ઢોલીવુડનો દબ-દબો બોલીવુડ અને હોલીવુડની સાથે જ ઇન્ડસ્ટ્રીમાં વધતો જાય છે. ગુજરાતી કલાકારો દર્શકોને દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓ ગુજરાતી ફિલ્મોમાં ફાઈટ,રોમાન્સ,કોમેડી,સસ્પેન્સ,થ્રીલર જેવા ભાગો ઉમેરતા થઇ ગયા છે.પરિણામે યુવાવર્ગમાં ગુજરાતી ફિલ્મોનું ચલણ વધતું જોવા મળી રહ્યું છે.ત્યારે મલ્હાર ઠાકરનું વધુ એક ગુજરાતી ફિલ્મ “ વીર ઈશાનુ સીમંત “સિનેમાઘરોમાં ધૂમ મચાવા આવી રહી છે.આ ફિલ્મમાં ૨૧મી સદીમાં નવ પરિણીત યુગલો બાળકો માટે કેવા કેવા વિચારો ધરાવે છે તે અંગે દર્શાવેલું છે.
નિર્માતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીર ઈશાનુ સીમંતનું ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરી આપ્યું છે. ફિલ્મમાં કોમેડી, મસ્તી અને પ્રેમ પણ જોવા મળે છે. ટ્રેલર મલ્હાર અને પૂજા દ્વારા ભજવવામાં આવેલા પરિણીત યુગલ વીર અને ઈશાથી શરૂ થાય છે.જેઓ પરિવાર શરૂ કરવા તૈયાર નથી. આ મુવીમાં આધુનિક યુગના યુગલની રહેણી કહેણી અને પહેલાના સમયના લોકો શું વિચારતા હોય છે. તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લગ્નનું એક વર્ષ થઈ ગયુ હોવા છતાં આ યુગલને કોઈ સંતાન ન થયું હોવાથી ઘરના અને બહારના લોકો કેવી વાતો કરતા હોય છે. તે પણ દર્શાવવામાં આવે છે.સમાજમાં કેવા કેવા કુરિવાજો છે તે જોવા મળે છે મહારાજને બોલાવી એક ફળ આપવામાં આવે છે. જો કે, ફિલ્મ અંતે અનપેક્ષિત સારા સમાચાર સાથે વળાંક લે છે.
આ ફિલ્મ ધ્રુવીન દક્ષેશ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. ફિલ્મના દિગ્દર્શક નીરજ જોશી અને સહ નિર્માતા તરીકે ભરત સેવક, શ્લોક રાઠોડ, હેમ સેવક, દિવ્યાંગ ઠાકર, દેવાંશી મડિયારએ કામ કર્યુ છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી, અનુરાગ પ્રપન્ના, છાયા વોરા, ફિરોઝ ભગત, સોનાલી લેલે દેસાઈ, કૃણાલ પંડિત, દીપાલી ભુટા, નિજલ મોદી, રાહુલ રાવલ, કુકુલ તરમાસ્ટર, વૈભવ બિનીવાલે, આસાવરી પાધ્યા, શૌનક પંડ્યાએ ભૂમિકા ભજવી છે.