચંદ્રકોનો વરસાદ થતો હોય ત્યારે આપણને માત્ર એક-બે ચંદ્રકો સંતોષ મેળવવો પડે છે જો કે ગુજરાતના બાળકો અને યુવાઓને સ્થાનિક રમત-ગમતમાં પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યું ત્યારથી રમત ગમત ક્ષેત્રે રુચિ વધી છે અને વિશ્વ ખેલ મહોત્સવ તરફ ધીરે-ધીરે યુવાધન આગળ વધી રહ્યું છે.

ઓલમ્પિકમાં પણ ભારતને મેડલ મળવા લાગ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પરંપરાગત રમતોનો અખૂટ ખજાનો છે પરંતુ પ્રોત્સાહનના ઉદાસ માહોલના કારણે વૈશ્વિક રમતોત્સવમાં કોઈને રૂચીનથી રહેતી નથી. હવે ગુજરાતમાં ઓલિમ્પિકના યુદ્ધમાં પગની ઊભી થયેલી અને તેના સફળ આયોજન થી ગુજરાત અને આધુનિક વિશ્વની એક ઓળખ અને પોતાની આવડત કૌશલ્ય બતાવવાની તક પ્રાપ્ત થશે. ઓલમ્પિક યજમાન પદ મેળવવું અને તેમાં સાંગોપાંગ ઊતરવું ખૂબ જ અઘરું કામ માનવામાં આવે છે.

પરંતુ ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવની સફર ઉજવણી નિમિત્તે એક આગવી પરંપરા અને અનુભવનું ભાથું રહ્યું છે ત્યારે વૈશ્વિક મહાનુભાવોનાં આધારે સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં વ્યવસ્થા માટે સફળ રહેલ ગુજરાત હવે ઓલમ્પિકના યજમાન પદ માટે પણ જ્યારે પસંદગી પામ્યો છે. ત્યારે ગુજરાત સો ટકા ખરું ઉતરશે અને તેના આર્થિક સામાજિક અને વૈશ્વિક લાભો પણ તે બખૂબી મેળવશે તેમાં બેમત નથી માત્ર યજમાન પદ મેળવી લેવું એ પૂરતું નથી તેના માટે પૂરી તૈયારી અને આયોજન સફળ રીતે પાર પડી રહે તે માટે ગુજરાતમાં એક આગવી વ્યવસ્થા કરવી પડશે અને તેમાં ખરું પણ ઉતરવું પડશે કારણ કે ગુજરાતની સંસ્કૃતિ અને વિરાસતમાં આતિથ્ય ભાવ છે ત્યારે ઓલમ્પિક યજમાન પદ પણ ગુજરાત સારી રીતે કરશે તેવો વિશ્વાસ કરવો રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.