હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ગુરૂવારે સોનિયા ગાંધીને પણ ઇડીનું તેડું
નેશનલ હેરાલ્ડ ન્યુઝપેપર કેસમાં રાહુલ ગાંધી ઉપર સતત ગાડીઓ કસાતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સતત 40 કલાક ઇન્ટેરોગેસન કર્યા બાદ ફરી આજે રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવવામાં આવેલા છે. ત્યારે હજુ પણ આ તપાસ કેટલા દિવસ ચાલશે આ અંગે કોઈ ગુપ્ત માહિતી સામે આવી રહી નથી. એટલુંજ નઈ ઇડીએ સોનિયા ગાંધીને પણ ગુરૂવારના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમને કોઈ પણ નાણાકીય લેવડદેવડ અંગેનો ખ્યાલ નથી જે આની પહેલા કરવામાં આવેલ હોય. દૂધની તેઓએ ભૂતપૂર્વ કોંગ્રેસના ટ્રેઝરર મોતીલાલ વોરા ને જવાબદાર ઠેરવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના દ્વારા તમામ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. સતત રાહુલ ગાંધીને એડીની પૂછપરછમાં જવાનું હોવાથી કોંગ્રેસના સમર્થકો દ્વારા હલ્લાબોલ પણ કરવામાં આવ્યો છે અને તેમનું માનવું છે કે રાહુલ ગાંધીને જબરદસ્તી આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ ઇડીએ પણ ઘણાખરા પુરાવા એકત્રિત કર્યા છે અને જે અંગે રાહુલ ગાંધી ની પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ આ તપાસ કેટલો સમય સુધી ચાલશે તે નક્કી નથી પરંતુ આ મુદ્દે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સોનિયા ગાંધીને પણ બોલાવવામાં આવેલા છે જેની પૂછપરછમાં ગુરૂવારના રોજ કરવામાં આવશે.