ભારતમાં સેમિક્ધડકટર બનાવવા માટે આઇફોનના નિર્માતા ફોકસકોન એ વેદાંતા કંપની સાથેની ભાગીદારી કરવા માટેનું સાહસ બતાવ્યું છે
અબતક, રાજકોટ
દુનિયાની સૌથી મોટી ઇલેકટ્રોનિકસ મેન્યુફેકચર માટે કોન્ટ્રાકટ કરતી કંપની માટે ફોકસનની ભૂમિકા મોટી છે. આ માટે એપલ કંપની સપ્લાયર તરીકેની પણ મોટી ભૂમિકા છે. જેના વધારા તરીકે ઇલેકટ્રોનિક વાહનો અને સેમિક્ધડકટર તરીકેનું વિસ્તરણ કરવા માંગે છે.
ફોકસકોનના કહ્યા મુજબ આઇલ-ટુ- મેટલ ગ્રુપના વેદાંતા કંપની સાથેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિગમાં સેમિક્ધડકટર બનાવા કહેલું છે, જેમાં ભારતમાં લોકલ લેવલે થતાં ઇલેકટ્રોનીકસ ઉત્પાદનમાં પણ વધારો થવાની શકયતા છે.વેદાંતા સાથેની જોઇન્ટ વેન્ચર કંપની બનાવી તેમાં રોકાણ 118 મીલીયન ડોલરનું રોકાણ રહેશે તથા ફોકસકોનના 40 ટકા નો સ્ટેક રાખવાનું જણાવ્યું છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન ઇકોસીસ્ટમમાં સેમિક્ધડકટર ભારતમાં બનાવવા માટેનું સાહસ સફળ જશે તેમ છે.
સેમિક્ધડકટર બનાવવા માટે ઇલકેટ્રોનિકમાં ચીપ, ગ્લોબલ ચીપ વગેરેની ખાદ્ય અને ઇલેકટ્રોનિકસ ગેઝેટની પ્રોડકટ સારી બની શકે છે. કંપની દ્વારા તાજેતરમાં વર્ષમાં જાહેર કર્યુ કે, વિશ્ર્વ કક્ષાએ ઇલેકટ્રીક વાહનમાં ઉપયોગી ચીપ માટેની વાત પણ જણાવી છે.