વિરોધ પક્ષના નેતા સુધી ફરિયાદ પહોંચતા મ્યુનિ.કમિશનરને રજુઆત
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને અરજદાર મુકેશભાઈ ગઢવીની લેખિત અરજી મળી છે જેમાં અરજદાર દ્વારા ગટરના ઢાંકણા તૂટી ગયા હોવાની ફરિયાદ છેલ્લા ૨૨ દિવસથી કરેલ છે અને અવારનવાર રાજકોટ મહાનગરપાલિકાના ૦૨૮૧-૨૪૫૦૦૭૭ કોલ સેન્ટરમાં ફરિયાદ નંબર ૨૦૦૮૭૩૪૪, ૨૦૦૮૭૩૪૩, ૨૦૦૮૭૨૭૧, ૨૦૦૯૦૨૭૧, ૨૦૦૯૦૨૧૩, નોંધાવેલ છે તેમજ ફરિયાદમાં તેઓએ તૂટી ગયેલા ગટરના ઢાંકણા ના ફોટા સહિતની વિગતો તંત્રને આપેલ છે તેમ છતાં મનપાનું સ્માર્ટ તંત્ર ગાઢ નિંદ્રામાં સુતું ઝડપાયું છે અને પ્રિમોન્સુન કામગીરી ૧૦૦% પૂર્ણ કરવાના દાવા કર્યા છે જે તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે તેનો ઘટસ્ફોટ મુકેશભાઈ ગઢવી નામના સામાજિક કાર્યકરે કર્યો છે ત્યારે મનપાનું તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે તેમજ અરજદારે કરેલી ફરિયાદો પરત્વે કમિશ્નર અને એસી ચેમ્બરમાં બેઠેલા અફસરો માત્ર સ્માર્ટ વાતો કરીને જ તંત્રની કામગીરી થઇ ગઈ છે તેવા ખોટા રીપોર્ટ ભરીને અધિકારી અને પદાધિકારીઓને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરી રહ્યા છે તે સ્પષ્ટપણે શાબિત થયું છે. ત્યારે મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલને લેખિત રજૂઆત કરી છે અને કોલ સેન્ટરમાં આવતી તમામ ફરિયાદોનો સત્વરે નિકાલ થાય અને ચોક્કસ કામગીરી થાય તેવી ટકોર પણ કરી છે.