કાઠી સમાજનો ભવ્ય ઈતિહાસ
ભુતકાળમાં સુરજ નારાયણ ભગવાનની પ્રતિમા તોડવાનો હીન પ્રયાસ કરતા લોકો સામે ક્ષત્રિય કાઠીઓ દ્વારા ઉપવાસ કરાયા હતા
ગુજરાત રાજ્ય અને ખાસ કરીને આપણુ કાઠીયાવાડ તથા ઝાલાવાડ ઇતિહાસથી ભરેલુ છે. દરેક મંદિરો પાછળ કોઇને કોઇ ઇતિહાસ છુપાયેલ છે ત્યારે થાનગઢ-ચોટીલા રોડ પર આવેલા ક્ષત્રિય કાઠી સમાજના પ્રખ્યાત અને પૌરાણીક સુરજ દેવળ મંદિર નો ઇતિહાસ ખુબજ અનોખો છે. જોકે સુરજ દેવળનો ઇતિહાસ લગભગ જ સાંભળવામાં આવ્યો હશે પરંતુ આ ઇતિહાસ વષોઁ પહેલા સત્ય બનેલી ઘટના છે.
આજથી અંદાજે સાડા સાતસો વષઁ પહેલા જ્યારે કાઠી સમાજના વડવાઓ થાનગઢ ખાતે ઉતયાઁ ત્યારે તેઓના ઇષ્ટદેવ તરીકે સુરજ નારાયણ ભગવાનને પુજા કરતા હતા તેવા સમયે કેટલાક વિરોધ્ધી અને ચોક્કસ સમાજના લોકોને કાઠી સમાજના વડવાઓને સ્થાયી નહિ થવા બાબતે હુમલો કરી વારંવાર પરેશાન કરાતા હતા. કાઠી સમાજના વડવા પર વારંવાર હુમલા બાદ હુમલાખોરો દ્વારા કાઠી સમાજના ઇશ્ટદેવ સુરજનારાયણ ભગવાનની પ્રતિમા પણ તોડી પાડવાનો વ્યુહરચના ઘડી હતી પરંતુ કાઠી સમાજ અહિ ખુબ જ નાની સંખ્યામા હોય જેથી તેઓને હુમલાખોરો સામે યુધ્ધ કરવા જતા પરાસ્ત થાય તેના કરતા પોતાના ઇષ્ટદેવનુ સ્મરણ કરવાનુ વધુ હિતાવહ લાગ્યુ જેથી તમામ કાઠી ભાગના વડવાઓ દ્વારા ઉપવાસ પર બેઠા બાદ સાડા ત્રણ દિવસે સુયઁ નારાયણ ભગવાન પ્રસન્ન થતા ભગવાને પોતાના હસ્તે સાંગ(ભાલા જેવુ હથીયાર) વડાઓને અપઁણ કયુઁ હતુ જેને લઇને તેઓએ હુમલાખોરોને પરાસ્ત કરી અંતે સુરજ ભગવાનની પ્રતિમા અહિ સ્થાપિત કરી આ દિવસના આજે અંદાજે સાડા સાતસો વષઁ પુણઁ થયા પરંતુ ત્યારથી દર વષેઁ આજના દિવસે રાજ્ય અને રાજ્ય બહાર વસતા તમામ કાઠી સમાજના લોકો થાનગઢ-ચોટીલા રોડ પર આવેલા પ્રસિધ્ધ સુરજ દેવળ મંદિરે દશઁને આવે છે અને સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે. જોકે આ વષેઁ કોરોનાની મહામારી હોવાના લીધે સરકારની ગાઇડ લાઇન્સ મુજબ મંદિરે માત્ર દશઁને આવી સમાજના લોકો દ્વારા પોતપોતાના ઘેર ઉપવાસ કરી ક્ષત્રીય કાઠી સમાજના લોકો દ્વારા હજુ પણ વષોઁ જુની પરંપરાને યથાવત રાખી છે.