ઓસામા બિન લાદેનના મોતને 10 વર્ષ થયા છે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘુસી અમેરિકાએ માર્યો હતો. આ 10 વર્ષમાં, USAએ અફઘાનિસ્તાનમાં ઓસામા બિન લાદેનના આતંકવાદી સંગઠનને ખૂબ જ નબળો પાડી દીધો છે. પરંતુ, ઓસામાની મોતના 10 વર્ષ પછી આતંકવાદના પાયા હલી ગયા છે.
લાદેનના મોત બાદ ભૂતપૂર્વ નેવી સીલ કમાન્ડોઝ મે બિસોનેટે એક પુસ્તક લખ્યું હતું ‘નો ઈઝી ડેઃ ધ ઓટોબાયોગ્રાફી ઓફ અ નેવી સીલ’. પુસ્તકમાં લાદેન સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓ રજૂ કરાયા હતાં. પુસ્તકમાં કરાયેલા દાવાઓમાં લાદેનના મોત અંગેના અમેરિકન દાવાઓની પોલ ખોલી નાખવામાં આવી હતી. ત્યારે લાદેનના મોતના દસ વર્ષ બાદ પણ લાદેન અંગે લોકોને જાણવા ભારે ઉત્સુક્તા છે.
USA હજી સુધી તેનો દર્દ ભૂલી શક્યો નથી. જો બિડેન તે સમયે ઉપરાષ્ટ્રપતિ હતા અને હવે રાષ્ટ્રપતિ છે. જો બિડેને કહ્યું કે, ‘9/11’ના હુમલામાં અમે અમારા ઘણા પ્રિયજનોને ગુમાવી દીધા છે અને હું વચન આપું છું કે અમેરિકન ધરતી પર ફરીથી આ પ્રકારનો હુમલો નહીં થાય. આતંકવાદીઓનો ખાત્મો કરવા અમે સક્ષમ છીએ.”
આતંકવાદીનો જન્મ જ પાકિસ્તાનના કુખે થાય છે, ત્યાં જ તેને આસરો આપવામાં આવે છે. ઓસામા બિન લાદેને USAમાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અમેરિકાનો ટ્રેડ સેન્ટર સંપૂર્ણ નાશ પામ્યો હતો, અને સેંકડો લોકો માર્યા ગયા હતા. આ આતંકી હુમલો કર્યા બાદ ઓસામા બિન લાદેન નાસી ગયો હતો. જોકે, ત્યારબાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને આતંકવાદીઓ માર્યા ગયા. અલ કાયદાના મોટા ભાગના આતંકવાદીઓને અમેરિકાએ ઠાર માર્યા હતા. જોકે, અમેરિકા પર હુમલો કર્યા બાદ ઘણા વર્ષો સુધી ઓસામા બિન લાદેન હાથમાં આવ્યો ના હતો.
ઓસામા બિન લાદેનની મોતને 10 વર્ષ પૂરા થયા છે, પરંતુ આજે પણ લોકો તેની મોત વિશે તર્ક-વિતર્કો કરે છે. બધાને તેના વિશે જાણવામાં આજે પણ રસ છે. એક રીતે જોવા જાયે તો ઓસામા બિન લાદેનના મોતથી આતંકવાદના પાયા હલી ગયા છે, તે 10 વર્ષ બાદ પણ જોવા મળે છે. અમેરિકાના ઓસામાને મારવાના ઓપરેશનથી આંતકવાદીઓના કપરા દિવસો શરૂ થયા હતા.