બાળકો એટલે દેશનું ભવિષ્ય…બાળકનો યોગ્ય ઉછેર તેના સ્વાસ્થ્યની જાણવણી, શિક્ષણ, સામાજીક, શિક્ષણ દરેક બાબતે માતા-પિતાએ આગળ પળતું આપવાનું રહે છે ત્યારે અત્યારના જમાનાનાં સ્વાદપ્રિય બાળકોને મેન્યુ લીસ્ટમાં પીઝા, બર્ગર, હોટ-ડોગ, ચાઇનીઝ, પાસ્તા જેવી વાનગીઓનો જ સમાવેશ થાય છે ત્યારે આ પ્રકારના ભોજનને જંકફુડ નામથી ઓળખવામાં આવે ે જે ખરેખર બાળકોના ભાવિસ્વાથ્ય માટે ઝેર સમાન સાબિત થાય છે.
આ પ્રકારનાં ખોરાકમાં મીઠુ, ખાંડ, ફેટનું પ્રમાણ જ‚રત કરતા વધુ હોય છે જે કુમળા બાળકના શરીર અને મગજ બંનેને નુકશાનકર્તા છે ક્યારેક આ પ્રકારનો ખોરાક આપવો તે યોગ્ય છે પરંતુ તેને બાળકની ટેવ ન બનવા દો જે રોજીંદા જીવનનો આહાર બની જાય……
પીઝા, બર્ગર, પાસ્તા, બ્રેડ, ફીઝી,ડ્રીક્સ, કેક જેમાં સોડિયમ સુગરનું પ્રમાણ વધુ હોય છે તેવો ખોરાક વધુ પ્રમાણમાં લેવાથી બાળકોમાં અન્ય સ્વાસ્થ્યપ્રદ ખોરાક બને છે સાથે સાથે આ પ્રકારનું જંક ફુડથી કીડની અને મુત્રાશયમાં પથરી સંભાવના પણ વધી જાય છે ત્યાર બાદ બાળકોને પાચન અને ગેસનો પણ પ્રશ્ન ઉદ્ભવે છે જ્યારે બાળકને હાઇપરટેન્શન અને બ્રેઇન સ્ટ્રોક થવાનો પણ ભય સતાવે છે.
જો તમારા બાળક વધુ પડતુ જંકફુડ આરોગતા હોય તો તેને અન્ય ઘરે બનાવેલા નાસ્તા આપો જે સ્વાસ્થ્યની સાથે સાથે સ્વાદપ્રિય પણ બની રહે બાળકો માટે બનાવાતા નાસ્તા વધુ ડિપફ્રાય કરવાને બદલે તેને રોસ્ટેડ કે એઇટફ્રાય કરીને આપો…..
જે બાળક સમજણું હોય તેને સમજાવવાની કોશિશ કરો કે આ પ્રકારનાં જંક ફુડનાંઅતિરેકથી તેના સ્વાસ્થ્યને કેટલું નુકશાન પહોંચશે તેમજ કેટલીય બીમારીઓનું જોખમ ખડુ થાય છે તેની પણ વાત કરવાનું ચુંકશો નહિ….
તમારા બાળકનું તંદુરસ્ત તમારા જ હાથમાં છે માત્ર જ‚ર છે બાળકને કેવો આહાર આપવો તે સમજવાની…..?