પાણીના ધાંધીયાથી પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા આગબબૂલા
ભાજપના શાસકોભર ચોમાસે જનતાને માત્ર ર૦ મીનીટ પણ પુરતા ફોર્સથી પાણી આપવામાં સદંતર નિષ્ફળ નિવડયા છે. ચુંટણી સમયે પાણીદાર વચન દેવામાં પાવરધા ભાજપના શાસકો શહેરની જનતા માટે નર્મદાના નીરનો પર્યાપ્ત જથ્થો લાવી શકતા નથી. અમે મનપા ના અનધડ વહીવટના કારણે પાણીનું વ્યવસ્થા તંત્ર પણ ગોઠવી શકતા નથી. પ્રથમ વેસ્ટ ઝોનમાં પાણીની મોકાણ સર્જાયા બાદ હવે સેન્ટ્રલ ઝોન નીચે આવતા જુદા જુદા વોર્ડમાં ભાજપના પાપે જનતાને ભરચોમાસે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. આજે જનતા પુવી રહી છે કે છાશવારે નર્મદા નીરના વધામણા કરવા પહોચી જતા શાસકો અને એ નર્મદાના નીર કયાં છે. પ્રજાના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે સાકાર થયેલી સૌની યોજનાના પાણી જનતાના ઘર સુધી કેમ પહોચતા નથી આ સૌની યોજનાના પાણી કોણ પી જાય છે. અત્યારે ભરચોમાસુ ચાલી રહ્યું છે. નર્મદા ડેમ ઓવરફલો તરફ આગળ વધી રહ્યો છે.