18 માસમાં કોરોનાના વિરામ બાદ ધો. 6 થી 8 અને ધો. 9 થી 1ર ના છાત્રોમાં ભણતરનાં ભાર સાથે ઘણાં ચેઇન્જ જોવા મળે છે: આળસ વધુ જોવા મળી તો આવડતું હતું તે મોટાભાગના છાત્રો ભૂલી ગયા છે
ધીરજ ખુટતી જોવા મળી તો સાથે લાંબો સમય વર્ગ ખંડમાં બેસવાની તકલીફ પડવા લાગી છે: ઓન લાઇન ભણવામાં મજા આવતી હતી તેવો છાત્રો સુર પણ જોવા મળ્યો
માર્ચ-2020 કોરોના મહામારી બાદ તે સત્ર અને 2020-21 નાં શૈક્ષણિક સત્રમાં માસ પ્રમોશન સતત બે વર્ષ મળવાથી છાત્રોમાં અભ્યાસ પરત્વેની રૂચી ઘટતી જોવા મળી છે. હજી ધો. 1 થી પ ની શાળા ખુલી નથી, એ ખુલશે ત્યારે 6 થી 10 કે 11 વર્ષના બાળકોની સમસ્યા તો ઘણી વધારે હશે. શિક્ષણમાં છાત્રનું માનસિક સંતુલન સૌથી વિશેષ બાબત છે, ભણતરના ભાર વચ્ચે કપરી સ્થિતિમાં સૌ કોઇને એને જોયા છે ત્યારે નાનકડું બાળક પોતાની માનસિક સ્થિતિ સ્ટેબલ કેમ રાખી શકે તે પણ એટલું જ નગ્ન સત્ય છે. ધો. 10-1ર ના છાત્રોને એવરેજ માર્ક ગણીને ઇતિહાસમાં પ્રથમ વાર માસ પ્રમોશન અપાયું હતું. છેલ્લા બે વર્ષમાં પરીક્ષા કેવી રીતે લેવી તે પ્રશ્ર્ન પેચીદો હોવાથી સરકારે આ પગલું ભર્યુ હતું. હવે ધીમે ધીમે જ્ઞાન મંદિરો ખુલતા સ્થિતિ સામાન્ય થતી જાય છે પણ હજી ટબુકડા બાળકોના પ્લે હાઉસ તો કયારે ખુલશે એ નકકી નથી. જો કે નબળો પડતાં કોરાનાને ઘ્યાને લઇએ તો દિવાળી બાદ બધુ નોરમલ થઇ શકશે એવું લાગે છે પણ હજી તકેદારી તો રાખવી જ પડશે.
ખુલેલી શાળાના છાત્રોમાં સૌથી સારી પ્રગતિ એ જોવા મળી કે તે પોતાની કાળજી સાથે શરીર તંદુરસ્તી બાબતે પહેલા કરતાં વધુ જાગૃત થયો છે. સતત બે વર્ષ જેટલા વેકેશન જેવા ગાળામાં તેનામાં આળસ સાથે ઘણી બધી બીજી વાતોમાં તે નબળો પડયો છે. આજે શાળા તો શરુ થઇ પણ છાત્રોમાં ઘણું બધુ પરિવર્તન જોવા મળ્યું છે. ઇતિહાસમાં પ્રથમ વાર આવું શિક્ષણ કાર્યમાં બનતાં બાળકો શાળાએ આવ્યા ત્યારે છાત્રોને ઓનલાઇનમાંથી ઓફલાઇન તરફ બાળકોને વાળવાનું ઘણું કામ અધરુ હતું. શિક્ષકોને પોતાના પણ વિવિધ પ્રશ્ર્નો હતા તેવા સંજોગોમાં બાળકોને શિક્ષણ તરફ વાળવાનું શિક્ષકોએ બખુબી કાર્ય કર્યુ છે. શિક્ષણમાં સ્વઅઘ્યયનનું મહત્વ હોય છે, સહઅભ્યાસસિક પ્રવૃતિઓ સાથે વિવિધ ઇતર પ્રવૃતિનું મહત્વ હોય છે.
શાળા શરુ થઇ પણ છાત્રોની એકાગ્રતા તૂટી છે. સતત વેકેશનના માહોલે તેની આ બાબતને સૌથી વધુ વધુ અસર કરી છે. સતત પાંચ કલાક બેસવા માટે પણ છાત્રોને તકલીફ પડી રહી છે, બે વર્ષના લાંબા વિરામ બાદ મુળ વાતાવરણમાં સેટ થવું મોટા માટે પણ કઠિન હોય ત્યારે નાના બાળકો માટે તો તકલીફ વાળુ જ હોય એ સ્વાભાવિક છે. પવર્તમાન સમયમાં શિક્ષકોએ પણ બાળકોને વિવિધ શિક્ષણ પઘ્ધતિના ઉપયોગથી તેને રસમય શિક્ષણ પીરસવું જરુરી છે. ધો. 1 થી પ ની શાળા ખુલે ત્યારે પણ તેની વય કક્ષા ક્ષમતાને ઘ્યાને લઇને તેને ધીમે ધીમે શિક્ષણમાં જોડવા પડશે, તેની ઉંમર નાની હોવાથી ઘણી મુશ્કેલી શિક્ષકોને પડશે જેથી તકેદારી રાખવી પડશે.
કોરોના કાળે ઘણું બધું શિખવ્યું તેમાં બાળકોની શાળા શરુ થઇ ત્યારે તે સામાજીક અંતર માસ્ક સાથે હાથને સેનેટાઇઝ કરવાની બાબતમાં ઘણો સચેત થયો છે. આ એક સારી બાબત સાથે બીજી ઘણી બાબતે લાંબાગાળાના વિરામને કારણે તે ભૂલી ગયો છે. ઘણા બાળકોને ઘણી બધી વસ્તુઓ કે અભ્યાસક્રમની બાબત આવડી ગઇ હતી પણ તે ભૂલી ગયો છે. ઘણા છાત્રો મા-બાપ કે પરિવારનાં સભ્યોને મોટાભાઇ બહેન કે શેરીમાં રહેતા તેના જેવડા મિત્રોના માઘ્યમથી સહઅભ્યાસિક પ્રવૃતિમાં આગળ વઘ્યો છે. જેમાં ચિત્ર, સ્પોર્ટસ, સંગીત, વેસ્ટમાંથી બેસ્ટ જેવું નવું સર્જન કરીને તેને શિખવાની પ્રક્રિયાને જોડી રાખી છે. સતત ઓનલાઇનને કારણે તેમનામાં લેખનનીસ્કીલ ઓછી થઇ છે. બાળકોના હેન્ડ રાઇટીંગ પણ બગડતા જોવા મળ્યા છે. બધાને માનસિક તાણને કંટાળો હતો ત્યારે નાનકડા બાળકો કેમ બાકાત રહી શકે.
આજે પણ શાળા શરુ થઇ છે ત્યારે ધો. 9 થી 1ર ને પછી ધો. 6 થી 8 ના છાત્રોમાં અળસની સાથે અનિયમિતતા વધુ જોવા મળી રહી છે. ભૂલી જવાની સૌથી મોટી સમસ્યા કોમન જોવા મળી રહી છે. જેનું કારણ સતત 18 મહિના શિક્ષણથી અલગ રહેલો છાત્ર હવે શરુ થતાં તેના તાલમેલમાં થોડા સમય જરુર લે છે. ધીરજ ખુટી છે તો ચિડીયાપણું કે તોફાની પણ છાત્રો થઇ ગયાનું મોટાભાગના શિક્ષકો જણાવે છે. હમણાં અઠવાડીયામાં ફરી દિવાળી વેકેશન ર1 દિવસનું આવશે જેને કારણે બાળક ને જે છેલ્લા બે ત્રણ મહિનામાં આવડયું છે તે ભૂલી જવાના છે.
શિક્ષણ સતત ચાલતી પ્રકિ્રયા છે સક્રિય અને નિરંતર શિક્ષણ જ બાળકોનો સર્વાગી વિકાસ કરી શકે છે ત્યારે શિક્ષકોએ તેની વય કક્ષા મુજબ રસ રૂચી વલણોને ઘ્યાને લઇને કાર્ય કરાવવુેં જરુરી છે. અમુક છાત્રોને ઓનલાઇનની ટેવ પડી ગઇ હોવાથી તે હવે ઓફલાઇન કે વર્ગખંડનો માહોલમાં એડજસ્ટ થઇ શકતા નથી. વર્ગખંડના શિક્ષણ જેવી અસરકર્તા કયારેય ઓનલાઇનમાં ન આવી શકે, ફેસ ટુ ફેસ શિક્ષણ અસરકારક હોય છે. પવર્તમાન સમયમાં શિક્ષકોની સજજતા શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. અત્યારે સ્કુલની પણ મેન્ટલ હેલ્થ અને શિક્ષણની પપણ માનસિક સ્વસ્થતા ખુબ જ જરુરી છુ. બાળકોની માનસિક સ્થિતિ વાંચી શકે તે આજના દૌરનો શ્રેષ્ઠ શિક્ષક ગણી શકાય છે. કોરોના પહેલા જેટલી એકાગ્રતાથી બાળક ભણતો તેવો અત્યારે ભણી નથી રહ્યો જ સાર્વત્રિક ચિંતા અને ચિંતનનો વિષય છે.
લાંબા વિરામ બાદ તેના ગૃહકાર્ય, શિસ્ત, વાંચન, લેખન અને ગણન જેવી વિવિધ સ્કીલ ઉપર અસર કરી છે. જો કે અત્યારે તો બાલ મનોવિજ્ઞાન ઢબે ધીમે ધીમે એક કાઉન્સીલરની જેમ શિક્ષકે તેને શિક્ષણના મૂળ રસ્તા પર છાત્રને લાવવાનો છે કે વાળવાનો છે. શિક્ષકનો હસતો ચહેરો જે બાળકને ભણતો કરશે. આજે તો નાના બાળકો પૂછે છે કે અમારા બાલ મંદિર કયારે ખુલશે? બાળકને રમવું, બેસવું, આવવું કે ભણવું ગેમ તેવું વાતાવરણ શૈક્ષણિક સંકુલે અન શિક્ષકે જ ઉભું કરવું પડશે. બધા સેકટરની સાથે કોવિડ-19 ની અસર શિક્ષણ ઉપર વિશેષ પડી છે.
નાના બાળકોને ફરી શિક્ષણના ટ્રેક પર લાવવા અઘરી કામગીરી
કોવિડ-19 ની લાંબા ગાળાની અસર સાથે છેલ્લા 18 મહિનાથી બંધ જ્ઞાનમંદિરો હવે જયારે ખુલ્લા છે ત્યારે ધો. 9 થી 1ર છાત્રોની અલગ મુશ્કેલી છે. તો ધો. 6 થી 8 ના નાના છાત્રોની અલગ મુશ્કેલી છે. હજી તો ધો. 1 થી પ ના કે નર્સરી, લોઅર હાયર કે.જી. ના છાત્રોની પણ અલગ મુશ્કેલી હશે. નાના બાળકોને ફરી શિક્ષણના ટ્રેક પર લાવવા શિક્ષણ જગત માટે અઘરી કામગીરી છે.
વય કક્ષા મુજબ અને રસ, રૂચિ વલણો આધારીત રસમય શિક્ષણ પઘ્ધતિ જ આમાં સારા પરિણામો આવી શકશે. સૌથી મોટો પ્રશ્ર્ન માનસિક સ્વાસ્થ્યની છે. શૈ. સંકુલ સાથે શિક્ષકની સજજતા જ ફેસ ટુ ફેસ શિક્ષણ માટે બાળકોને તૈયાર કરવા પડશે. મા-બાપ સાથે આ ચિંતા શિક્ષણ જગતની પણ છે. સ્કુલ મેન્ટલ હેલ્થ જેવો નવો શબ્દ આજે આ પરિસ્થિતિમાં બહુ સાંભળવા મળે છે. ઘણા મા-બાપોની વિશેષ કાળજી ને કારણે છાત્રોમાં બદલાવ આવ્યો પણ વર્ગખંડના મોટાભાગના બાળકોને આજે પણ સતત બેસીને ભણવાની જાુની આદતમાં સેટ થતાં નથી.