લોકડાઉનના ૨૧ દિવસ કઈ રીતે કાઢવા તે વર્તમાન સમયે લોકોના મનમાં ઉઠતો સૌથી મોટો પ્રશ્ર્ન છે. ઘરમાં રહીને મોજ, મસ્તી અને મનોરંજન માટે એક મર્યાદા બંધાઈ જતી હોય છે. થિયેટર, ગાર્ડન, હોટલમાં સમય પસાર કરવા અને મોજ માણવાનું ચલણ તો લાંબા સમયથી સુધી જોવા મળ્યું છે પરંતુ જ્યારે ઘરની બહાર ન નીકળી શકાય ત્યારે રંગીલા રાજકોટની જનતા મોજ-મજા માણવાનું ચુકતી નથી. ઘરે રહીને ઈન્ડોર ગેમ્સ રમવાની સાથો સાથ પરિવાર સાથે ગપ્પા ગોષ્ટીનો લ્હાવો પણ શહેરના આગેવાનો લઈ રહ્યાં છે. ભવિષ્યની ચિંતા એકબાજુએ રાખી લોકડાઉનમાં મળેલા ૨૧ દિવસના સમયનો નિત્યાનંદ આગેવાનો લઈ રહ્યાં છે. ઘરમાં પુરાઈ રહેવાની સજા નહીં પરંતુ ઘરમાં રહેવાની મજા ઉક્તિ સાથે આગેવાનો ઘરકામમાં મદદરૂપ થતા હોય તેવા કિસ્સા સામે આવે છે. માત્ર સાફ-સફાઈ જ નહીં પરંતુ શાકભાજી કાપવા, રસોઈ બનાવવા મદદ કરવી, કુંડાઓમાં પાણી છાંટવું સહિતની કામગીરીમાં રાજકોટના આગેવાનો જોતરાઈ ગયા છે. ગમે તે થાય ઘરમાં જ રહીશ… તેવા આહવાનને સાર્થક બનાવવા માટે આગેવાનોએ સામાન્ય લોકોને અનેક ઉદાહરણો પૂરા પાડ્યા છે.
યોગ લોકોની માનસિક અને શારિરિક સ્થીતીને સુધારે છે: જયંતિભાઇ સરધારા
લોકડાઉન પહેલા સવારના દિનચરિયામાં હું સવારે પોણા છ વાગ્યે નિત્યક્રમ પતાવી બગીચામાં ર૦ જણા ભેગા થઇ સાત વાગ્યા સુધી એકસરસાઇઝ કરી ત્યાંથી ઘરે આવી આશર કરીને છાપુ વાંચી નાઇધોઇ નાસ્તો કરી મારા બિઝનેસમાં જે.કે. મોલ પટેલ ટ્રેડસ, ભારત હાર્ડવેર, એ મારી દુકાનો પણ ચકકર મારી ત્યાંથી બપોરના લોથડા જતો લોથડા અમારી સોલારની ફેકટરીનું કામ જોતી અમારા લોથડા એસોસિએશનના મેમ્બર બનાવવા એના કોઇ પ્રશ્ર્નો હોય તેની રજુઆત કરવી.
અરજી કરવી હિસાબ કિતાબ સંભાળતો તથા અમે ત્યાં છ મહિનામાં આઠ હજાર વૃક્ષો વાળ્યા છે.લોકડાઉન પછી નિરાતે નવ દસ વાગ્યે ઉઠવાનું દોઢેક કલાક એકસસાઇઝ કરુઁ છાપુ વાંચુ યોગા પ્રાણાયમ કરૂ બપોરે જમી મોબાઇલમાં વિડીયો ગેમ રમવાનું બીજા મનોરંજન મેળવવાનું આરામ કરી ચાર પાંચ વાગ્યાની આસપાસ કેરમ રમવાનું વાતોચીતે કરવાની સાંજનું જમી લઇને ફેમેલી સાથે બેસીને ટીવી જોતા હોય છે.
લોકડાઉનથી બાળકોને જુની રમતોથી અવગત કરવાનો સમય મળ્યો: શૈલેષભાઇ મહેતા
સિઘ્ધિવિનાયક ફોર્ડના ડીરેકટર શૈલેષભાઇ મહેતાએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું. ઘરમાં ફેમેલી સાથે સમય પસાર કરી રહ્યો છું. ઘરની બહાર નીકળવાનું ટાળુ છું. આખો દિવસ ટી.વી. જોવા, ઘરે બેઠા રમતો રમવા ઉપરાંત પત્નીને ઘર કામમાં મદદ કરું છું. આખું બદલાયેલું લાગે છે. અત્યારે હવે જે સ્થીતી છે. તેનો આનંદ જ લેવો જોઇએ. જે થાય છે તે સારા માટે થાય છે. તે માની લેવું અત્યારે આ લોકડાઉનના દિવસે બાળપણના દિવસોની યાદ અપાવે છે. ઘરમાં રમતો રમતા વેકેશનમાં બધા સાથે જ મળીને ઘરની અંદર રમતો જ રમતાં, આ અમારા બાળકો કયારેય જુની રમતો રમ્યા નથી ત્યારે અત્યારે તેમને આ રમતો વિશે શીખવાડીએ છીએ સમજાવીએ છીએ લોકોને સંદેશો તેમને તેમની સલામતિ માટે ઘરમાં રહેવું ખરેખર સરકારની આદેશમાની ઘરે રહેવું જ જોઇએ. નહીંતર આ વાયરસને ક્ધટ્રોલ કરવો ખુબ મેશ્કેલ છે.
હકારાત્મક વલણ ર૧ દિવસ સરળતાથી નીકળી શકે: યશ રાઠોડ
બ્લુશમ કિચનવેરના એમ.ડી. યશ રાઠોડ અને તેમના પિતા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે તેનાથી પરિવાર સાથે સમય વિતાવવા મળે છે અને ખાસ તો કયારેય નહોતું વિચાર્યુ કે આ રીતે ર૧ દિવસનો આવો સમય પણ આવશે. કે જયારે ઘરમાં રહેવાનું થશે. ઉપરાંત તેવો અલગ અલગ સંસ્થા સાથે જોડાયેલા છે. તો તે સંસ્થા મારફતે ભોજન વિતરણ સાથે જોડાયેલા છે.
સાથો સાથ હાલમાં તમામ લોકોએ લોકડાઉનને સમર્થન આપવું જ હિતાવક તેમ જણાવ્યું ત્યારે ખાસ તો ર૧ દિવસના આ સમયમાં ઘણી એવી પ્રવૃતિ કરવાનો સમય મડશે. આમ, રોજીંદા જીવનમાં કયારે આદ્યાત્મીક પ્રવૃતિ કે અન્ય પ્રવૃતિઓના સમય ન મળે પરંતુ આ લોકડાઉનએ સારામાં સારો સમય છે. લોકડાઉનને નેગેટીવ રીતે લેવામાં આવે તો સમય કાઢવો મુશ્કેલ બને પરંતુ હકારાત્મક વલણ દ્વારા આ દિવસો સરળતાથી પસાર થઇ શકે છે.
મિની વેકેશને ધાર્મિક જ્ઞાન મેળવવાની તક આપી: એડવોકેટ દિલીપ પટેલ
આ તકે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા મેમ્બર એડવોકેટ દિલીપભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલની વાત જો કરવામાં આવે તો સવારના ૯ થી રાત્રીના ૯ વાગ્યા સુધી સતત વ્યસ્તતા ભરેલી દિનચર્યા રહેતી હતી. નાનામાં નાના વકીલ-અસીલની સમસ્યાનો ઉકેલ કરવાનો હોય છે. ત્યારે સતત કાર્યશીલ રહી તમામ પ્રકારની જવાબદારીનું નિવહન કરવું પડતું હોય છે. પરંતુ જ્યારે મીની વેકેશન મળ્યું છે ત્યારે હાલ પરિવાર સાથે સમય વ્યતીત કરી રહ્યો છું, સવારે ઉઠી દૈનિક ક્રિયાઓ પતાવી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરું છું અને આધ્યાત્મિક જ્ઞાન મેળવું છું, જે તક મને પ્રથમવાર મળી છે. ઉપરાંત ઘરે રહી ને જ બાર કાઉન્સીલના કામ કરી રહ્યો છું, તેમજ સંગઠન મજબૂત બનાવી રહ્યું છું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર ઉદ્યોગ સાહસીક છે. જેના કારણે અમે બન્ને એકબીજા સાથે ખુબ ઓછો સમય વ્યતીત કરી શકીએ છીએ પરંતુ હાલ જ્યારે મીની વેકેશન મળ્યું છે ત્યારે બન્ને સાથે બેસીને અનેક પ્રકારની ચર્ચાઓ કરીએ છીએ. તેમજ પરિવારમાં મારા બાપુજી સાથે બેસી અનેક પ્રકારની સાંસારીક ચર્ચાઓ કરીએ છીએ તેમજ તમામ પરિવારજનો સાથે બેસી જમવાથી માંડી ટીવી જોવા સુધીની અનેકવિધિ પ્રવૃતિઓ કરી સમય વ્યતીત કરીએ છીએ.
નવરાશની પળો આપતુ લોકડાઉન: સૌમીલ પટેલ
જાણીતા ઉદ્યોગ સાહસિક અને હોટેલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સૌમીલભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ઉદ્યોગ જગત સાથે સંકળાયેલો છું, એ ઉપરાંત રાજકોટમાં હોટેલ ક્રોસ રોડથી માંડી સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં હોટેલ ધરાવું છું, તેમજ ભાજપ અગ્રણી પણ છું, જેને કારણે સતત વ્યસ્તતા રહેતી હોય છે. હોટલ ઈન્ડસ્ટ્રી સૌરાષ્ટ્રના તમામ શહેરમાં હોવાને કારણે સતત પ્રવાસ ખેડવો પડતો હોય છે. તેમજ નવી-નવી સવલતો માટે દેશની બહાર પણ જવું પડતું હોય છે. પરંતુ જ્યારે ૨૧ દિવસનું લોકડાઉન અમલી બન્યું છે ત્યારે ફકતને ફકત પરિવાર સાથે નવરાશની પળો વ્યતીત કરી રહ્યો છું, મારા પિતા બાર કાઉન્સીલ સાથે જોડાયેલા છે. જેથી તેઓ પણ સતત વ્યસ્ત રહે છે. ત્યારે બન્ને લોકોને હાલ જે મીની વેકેશન મળ્યું છે તેના કારણે અમે બન્ને એકબીજાને પારિવારીક સમય આપી શકીએ છીએ. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, લોકડાઉનનો નિર્ણય સંપૂર્ણપણે દેશની સુખાકારી માટે છે પરંતુ જે રીતે ઉદ્યોગ-ધંધાઓને આર્થિક સહર પડી રહી છે તે બાજુ પણ ધ્યાને લેવી અતિ મહત્વપૂર્ણ છે અને હું આશા રાખુ છું કે, ટૂંક સમયમાં ફરીવાર સમગ્ર ભારત દેશ ધમધમી ઉઠશે. કોરોનાનો કહેર પૂર્ણ થશે.
પરિવારજનો એક બીજાને મદદરૂપ થતાં થઇ ગયા: કશ્યપ સુવાગીયા
અબતક સાથે વાતચીત કરતા કશ્યપ સુવાગીયાએ વાતચીત કરતાં આપી હતી કે, શાપર ખાતે મારી ફેકટરી આવેલી છે. જેથી રોજ સવારે તે ફેકટરીએ જવાનું રાત્રે પાછો આવતો હતો. સવારે ૯ થી રાત્રે ૭ વાગ્યા સુધી વકીંગમાં જ હતા. તથા રાત્રે ઘરે આવીને ફેમેલીસાથે સમય પસાર કરતા હતા. અત્યારની લોકડાઉન પછી ઘરે રહીને સારા કાર્યક્રમો જોવા ફેમેલી સાથે બોર્ડ ગેમ રમી છીએ. આવો સમય બહુ જ ઓછા પ્રમાણમાં મળતો હોય છે. ત્યારે આવા સમયમાં સારી બુકો વાંચવી જોઇએ. જે પુરૂષોને રસોઇ બનાવતા ન આવડતી હોય તેમણે રસોઇ બનાવતા શીખવી જોઇએ. મને રસોઇ બનાવતા હોય છે. તો હું દિવસમાં એકવાર રસોઇ બનાવવાનો પ્રયાસ કરું છું. પરિવારને પણ ખુબ સાશુ લાગે છે કે આવી રીતે પરિવાર સાથે સમય વિતાવવા મળે છે. આમે રહીને અમે આનંદથી રહીએ છીએ.
પારિવારિક માહોલમાં ઘરના સભ્યો સાથે વિચારોની આપ-લે થતાં નિકટતા વધી: બકીરભાઇ ગાંધી
હું કયારે પણ લાંબા સમય માટે ઘરમાં રહ્યો નથી ત્યારે આ મારા માટે નવો અનુભવ છે. લોકડાઉનને લીધે ઘરમાં રહીને મેં મારા વિચારોમાં નવી દિશાઓ જોઇ છે. ઘરની અંદર રહીને પરિવાર સાથે જે સમય પસાર થઇ રહ્યો છે. તેમાં અનેરો આનંદ મળે છે. સામાન્ય રીતે તો ઘરમાં અમે બુક રીડીંગ, યોગા, પ્રાણાયમ તેમજ ધરતી નાની મોટી વસ્તુઓ માટે સાથે મળીને કામ કરી છે જે મજા જ કોઇ અલગ છે.
હું મારા ટેરેશ ગાર્ડમાં પ્લાટન્સને પાણી આપ્યા કરૂ તેમજ જયારે પણ ઇચ્છા થાય ત્યારે ઘરમાં મારી મનપસંદ એકટીવીટી કરૂ છું. આઘ્યાત્મીકતા અનુભવું છું. સપૂર્ણ શાંતિમય વાતાવરણમાં બન્યું છે.
મહિનામાં એક દિવસ લોકોએ સ્વયંભૂ બંધ પાડવો જોઇએ: અલ્પેશ દોંગા
પટેલ ઇન્વેસ્ટમેનટના અલ્પેશભાઇ ડોંગાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓની દિન્ચર્યા લોકડાઉન પૂર્વે સવારે રૂટીન એકસરસાઇઝ નાસ્તો કરીનો ઓફીસે જવાની હતી. સવારે ૯ વાગ્યે ઓફીસ જઇને રાત્રે ૭.૩૦ સુધી ઓફીસ ખાતે કામો રહેતા. પહેલા કરતાં અત્યારે સારૂ ફીલ થાય છે. કારણ કે પહેલા પરિવારને સંપૂર્ણ સમય ન આપી શકતા અત્યારે ઘર કામમાં મદદરૂપ થવાય છે. ફેમેલીને સમય આપી શકાય છે. ફેમેલીને વધુ સમય આપી તે એક ખુશી થાય છે. ઘરની સફાઇ કરવામાં મદદરૂપ થાય છે. તેમજ રૂટીન રસોઇમાં મદદરૂપ થાય છે. તેમજ રૂટીન રસોઇમાં મદદરુપ થાય છે. જોઇએ તે ર૧ દિવસ પછી કુદરતે બધાને ઘણા સંદેશા આપ્યા છે કે આપણે ઘણા સુધારા કરવાની જરુરી છે રૂટીનમાં પણ લોક કફર્યુ જેવું રાખીએ તો લોકો માટે પણ સારું છે. મહિનામાં એક જનતા કફર્યુ હોવો જોઇએ તેવુ માનવું છે.
પરિવાર સાથે સમય વિતાવવાનો મળ્યો છે એક અનેરો મોકો: રાજેશ જોષી
સવારે ૯ વાગ્યે ઓફીસ માટે જતો અને રાત્રે ઘરે આવી મુખ્તત્વે ૮ થી ૯ કલાક ઓફીસમાં પસાર કરવામાં આવે છે. તેમજ દિનચરિયા હતી. અત્યારે સવારે મહત્વનો સમય એકસરસાઇઝ અને પુજા પાઠમાં સમય વિતાવું છું. સાથે સાથે ફેમેલી સાથે સમય પસાર કરવામાં આવે છે. શરૂઆતના બે દિવસની નકરા ફોન જ આવતા હતા અને હવે સાવ ફોન આવવાના બંધ થઇ ગયા છે. આપણને કુદરતની સાબીતી થઇ ગઇ કુદરત ધારે તો આપણને ઘરમાં બેસાડી શકે છે. એક મીનીટનો પણ સમય ન હતો ત્યારે અત્યારે સમય જ સમય છે. પરિવારજનો પણ એમ લાગે છે કે સમય આપે છે. સાથે રમતો રમીએ છીએ.
ખુબ આનંદીત સમય વિતાવીએ છીએ. સગાવહાલાઓને ફોન કરીએ છીએ. એક દિવસ પછી મારી દિન ચરિયામાં બદલાવ કરીશ. એક શેડયુલ બનાવીશ કે ફેમેલીને એક કલાકનો સમય આપીશ. મહિનામાં એક દિવસ જનતા કફર્યુ હોવો જોઇએ જેનાથી પ્રદુષણ અને બીજા ઘણા બધા ફાયદા થાય છે.