અનેક સમસ્યા વચ્ચે પણ ઓનલાઇન શિક્ષણ અડીખમ રહ્યું: શરૂઆતમાં વિવાદોથી ધેરાયેલા ઓનલાઇન શિક્ષણથી હાલ વાલીઓ અને વિદ્યાર્થીઓ વ્યકત કરી રહ્યા છે સંપૂર્ણ સંતોષ
છેલ્લા છ મહિનાથી તમામ ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો કુલ ૫૦૦ થી વધુ ખાનગી શાળાઓ રાજકોટ શહેરમાં આવેલી છે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા શિક્ષણ મેળવવામાં શરૂઆતમાં વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી હતી કનેક્ટિવિટી ની સમસ્યા તેમજ ઓડિયો વીડિયો સરખો ન આવવાને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં ખૂબ જ સમસ્યા થઈ રહી હતી પરંતુ તમામ ખાનગી શાળા સંચાલકોએ તમામ સમસ્યાઓનું સોલ્યુશન કરી સારી ક્વોલિટીના કેમેરા તેમજ ઓડિયો વીડિયો વિદ્યાર્થીઓને સરખો મળી રહે તે માટે વિવિધ સોફ્ટવેર વસાવી હાલ ૪૦થી ૭૦ ટકા જેટલો કોર્સ પૂર્ણ કરી ચૂક્યા છે વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે સાથે જ વાલીઓએ પણ શાળા સંચાલકો તેમજ ઓનલાઈન એજ્યુકેશન આવતા શિક્ષકોની કામગીરીને બિરદાવી છે. ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે ફી ભરી શકે તેવા સક્ષમ વાલીઓને પણ ફી ભરવા અનુરોધ કર્યો છે. ખાનગી શાળાના સંચાલકો તમામ શિક્ષકો ના પગાર સહિતના સ્ટાફનો પગાર ચૂકવી રહ્યા છે જો વાલીઓ હવે ધીમે ધીમે ફી ભરવા માંડે તો તમામ ખાનગી શાળા સંચાલકોની પણ સાઇકલ જળવાઈ રહે.
અબતક મીડિયાની ટીમે રાજકોટની વિવિધ ખાનગી શાળાની મુલાકાત લઇ શાળા સંચાલકોના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ઓનલાઈન એજ્યુકેશન વિશે પ્રશ્ન પૂછતા તેઓએ ભરપેટ ઓનલાઇન એજ્યુકેશનના વખાણ કર્યા હતા.
ઓનલાઈન શિક્ષણ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું છે: ડી.વી મહેતા (જીનિયસ સ્કૂલ)
જીવન નો કોઈ પણ સંઘર્ષ તે લોકોના સાહસ થી મોટો નથી હોતો. વધુમાં ડી.વી મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે શિક્ષણ માં પરિવર્તન આવ્યું છે અને સામાન્ય રીતે શાળા માટે ઓનલાઇનનો મોટો પ્રશ્ન હતો પણ ઘણી શાળા એ ઓનલાઇન ને સ્વીકાર્યો છે. જિનિયસ કાંઈક નવું કરવા તૈયાર હોય છે, ત્યારે રાજ્યની ની ૧૦ શાળા માં જિનિયસનો સમાવેશ થયો છે તે ગૌરવ ની વાત છે. ઓનલાઇન વિશે જણાવતા તેવોએ કહ્યું હતું કે, તમામ શિક્ષકોએ શાળા પાર આવીને અભ્યાસ કરાવાનો હોઈએ છે જેથી દરેક શિક્ષકને અલગ કલાસ,વેબ કેમ અને ટેકનોલોજી ને સુસજ્જ કરવામાં આવ્યા છે. શાળા વાલીઓ સાથે મિટિંગ કરી અને જે વિદ્યાર્થીઓ ને તકલીફ હોઈ તો તેનું નિરાકરણ કરવામાં આવે છે, ઓનલાઇન ને લઈ વાલીઓ એ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. આ તકે લોકો માં ઓનલાઇન સ્વીકૃતિ કરાવા, એસસેમ્બલીને ઓનલાઇન કર્યું છે, સાથો સાથ સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રારંભ પણ કર્યો છે . વિશ્વના સારા વક્તાઓ ને બોલવામાં આવે છે. વધુમાં સમાજના તમામ ઘટકો જે છે તેમાં સંતુલન રાખવામાં આવ્યું છે. આ સમયગાળામાં તમામ શાળા એ નિષ્ટ પૂર્વક કાર્ય કર્યું છે, ત્યારે શાળા ને તરલતા ની જરૂર છે. અંતમાં તેવોએ જાણવ્યું હતું કે તામમ વર્ગ એ હકર્તામક રીતે અગર આવું જોઈએ, સરકાર ખૂબ હકર્તામક અભિગમ થી શિક્ષણ માટે વિચારી રહ્યું છે, અને લોકોએ લર્નિંગ એપ્રોચ રાખવો અત્યંત જરૂરી છે.
ખાસ સોફ્ટવેર દ્વારા અમે તમામ લેક્ચરના વિડીયો અપલોડ કરાતા વિદ્યાર્થીઓ ખુશ: જીમિલ પરીખ (સંચાલક, મહાત્મા ગાંધી સ્કૂલ)
મહાત્મા ગાંધી સ્કૂલના સંચાલક જીમિલ પરીખે અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી સ્કૂલ દ્વારા ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે સાથે જ અમારી શાળા દ્વારા એક ખાસ પ્રકારની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં પહેલા દિવસથી માંડીને આજ સુધીના તમામ લેક્ચર સ્ટોર થઇ શકે વિદ્યાર્થીને આજથી ચાર મહિના પહેલા નું ચેપ્ટર જોવું હોય એ શીખવું હોય સમજવું હોય તમામ ડેટા તેને માત્ર એક ક્લિકે મામા એપ્લિકેશન દ્વારા મળી રહે છે .વિદ્યાર્થીઓ અને વાલીઓ અમારી આ પદ્ધતિથી ખૂબ જ ખુશ છે. ૮ જૂનથી અમે શિક્ષણ આપવાનું શરૂ કર્યું. સારી ક્વોલિટીના ઓડિયો વિડીયો કેમેરા સારામાં સારા સોફ્ટવેર દ્વારા અમે વિડીયો તૈયાર કરી એપ્લિકેશન માં અપલોડ કરી રહ્યા છીએ છતાં પણ કોઈપણ વિદ્યાર્થી અને ન સમજાય તો વિદ્યાર્થી અમારો સંપર્ક કરે છે તમારા સરળ અને મેડમ ખૂબ જ સારી રીતે સંતોષકારક તેમને જવાબ આપી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ માતા-પિતાની સાથે એક શિક્ષક બનીને તેને સાથ આપી રહ્યા છે જે અમારા માટે પણ એક ગર્વની વાત કહેવાય કે આવી પરિસ્થિતિમાં તેઓ પણ અમને સપોર્ટ કરી રહ્યા છે શાળા અને વાલીઓ વચ્ચે નું સંકલન ખૂબ જ સારું છે. ૪૦ ટકાથી વધુ કોર્ષ અમારી શાળા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યો છે સામાન્ય દિવસોમાં શાળા જે રીતે શોધવું હોય તે જ રીતે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે અને ખૂબ જ ખુશ છે.
વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીનું ઓનલાઇન શિક્ષણ મળી રહે તે માટે ક્લાસરૂમમાં થર્મોકોલની શીટ સહિત જરૂરી લેટેસ્ટ ઉપકરણો વસાવ્યા: આશિષ સુમરા (પ્રિન્સિપાલ, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન)
સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન સ્કૂલ ના પ્રિન્સિપાલ આશિષ સુમરા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિડિયો લેક્ચર અને ઓનલાઇન શિક્ષણ મારફત વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છીએ ઘણા લોકોએ ઘણી અફવાઓ ફેલાવી કે ઓનલાઇન શિક્ષણ નથી પરંતુ અમારા તમામ વિદ્યાર્થીઓ સંતોષકારક રીતે શિક્ષણ મેળવી રહ્યા છે.શરૂઆતમાં કનેક્ટિવિટી થી માંડી તકલીફો થઇ રહી હતી અમે ખૂબ જ સારી રીતે તેનું સોલ્યુશન કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છીએ વિડીયો લેકચર બનાવી અને શાળાની એપ્લિકેશનમાં એ વિડીયો અપલોડ કરીએ છીએ જેથી બાળક ખૂબ જ સારી રીતે તેનું રીવિઝન પણ કરી શકે. વિડિયો લેક્ચરમાં વિડીયો ક્વોલિટી સાઉન્ડ ક્વોલિટી નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. શાળાના રૂમમાં અવાજ સારી રીતે આવી શકે તે માટે તમામ બારીયો સંપૂર્ણ બંધ રાખી તેમજ પ્લાયની સીટ અને થર્મોકોલની શીટ પણ સાઉન્ડ પ્રોપર આવે તે માટે લગાવવામાં આવી. ક્લાસરૂમમાં લાઇટની વ્યવસ્થા ચેન્જ કરવામાં આવી તેમજ પ્રોફેશનલ માઈક કે જેની કિંમત ૪૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા છે તે વસાવવામાં આવ્યા. નર્સરી થી માંડી ૧૨ કોમર્સ સુધી અમારે ત્યાં અભ્યાસક્રમ ચાલી રહ્યો છે તમામ ધોરણમાં વિડીયો લેકચર અને ઓનલાઈન એજ્યુકેશન અમે ચલાવી રહ્યા છીએ. તમામ વિષયો સાથે અમે એક લેક્ચર ની માર્કશીટ પણ આપી રહ્યાં છે સંપૂર્ણ એજ્યુકેશન ટાઈમ ટેબલ સેટ કરીને ચલાવી રહ્યા છીએ. ૭૦થી ૮૦ ટકા કોર્સ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ. હિન્દી સમાજશાસ્ત્ર અને ગુજરાતીમાં અમે ૯૦ ટકા જેટલો કોર્સ પૂર્ણ કરી ચૂક્યા છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓને પણ વિડીયો કોલ મારફત જોડી પેરેન્ટ્સ મિટિંગનું આયોજન કરવામાં આવે છે વાલીઓ અમારી કાર્ય પધ્ધતિ થી ખૂબ જ ખુશ છે. સ્કૂલ ચાલુ હોય અને વિદ્યાર્થીઓને જે રીતે શિક્ષણ આપવામાં આવે તે જ પ્રકારનું શિક્ષણ હાલ અમે વિવિધ ટેકનોલોજીની મદદથી ઓનલાઇન આપી રહ્યા છે. એજ્યુકેશનની સાથે ડ્રોઈંગ કોમ્પીટીશન સહિતની વિવિધ કોમ્પિટિશન પણ અમે કરાવી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ અમારી શિક્ષણ પદ્ધતિથી ખૂબ જ ખુશ છે.
ઓનલાઇન શિક્ષણ થકી હાલ ૬૦ ટકા જેટલો કોર્ષ પૂર્ણ કરવામાં આવ્યો: કાજલ શુક્લ (પ્રિન્સિપાલ જિનિયસ સ્કૂલ)
જિનિયસ સ્કૂલના પ્રિન્સિપાલ કાજલ શુક્લએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જે સમયથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ને સમજાવું અત્યંત મુશ્કેલ સાબિત થયું હતું, જેનું કારણ એ છે કે , એક સમય શિક્ષકો વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક ઉપકરણો નો ઉપયોગન કરવા શીખવાડતા હોઈ છે ત્યારે મહામારી ના સમયમાં ઓનલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને આવકારવા અત્યંત મુશ્કેલ હતું. પરંતુ શાળાના શિક્ષકોના અથાગ પ્રયત્ન થકી જે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઇન તરફ વાળવા માં આવ્યા તેનાથી વિદ્યાર્થીઓનો પણ વિકાસ થયો છે. ઓનલાઇન મારફતે હાલ ૬૦ ટકા જેટલો કોર્ષ પૂર્ણ કરવામાં આવ્યો છે જેનાથી વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. વધુમાં તેવો એ જણાવતા કહ્યું હતું કે જિનિયસ કંઈક નવું કરવા હર હમેશ પ્રયત્ન કરે છે. આ સમયમાં પણ શિક્ષકો શાળાએ આવી આગવી ઢબ થી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોઈ છે. આ તમામ ઘટકોને જોતા હોવી વાલીઓમાં પણ ઓનલાઇન ને લઈ ગેરસમજણ હતી તે દૂર થઈ છે. શાળા માટે સૌથી વધુ ચિંતાનો વિષય એ હતો કે, નાના બાળકો જે એક સ્થાન ઉપર વધુ ન બેસી શકે તો તેમને ઓનલાઇન માટે કેવી રીતે તૈયાર કરવા તે શાળા માટે સૌથી મોટો પડકાર હતો. જેથી શાળાના શિક્ષકો દ્વારા હર હમેશ નવી પદ્ધતિ અને તેમને રસ પ્રચુ કરવા નવીનતમ પ્રયોગ પણ કરવામાં આવતા હોવાથી ઓનલાઇન તરફનો તેમનો ઝુકાવ ખૂબ વધ્યો છે.
બાળકો ઓનલાઇન એજ્યુકેશનથી ખૂબ જ ખુશ છે પંચશીલ સ્કુલ સતત કાર્યરત : યોગીરાજસિંહ જાડેજા
પંચશીલ સ્કુલ ના પ્રિન્સિપાલ યોગીરાજસિંહ જાડેજા એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓનલાઈન એજ્યુકેશન અમે છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવતા લેક્ચર્સ અને ફોન પર આપવામાં આવતા આ જવાબોથી ખૂબ જ ખુશ છે કોઈપણ વિદ્યાર્થીને કંઈ પણ તકલીફ પડે ૨૪ કલાક માટે અમારા ચાલુ છે ગમે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ અમને ફોન કરી શકે છે પહેલા દિવસથી જ ક્વોલિટી બેઝ ઓનલાઇન શિક્ષણ અમે વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ. ૫૦થી ૭૦ ટકા જેટલો કોર્સ અમે પૂર્ણ કરાવી ચૂક્યા છીએ.
ફી ભરવા જે વાલીઓ સક્ષમ છે તે વાલીઓ ફી ભરે તો સાઈકલ જળવાઈ રહે : અજય પટેલ (સંચાલક, ન્યુએરા સ્કૂલ)
ન્યુએરા સ્કૂલના સંચાલક અજયભાઈ પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે જે ખાનગી શાળાઓમાં છ મહિના ઓ થી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ધોરણ-૧૦ અને ૧૨મા તો એપ્રિલ મહિનાના એન્ડ થી જ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ ના કોર્સની ની વાત કરવામાં આવે તો ૫૦ ટકાથી વધારે કોર્સ પૂર્ણ થઇ ચૂક્યો છે ધોરણ એક થી ૧૧ માં ૪૦ ટકાથી વધારે કોર્સ પૂર્ણ કરાવી ચુક્યા છીએ. દર અઠવાડિયે તેમનું એકમ કસોટી પણ લેવામાં આવે છે સાથે જ સેમેસ્ટર પરીક્ષાઓ જે આવે છે તેમની પણ તૈયારીઓ કરાવવામાં આવી રહી છે ઓક્ટોબર ના એન્ડ માં તેમની સેમેસ્ટર પરીક્ષા એટલે કે તેમની પ્રથમ કસોટી પણ લેવાની છે ત્યારે ખુબ જ સરસ રીતે અત્યારે કોર્સ ચાલી રહ્યો છે. તમામ વાલીઓ ને મારી એક જ વિનંતી છે લોકડાઉન પૂર્ણ થયું તેને પણ ચાર મહિના થઇ ચુક્યા છે લોકોના ધંધા રોજગાર પણ ધીરે ધીરે ચાલુ થઈ ગયા છે જેની પરિસ્થિતિ સારી છે તે ભરવા આવી શકે છે જો વાલીઓ ફી ભરે તો એક સાઇકલ સરસ રીતે ચાલી શકે છે શિક્ષણના પણ ઘણા બધા ખર્ચા હોય છે જે સારી રીતે નિભાવી શકાય વાલીઓ ફી ભરવા આવી શકે તો જ બધું શક્ય બની શકે એમ છે નહિતર બીજા સેમેસ્ટરમાં ઘણી બધી મુશ્કેલીઓ પડવાની સંભાવના છે.
શરૂઆતમાં ડર હતો પરંતુ હાલ અત્યારે ઓનલાઇન શિક્ષણમાં ખૂબ જ સારી રીતે અમે શિક્ષણ મેળવી રહ્યા છીએ: ચૌહાણ દર્શના (વિદ્યાર્થીની)
૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચૌહાણ દર્શના એ અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૫૦ ટકા જેટલો કોર્સ અમારે પૂર્ણ થઇ ચૂક્યો છે એપ્રિલ મહિનાથી ઓનલાઇન શિક્ષણ શરૂ છે અને ખૂબ જ સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છીએ. પહેલા ડર હતો કે ૧૨ સાયન્સ છે અભ્યાસક્રમ પૂર્ણ થશે કે નહીં પરંતુ હવે એ ડર નીકળી ગયો છે હવે એક વિશ્વાસ આવી ગયો છે કે હું બાર સાયન્સ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકીશ દરરોજ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ના લેક્ચર્સ હોય છે મને મારા માતા-પિતાએ પણ ખૂબ જ હિંમત આપી અને મને સપોર્ટ કર્યો છે.
પેરેન્ટ્સ એક ટીચર બનીને મને ભણાવી રહ્યા છે: પરમ ત્રિવેદી (વિદ્યાર્થી)
પાંચમા ધોરણમાં તપાસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પરમ ત્રિવેદીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી અમે ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છીએ અમારા સવારે ટીચર ખૂબ જ સારી રીતે અમને સહકાર આપી રહ્યા છે કાંઈ પણ અમને તકલીફ પડે કોઈ પણ પ્રશ્નનો સમજાતો નો હોય તો અમને ખુબજ સારી રીતે સમજાવે છે.મારા મમ્મી પણ એક ટીચર બનીને મને દરરોજ ભણાવી રહ્યા છે. અત્યાર સુધીમાં યુનિટ ફોર સુધી નો કોર્સ અમારે પૂરો થઈ ગયો છે.
૭૦ ટકા જેટલો કોર્સ અમે પૂર્ણ કરાવી ચુક્યા છીએ: અમિશ દેસાઈ (સંચાલક, તપસ્વી સ્કૂલ)
રાજકોટની તપસ્વી સ્કૂલના સંચાલક અમિશભાઈ દેસાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી શાળામાં ઇંગ્લીશ મીડીયમ અને ગુજરાતી મીડીયમ બંને માધ્યમો અમે ચલાવી રહ્યા છીએ બંને માધ્યમોમાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભણતર મેળવી રહ્યા છે. ઇંગ્લીશ મીડીયમ પ્રાઇમરી માધ્યમ ધોરણ ૧ થી ૮ માં અમે ૪૦ ટકા જેટલો કોર્સ પૂરો કરી ચૂક્યા છીએ તેમજ ધોરણ નવ૯ અને ૧૦ માં ૫૫% થી ૬૦% કોર્સ પૂરો કરી ચૂક્યા છીએ. ધોરણ ૧૨ માં ૭૦% જેટલો કોર્સ પૂરો કરાવી ચૂક્યા છીએ. જૂન મહિનામાં દરેક શિક્ષકો વાલીઓને એક દ્વિધા હતી કે આ ઓનલાઇન શિક્ષણને બાળકો કઈ રીતે સ્વીકારશે? માત્ર બે અઠવાડીયાની અંદર વાલીઓ અને વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાં ખુબ જ સંલગ્ન થઇ ગયા.
જેટલા પણ વાલીઓ તમને મળે એ અમને જાણ કરે છે કે રૂટીનમાં ભણતર પ્રત્યે જેટલી બાળકોની તેઓ કેર કરતા તેનાથી વધુ કેર હાલ કરવા લાગ્યા છે. ઓનલાઇન એજ્યુકેશનથી બાળકોમાં પોતાની જવાબદારીનું ભાન ખૂબ જ વધ્યું છે. મારા મત મુજબ આ સૌથી વધુ ફાયદાકારક બાબત બની રહી છે. જો ફી બાબતે વાત કરવામાં આવે તો સરકાર જે નિર્ણય કરે તે શાળા સંચાલકો અને વાલીઓને શિરોમાન્ય હોય છે મારી સ્કૂલની જો વાત કરું તો અમે ૧૦ ટકાથી માંડી ૨૦ ટકા સુધી ૨૮૦ જેટલા વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ કરી આપ્યું છે.
ઘરે બેઠા મારો પુત્ર ૧૨ સાયન્સનું ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યો છે હું ખુશ છું: વૈશાલી મહેતા (વાલી)
૧૨ સાયન્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી વૈશાલી મહેતા એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો પુત્ર ન્યુ એરા સ્કૂલ માં ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે કોરોના ને કારણે મને પહેલાં ખૂબ જ ડર હતો તમારા પુત્ર નું બોર્ડ બગડશે મનમાં પ્રશ્ન હતો કે સાયન્સ માં હોવાને કારણે ઓનલાઇન ભણી શકશે કે નહીં મને શાળા સંચાલકો પર ગર્વ છે કારણ કે મારો પુત્ર એપ્રિલ મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યો છે. શરૂઆતમાં ઓનલાઈન એજ્યુકેશન માં તેને ખૂબ જ કંટાળો આવતો હતો કારણકે ક્લાસમાં તમે ભણતા હોય અને વિડીયો જોઈને ઘણો તો ઘણો ફરક પડે પરંતુ ૧૫ દિવસ બાદ ખૂબ જ સારી રીતે આ પદ્ધતિમાં મન મનાવીને ગોઠવાઈ ગયો. તમામ સર સાથે તેનો સતત સંપર્ક ચાલુ હોય. હાલમાં કોઈ એવું લાગતું જ નથી કે સ્કૂલ ચાલુ છે કે નહીં તેમના ટીચરની મહેનત જોઈને અમને પણ ગર્વ થાય છે કે આવી પરિસ્થિતિમાં પણ ખૂબ જ સારું શિક્ષણ મારા પુત્રને મળી રહ્યું છે કોઈપણ ટોપીક હોય કાંઈ પણ દ્વિધા હોય સર સાથે સીધી જ વાત કરીને સોલ્યુશન મેળવી લે છે. સમયાંતરે પરીક્ષાઓ પણ સારી રીતે લેવામાં આવે છે એના રીઝલ્ટ પણ ફોન દ્વારા મોકલી આપવામાં આવે છે આટલું સારું શિક્ષણ જો મળતું હોય તો મારું બાળક ઘરે રહીને શિક્ષણ મેળવે તો મને કોઇ જ ફર્ક નથી પડતો કારણકે હવે ક્લાસરૂમ જેટલું જ સરસ શિક્ષણ તેને ઘરે બેઠા મળી રહ્યું છે અમને ખુબ જ સંતોષ છે ૫૦ ટકાથી વધુ તો કોર્ષ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. મારો પુત્ર જરાપણ ડિપ્રેશનમાં નથી કારણ કે જો આવી પરિસ્થિતિ હોય તો બાળક કોઈ પણ હોય ભણતરને લઇને ડિપ્રેશનમાં આવી જતા હોય છે પરંતુ હાલ અત્યારે શિક્ષણની પદ્ધતિ સ્વીકારી તે ખૂબ જ સારી રીતે શિક્ષણ મેળવી રહ્યો છે.
દર અઠવાડિયે ટેસ્ટ લેવામાં આવે છે ઓનલાઇન શિક્ષણથી હું ખૂબ જ ખુશ: સાક્ષી (વિદ્યાર્થીની)
૧૨ સાયન્સ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાક્ષી એ અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના ને કારણે ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છીએ શરૂઆતમાં તકલીફ પડી પરંતુ થોડા દિવસો બાદ મન મનાવ્યું કે કોરોના ની સાથે જ ભણતરને આગળ વધારવાનું છે માતા-પિતા અને સ્કૂલ તરફથી સરનો ખૂબ જ સપોર્ટ મળ્યો ખૂબ જ સારી રીતે હવે ઓનલાઇન શિક્ષણમાં બધું જ સમજાય છે રોજનું સાયન્સનું વિવિધ સાહિત્ય પણ અમને ફોનમાં મળી જાય છે ત્રણેય સબ્જેક્ટ વિકલી ટેસ્ટ પણ હોય છે હું બી ગ્રુપ સ્ટુડન્ટ છું તમારે બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સની રેગ્યુલર ટેસ્ટ હોય છે અને ટેસ્ટ પણ ખૂબ જ સારી જાય છે. બોર્ડની પરીક્ષામાં પણ કંઈ તકલીફ નહીં પડે અને નીટની તૈયારીઓ પણ ખૂબ જ સારી રીતે કરાવી રહ્યા છે.