દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના કરાર આધારિત કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ અંગે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન અપાયું છે. ડીઆરડીએ શાખાના પંચસ્થંભ યોજનાઓના કરાર આધારિત કર્મચારીઓની વિવિધ અને વ્યાજબી માંગણીઓ જેવી કે સમાન કામ સમાન વેતન અથવા કાયમી નોકરીની માંગ અંગે મુખ્યમંત્રી ગુજરાત સરકારને રજુઆત કરેલ છે અને આ અંગે હરહંમેશ મૌખિક આશ્વાસન સિવાય કઈ આપવામાં આવેલ નથી પરંતુ આજદીન સુધી અમારી એકપણ માંગણી અંગે કોઈપણ જાતના હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ નથી.
૨૦૦૯ થી ૨૦૧૯ સુધીમાં ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાના લક્ષ્યાંક અપુરતા સ્ટાફ હોવા છતાં પૂર્ણ કરવા પ્રયત્ન કરેલ છે. જાહેર રજાના દિવસોમાં પણ આગલા દિવસે સાંજે જાણ કરેલ હોય તો પણ સુચવેલ કાર્ય રજાના દિવસોમાં પૂર્ણ કરવામાં આવે છે જેથી તેઓ પારિવારિક જીવન માણી શકતા નથી. મોટાભાગની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરેલ હોવા છતાં પડતર માંગણીઓ સંતોષવામાં આવેલ નથી. જેમ કે સમાન કામ
મુજબ સમાન વેતન આપવું, પગાર વધારો, નોકરીની સુરક્ષાની ખાત્રી, ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓને ૩ વર્ષ પુરા થયાબાદ નિયમિત નિમણુક આપવી વગેરે મુદ્દે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી રજુઆત કરી છે.